Hits: 48
ભારતીય સમાજોમાં બાળલગ્નો સામાન્ય રીતે સામાજિક રીતિરિવાજ તરીકે કરવામાં આવે છે, જેમાં યુવાન બાળક (સામાન્ય રીતે 15 વર્ષની નીચી ઉંમરની છોકરી)ના પુખ્ત વયના પુરુષ સાથે લગ્ન કરવામાં આવે છે. બાળ લગ્નોનો બીજો પ્રકાર એ છે કે જેમાં બે બાળકોના માતાપિતા (છોકરી અને છોકરા)ના ભવિષ્યના લગ્નનું આયોજન કરે છે. આ પ્રકારની વ્યવસ્થામાં છોકરો અને છોકરી જ્યા સુધી લગ્નની ઉંમરના ન થાય ત્યાં સુધી મળતા નથી, અને ત્યારે લગ્નની વિધિ કરવામાં આવે છે. કાયદા પ્રમાણે લગ્નની ઉંમર છોકરા માટે 21 અને છોકરીઓ માટે 18 વર્ષ છે.
જો સાથીઓ લગ્નમાં નાની ઉંમરે જોડાય, તો તે વ્યક્તિ લગ્નને અમાન્ય કરી શકે છે.

બાળ લગ્નોની અસરો:
(1) છોકરીઓ જેમના વહેલા લગ્ન થાય છે તેમને હંમેશા વહેલી ઉંમરે જાતીય સંબંધો અને બાળજન્મને લગતી સમસ્યાઓનુ વધુ જોખમ રહે છે. એચઆઇવી અને ઓબ્સ્ટ્રેટીક ફીશુલાનો પણ સમાવેશ થાય છે.
(2) યુવાન છોકરીઓ જે સત્તા, શક્તિ અને સમજણનો અભાવ ધરાવતી હોય છે તે મોટેભાગે ઘરેલુ હિંસા, જાતીય શોષણ અને સામાજિક એકલતાનો ભોગ બને છે.
(3) વહેલા લગ્નનો કારણે મોટેભાગે મહિલાઓ શિક્ષણ અને યોગ્ય કામથી દૂર રહે છે. જેનાથી તે હંમેશા ગરીબીના વિષચક્રમાં ફસાયેલી રહે છે.
(4) બાળલગ્નો લિગંભેદ, બિમારી અને ગરીબીના વિષચક્રમાં પરિણમે છે.
(5) છોકરીઓ જેમના નાની ઉંમરી લગ્ન થાય છે તે શારીરિક રીતે તૈયાર નથી હોતી, જેના કારણે માતા અને બાળ મૃત્યુ દર વધારે રહે છે.

બાળ લગ્નોના કારણો:
(1) ગરીબી
(2) છોકરીઓમાં શિક્ષણનું નીચુ પ્રમાણ
(3) છોકરીઓનું સમાજમાં નીચુ સ્થાન અને તેમની આર્થિક બોજ તરીકે ગણતરી
(4) સામાજિક રિવાજો અને પરંપરાઓ

બાળ લગ્નો અટકાવવાના પગલા:
સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રયત્નો
(1) બાળલગ્નો વિરોધી કાયદાઓનું ઘડતર
(2) છોકરીઓને ભણતરની પ્રાપ્યતામાં વધારો
(3) હાનિકારક સામાજિક રિવાજોમાં સુધારા
(4) સામુદાયિક કાર્યક્રમોને ટેકો
(5) વિદેશી મદદમાં વધારો
(6) યુવાન મહિલાઓને આર્થિક તકો પુરી પાડવી
(7) બાળલગ્ન થયેલ છોકરીની વિશેષ જરૂરિયાતોને સંબોધવી
(8) એવા કાર્યક્રમોની રચના જેનાથી અસરકારકતાનો ખ્યાલ આવે

સરકાર દ્વારા પગલા:
(1) રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશે બાળલગ્નની પ્રથા નાબૂદ કરવા લગ્નને માન્ય કરવા લગ્નની નોંધણીને કાયદાની રૂએ ફરજિયાત બનાવી છે.
(2) નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર ચિલ્ડ્રન 2005 મુજબ, (ભારત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત) ઉદેશ્ય વર્ષ 2010 સુધીમાં બાળલગ્નોને સંપૂર્ણ નાબૂદ કરવાનો છે.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.