Adv K D Sheladiya - Arbitrator & Advocate

કોઈ વૃદ્ધ વ્યક્તિ ને સરકારી સહાય મળી શકે ખરી?

Hits: 222

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના નો લાભ મળવા પાત્ર છે. અહીં તમને આ યોજના ની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો કોઈ નિસહાય નિરાધાર વૃદ્ધ આપણી આજુબાજુ માં રહેતા હોય અથવા તમારી જાણ માં હોય તો તેને આ યોજના નો લાભ અચૂક અપાવશો.

લાભ કોને મળી શકે ?

  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

લાભ શુ મળે ?

  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.

અરજીપત્રક ક્યાંથી મળશે ?

અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.

  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને
  • જન સેવા કેન્‍દ્ર.

અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?

અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.

સહાય ક્યારે બંધ થાય.

  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
  • લાભાર્થી નું આવસાન થતાં

અપીલની જોગવાઈ

અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!