શુ આપણે જાગૃત નાગરિક છીએ?

Hits: 70

એના જવાબ મા ઘણા એમ વિચારતા હશે કે આપણે રોજ સમાચાર પત્રો વાંચીને દેશ ની ચિંતા કરીએ છીએ એટલે આપણે એક જાગૃત નાગરિક કહેવાય. પરંતુ શુ ફક્ત ચિંતા કરવાથી જાગૃત નાગરિક થઇ જવાય? દેશ ને આગળ વધારવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પરંતુ આપણે અહી ફક્ત એક જ રસ્તાની વાત કરવી છે –જાગૃતતા દાખવવાની.

આપણામાથી ઘણા ને એમ થશે કે ફક્ત આપણા એક ના જાગૃત થવાથી શુ થવાનુ? બસ, આ જગ્યાએ થી જ આપણે જાગૃત થવાની જરૂર છે અને આ વિચારસરણી બદલવાની જરૂર છે. આમ જોઇએ તો આવી વિચારસરણી મા આપણો કોઇ વાંક નથી, કેમકે આપણને નાનપણ થી જ આ પ્રકાર ની કેળવણી મળી છે. પરંતુ આપણે હાલ ના સમયને અનુરૂપ તેમા ફેરફાર જરૂર કરવો રહ્યો.

ઘણી વાર કોઇ ખરાબ પ્રસંગ હોય અને આપણે તે સહન ન કરી શકીએ અને ઉશ્કેરાઇ જઇએ ત્યારે ઘણા લોકો (ખાસ તો આપણા માતા-પિતા, વડીલો) આપણાને સમજાવે છે કે ‘ભાઇ આપણે શુ? આપણે કોઇ ની લપ મા પડવુ નથી’. ઉદાહરણ તરીકે રસ્તામા કોઇ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા હોય,તેમાથી એક નિર્દોષ બીજા બળુકાનો માર ખાઇ રહ્યો હોય ત્યારે સામાન્ય માણસને એમ થાય કે પોલીસ આવે તો જ પેલો નિર્દોષ બીજાના માર થી બચી શકશે. પરંતુ પોલીસ ને બોલાવે કોણ? એવી હિંમત કરે કોણ? હિંમત ન કરવાનુ કારણ શુ? કારણ ફક્ત એક જ છે –‘આપણે શુ?’ આપણાને નાનપણ થી જ માતા પિતા અને વડીલો દ્વારા એવુ શીખવવામા આવ્યુ છે કે બીજા કોઇ ગમે તે કરે –છોકરી ની છેડતી કરે, દારૂ પી રસ્તામા ગાળો બોલે, નિર્દોષ લોકોને હેરાન કરે, કે પછી કોઇ અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરે વગેરે… પણ એમા આપણે શુ? આપણે આપણા કામ થી જ મતલબ રાખવો.

ખરી હકીકત માં જાગૃત નાગરિક એ છે જે અન્યાય જોઈને પોતાનું મોઢું નથી ફેરવી લેતો, એ અન્યાય સામે હંમેશા લડે છે. જો કોઈ જગ્યા એ અન્યાય થતો હોય તો તે આવા અન્યાય નો વિરોધ કરે છે અને અન્યાય સામે પીડિત ને રક્ષણ પણ આપે છે. જાગૃત નાગરીક એ છે જે હંમેશા કાયદાની નવી નવી બાબતો જાણવા પ્રયાસો કરે છે અને એ જાણેલી બાબતો નો ઉપયોગ એ જનકલ્યાણ માટે કરે છે. લોકોને ન્યાય અપાવવા માટે બનતી તમામ કોશિશો કરે છે. ખરો જાગૃત નાગરિક એ છે જે કોઈ પણ દિવસ સત્તાપક્ષ કે વીરોધપક્ષ નો ચાટુકાર નથી હોતો, તે હંમેશા સત્ય સાથે રહે છે.

દેશના ઘણાખરા નાગરિકોના મનમા આ પ્રકારની વિચારસરણી છે તો પછી દેશનો વિકાસ કેમ થશે? આપણે ફક્ત આપણા વિકાસ થી જ મતલબ રાખવો જોઇએ? શુ દેશ પ્રત્યે આપણી કોઇ ફરજ નથી? અને ફક્ત આર્થિક રીતે વિકાસ કરવો એ જ કંઇ વિકાસ થોડો કહેવાય? સામાજીક વિકાસ પણ આર્થિક વિકાસ જેટલો જ જરૂરી છે.

આવા સંજોગો મા આપણે કેમ કહી શકીએ કે આપણે બધા જાગૃત નાગરિકો છીએ!સ્વામી વિવેકાનંદ નુ ખુબ જ પ્રખ્યાત સુવાક્ય “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” મા જાગો નો મતલબ ફક્ત ઉંઘ માથી જાગવાનો નથી તેમા પણ જાગૃત થવાનો જ બોધ રહેલો છે. તેથી આપણે સૌ ભારતીયો એ જાગવાની જરૂર છે અને દેશ ને આગળ વધારવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. તેથી આજે જ નિશ્ચય કરો કે હુ આજથી જ એક જાગૃત નાગરિક બનીશ અને દેશને આગળ વધારવામા તથા તેનો વિકાસ કરવામા મારાથી શક્ય બધુ જ કરી છુટીશ.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!