અમારા વિષે

Hits: 202

નમસ્કાર મિત્રો,

મારુ નામ કૃષાલ શેલડીયા છે, હું એડવોકેટ છું અને સુરત ડીસ્ટ્રીકટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ માં પ્રેક્ટિસ કરું છું. તેમજ સમાજ સેવા ના કર્યો માં જોડાયેલો રહું છું.

સામાજિક સેવા ના ઘણા ક્ષેત્રો હોય છે જેમાં લોકો પોતાના અનુભવો અને આવડત ના આધારે સેવાકીય કાર્યો કરતા હોય છે. આજ ના સોશીયલ મીડિયા ના યુગ માં લોકો સ્માર્ટ ફોન વાપરતા થયા છે. અને અવનવી માહિતી પોતાના ફોન ના માધ્યમથી જાણતા અને સમજતા થયા છે. અને જેના કારણે સમાજ માં ઘણો મોટો વર્ગ જાગૃત બન્યો છે.

હું એડવોકેટ છું જેથી મેં અનુભવ્યું છે કે હાલ ની પરિસ્થિતિ માં લોકો જાગૃત તો છે પણ ક્યાંક ને ક્યાંક લોકો ની અંદર કાયદાનું જ્ઞાન નહિવત પ્રમાણ માં છે. ઘણા લોક કાયદો જાણતા થયા છે પણ એ જ્ઞાન લેવાના સોર્સ નું પ્રમાણ ખુબ જ ઓછું છે. કેટલાક લોકો એ કાયદાની જાગૃતિ સામાન્ય જનતા માં આવે એ માટે પ્રયત્નો કર્યા છે પરંતુ એ પૂરતા નથી. અથવા તો ઘણા લોકો એ કાયદાની માહિતીઓ આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એ પ્રયાસ માં ક્યાંક ને ક્યાંક કાયદાની સંપૂર્ણ માહિતીઓ નો સમાવેશ થયો નથી. જોવા જઈએ તો અધૂરું જ્ઞાન એ પણ નહિવત જ્ઞાન બરાબર જ ગણાય છે.

જો સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો કેમ મેળવવું એ મોટો પ્રશ્ન છે. પરંતુ લોકો જે બાબત વિષે જાણતા ન હોય અને તેને થોડી ઘણી માહિતી પણ મળે તો એ અધૂરી માહિતી ને પણ સંપૂર્ણ જ્ઞાન બરાબર જ સમજે છે.બીજી બાજુ જોઈએ તો એડવોકેટ બનવા માટે જે અભ્યાસ કરવાનો હોય છે તે કોર્ષ એલ.એલ.બી. છે. આ કોર્સ ની ટર્મ 3 વર્ષ ની હોવા છતાંય આ 3 વર્ષ માં કાયદાનો વિદ્યાર્થી ફક્ત 26 કાયદાઓ નું જ જ્ઞાન મેળવે છે. અને આપણા દેશ માં હાલ માં 2600 થી વધુ કાયદા છે. આ તમે કાયદાનું જ્ઞાન ટૂંક સમય માં મેળવવું એ ખુબ જ અઘરું નહિ પંરતુ નામુમકીન જેવું છે.

ખરેખર તો સરકાર દ્વારા દરેક ધોરણ માં કાયદાના વિષયો હોવા જોઈએ અને જો એવું થાય તો જ આવાનરી પેઢી પોતાના હક અને અધિકાર માટે લડતી થાય. જોકે આ બાબત ખુબ જ મુશેકેલ છે કે કાયદાના વિષયો પ્રાથમિક અભ્યાસ માં લાગુ કરવામાં આવે.


(કે. ડી. શેલડીયા ના સામાજિક કર્યો ની નોંધ લઈ સુબોધ સાગર ન્યુઝ દ્વારા સુબોધ સાગર રત્ન એવોર્ડ થી સન્માન)

તો હવે સામાન્ય લોકો કાયદાનું જ્ઞાન ક્યાંથી મેળવશે ? આ પ્રશ્ન નો જવાબ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્ન ના ભાગ રૂપે મેં આ પોર્ટલ www.kdsheladiya.com બનાવ્યું છે.

આ પોર્ટલ પર તમને કાયદાના તમામ વિષયો પર માહિતી આપવાનો પ્રયાસ કરતા મેં કાયદાઓ, સરકારી નીતિ નિયમો, લેટેસ્ટ જજમેન્ટ, કાયદાકીય ગુચવણો અને લોક જાગૃતિ માટેની પોસ્ટો વગેરે આ વેબસાઈટ પર મૂકી છે. અને એટલું જ નહિ, યુટ્યુબ પર પણ મેં એક ચેનલ Krushal Sheladiya નામથી ચાલુ કરી છે.આ વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલ પર હું દર રોજ અવનવા કાયદાની માહિતીઓ મુકું છે જે લોકો માં જાગૃતિ લાવવાનું કામ કરી શકે. અને એટલું જ નથી પરંતુ આ માહિતી દ્વારા તમે તમારી રોજિંદી જિંદગી માં પણ આવતા કાયદાકીય પ્રશ્નો નો હલ મેળવી શકશો.

www.kdsheladiya.com નામની વેબસાઈટ પર જો આપ જોશો કે આપના ફોન કે કોમ્પ્યુટર માં તમને જમણી બાજુ નીચેના ભાગે એક લીલા કલર નું રાઉન્ડ બોક્ષ દેખાશે. જેમાં તમે તમને જો કોઈ કાયદાકીય મૂંઝવણ હોય તો તમે સવાલ પૂછી શકો છો. અમારી કાયદાની ટીમ તમને તમારા પ્રશ્નો નો જવાબ મેળવવા માં સહાય કરશે. અને જરૂર પડ્યે તમે વોટ્સ એપ ના માધ્યમ થી પણ તમને જરૂરી માહિતી મળી રહે તેવા પણ મેં પ્રયત્નો કર્યા છે. જે માટે આપ મારા વોટ્સ એપ નંબર 9825170799 પર આપ સીધા પ્રશ્નો પૂછી શકો છો. મને આપણી સહાયતા કરવા માં આનંદ થશે.

અંત માં એટલું જ કહીશ કે, “કાયદાઓ જાણવા એ તમારો અધિકાર છે.”

જય હિન્દ, જય ભારત…..

error: Content is protected !!