જ્ઞાતિ પ્રથા એ ભારતીય સમાજમાં કલંકરૂપ છે.

Hits: 152

જ્ઞાતિ પ્રથા એ ભારતીય સમાજમાં કલંકરૂપ છે. જ્ઞાતિ પ્રથા ભારતીય સમાજને અલગ-અલગ જૂથો અને વર્ગોમાં વહેંચી કાઢે છે. સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ છતાં આપણા સમાજમાં જ્ઞાતિ પ્રથા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ માન્ય શબ્દો છે જે સરકારી દસ્તાવેજોમાં ભૂતકાળમાં અસ્પૃશ્ય ગણાતા અને આદિવાસી સમુદાયોની ઓળખ માટે વપરાય છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, એ વાતની ખાતરી કરે છે કે દલિત શબ્દની જગ્યાએ અનુસૂચિત જાતિ શબ્દ વપરાય અને રાજ્ય સરકારોમાં દલિત શબ્દ નાબૂદ થાય.

જ્ઞાતિ પ્રથાના મૂળ સદીઓ જૂના છે. એક વિચાર સમુદાયના મૂળને આધારે તેને ઉચ્ચ કે નીચ વર્ગ તરીકે જુદા પાડે છે જ્યારે, બીજો વિચાર વર્ણને આધારે. જે સમુદાયોને પોતાના વ્યવસાયને આધારે ઓળખ આપે છે. ત્યારથી એ જોવામાં આવ્યુ છે કે ઉચ્ચ અને સત્તાધીશ વર્ગ અયોગ્ય રીતે લાભ લઈ રહ્યો છે. જેના કારણે ભેદભાવ, નબળા વર્ગોનું શોષણ વગેરે થાય છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેને અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવે છે તે ભારતીય વસતીનો 6ટ્ઠો ભાગ છે. તે ભેદભાવનો સામનો કરી રહ્યો છે.વ્યવસ્થાના કેટલાક નકારાત્મક રૂપ છે:

અસ્પૃશ્યતા- ઘણાં ગામોને જ્ઞાતિના આધારે વહેંચવામાં આવ્યા છે અને તે લોકો ઉચ્ચ જ્ઞાતિના વિસ્તારમાં જઈ શકતા નથી. વળી પાણીના કુવા કે ચાની લારીએ પણ જઈ શકતા નથી જે ઉચ્ચ જ્ઞાતિના લોકો વાપરતા હોય.

ભેદભાવ- તેમને મોટેભાગે સગવડો જેવી કે વીજળી, શૌચાલય અને પાણીનો પંપ વગેરે હોતી નથી. અને ઉચ્ચ વર્ગના શિક્ષણ, મકાન, તબીબી સેવાઓના ઉપયોગ પર નિષેધ હોય છે.

કામની વહેંચણી- તેમને કેટલાંક કામો સુધી સીમિત રાખવામાં આવે છે જેમ કે, સફાઈનું કામ, માળી કામ, ચામડાનુ કામ અને રસ્તો વાળવાનું કામ વગેરે.

મજૂરી- દેવા અને પરંપરાના નામે તેમનુ શોષણ કરવામાં આવે છે, તેમની પાસે કાળી મજૂરી પેઢી દર પેઢી કરાવવામાં આવે છે.ભારત સરકારે અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાનુ ઘડતર કર્યુ છે અને સમાજના નબળા વર્ગોનું જીવનધોરણ સુધારવા માટે અન્ય ઘણા સુધારા કર્યા છે. તેમાંના કેટલાક છેઃ

(1) બંધારણ દ્વારા માન્ય મૂળભૂત માનવ અધિકારો
(2) 1950માં અસ્પૃશ્યતા નાબૂદી
(3) શેડ્યુલ કાસ્ટ અને શેડ્યલ ટ્રાઇબ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિસ) એક્ટ, 1989
(4) શૈક્ષણિક સંસ્થાઓ, રોજગાર ક્ષેત્રે અનામતની જોગવાઇ
(5) શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સના કલ્યાણ માટે સામાજ કલ્યાણ વિભાગ અને નેશનલ કમિશન ફોર વેલ્ફરની સ્થાપના

સરકાર દ્વારા લેવામાં આવેલ આ પગલાઓને કારણે સમાજના નબળા વર્ગોને થોડાઘણાં અંશે રાહત મળી. શહેરી વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં અસર અને કેટલાક અંશે સુધારો દેખાયો. જોકે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ખૂબ જ ભેદભાવ જોવા મળે છે. ભેદભાવનો નાબૂદ કરવાના હેતુને સિદ્ધ કરવા માટે હજુ આપણે લાંબી મજલ કાપવાની છે. હવે તે આપણા પ્રયત્નો અને વલણમાં બદલાવ પર છે કે આપણે કેટલો બદલાવ લાવી શકીએ છીએ અને બધા માટે સમાન બની શકીએ છીએ.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!