ભારતનું બંધારણ: ભાગ-4: સંરચના

Hits: 351

“અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરી, તેના સમસ્ત નાગરિકો માટે સામાજિક, આર્થિક, અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાન પ્રાપ્તિ માટે, તથા તેમાં નિહિત વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનાર ભ્રાતૃભાવ વિકસાવવાનો નિષ્ઠાપૂર્વકનો સંકલ્પ વ્યક્ત કરી આ બંધારણ સભામાં આજે તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના રોજ અંગીકૃત કરીએ છીએ.”પ્રસ્તાવના એ ભારતીય બંધારણના સૌથી મહત્ત્વપૂર્ણ અંગ પૈકીનું એક છે. તે બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને નિર્ધારિત કરે છે. શરૂઆતમાં પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવામાં માનવામાં આવતો ન હતો તથા તેમાં સંશોધન માટે કોઈ જોગવાઈ રાખવામાં આવેલ ન હતી. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ હોય ત્યાં પ્રસ્તાવનાની મદદ લેવામાં આવે છે. કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્ય (૧૯૭૩) સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવો કે કેમ? તથા તેમાં સંશોધન કરી શકાય કે કેમ? તે વિવાદનો ઉકેલ આવી ગયો છે. ૪૨મા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “બિનસાંપ્રદાયિક” અને “અખંડિત” શબ્દ જોડવામાં આવ્યા છે. પ્રસ્તાવના એ બંધારણને સમજવા તથા તેના સ્પષ્ટીકરણ માટેની અગત્યની ચાવી છે આથી તેને બંધારણની આત્મા પણ કહેવામાં આવે છે. તેની પ્રાથમિક ઉપયોગિતા એ છે કે બંધારણની જોગવાઈઓની અસ્પષ્ટતાની સ્થિતિમાં ન્યાયપાલિકાને માર્ગદર્શક સ્વરૂપે સહાયતા કરે છે.

ભારતના બંધારણ ના ભાગ:

ભાગવિષયઅનુચ્છેદ
ભાગ ૧સંઘ અને તેના પ્રદેશઅનુચ્છેદ ૧-૪
ભાગ ૨નાગરિકતાઅનુચ્છેદ ૫-૧૧
ભાગ ૩મૂળભૂત અધિકારોઅનુચ્છેદ ૧૨-૩૫
ભાગ ૪રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોઅનુચ્છેદ ૩૬-૫૧
ભાગ ૪-એમૂળભૂત કર્તવ્યઅનુચ્છેદ ૫૧ એ
ભાગ ૫સંઘ (યુનિયન)અનુચ્છેદ ૫૨-૧૫૧
ભાગ ૬રાજ્યઅનુચ્છેદ ૧૫૨-૨૩૭
ભાગ ૭પ્રથમ સૂચિના ભાગ ખ ના રાજ્યોઅનુચ્છેદ ૨૩૮
ભાગ ૮કેન્દ્રશાસિત પ્રદેશોઅનુચ્છેદ ૨૩૯-૨૪૨
ભાગ ૯પંચાયતોઅનુચ્છેદ ૨૪૩ ( ક થી ણ સુધી)
ભાગ ૯-એનગરપાલિકાઓઅનુચ્છેદ ૨૪૩ ( ત થી છ સુધી)
ભાગ ૯-બીસહકારી મંડળીઓઅનુચ્છેદ ૨૪
ભાગ ૧૦અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્રઅનુચ્છેદ ૨૪૪-૨૪૪ એ
ભાગ ૧૧કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંબંધઅનુચ્છેદ ૨૪૫-૨૬૩
ભાગ ૧૨નાણા, સંપત્તિ, અને વાદ-વિવાદઅનુચ્છેદ ૨૬૪-૩૦૦
ભાગ ૧૩ભારતના પ્રદેશમાં વેપાર અને વાણિજ્યઅનુચ્છેદ ૩૦૧-૩૦૭
ભાગ ૧૪કેન્દ્ર તથા રાજ્યો હસ્તક સેવાઓઅનુચ્છેદ ૩૦૮-૩૨૩
ભાગ ૧૪-એટ્રિબ્યુનલ્સઅનુચ્છેદ
ભાગ ૧૫ચૂંટણી (નિર્વાચન)અનુચ્છેદ ૩૨૪-૩૨૯
ભાગ ૧૬ચોક્કસ વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓઅનુચ્છેદ ૩૩૦-૩૪૨
ભાગ ૧૭ભાષાઓઅનુચ્છેદ ૩૪૩-૩૫૧
ભાગ ૧૮કટોકટીની જોગવાઈઓઅનુચ્છેદ ૩૫૨-૩૬૦
ભાગ ૧૯પરચૂરણઅનુચ્છેદ ૩૬૧-૩૬૭
ભાગ ૨૦બંધારણ સંશોધનઅનુચ્છેદ ૩૬૮
ભાગ ૨૧કામચલાઉ, સંક્રમણકાલીન અને ખાસ જોગવાઈઓઅનુચ્છેદ ૩૬૯-૩૯૨
ભાગ ૨૨સંક્ષિપ્ત નામ, પ્રારંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને પુનરાવર્તનોઅનુચ્છેદ ૩૯૩-૩૯૫

આ પણ વાંચો: ભારત નું બંધારણ : ભાગ – 1 : પરિચય
આ પણ વાંચો: ભારત નું બંધારણ : ભાગ – 2 : પૃષ્ઠભૂમિ
આ પણ વાંચો: ભારત નું બંધારણ : ભાગ – 3 : બંધારણ સભા


ભારતના બંધારણ ની અનુસૂચિ:

અનુસૂચિવિષય
પ્રથમ અનુસૂચિરાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન
દ્વિતીય અનુસૂચિ
ભાગ-કરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સંબંધિત ઉપબંધ
ભાગ-ખરદ્દ
ભાગ-ગલોકસભા તથા વિધાનસભાઓના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, રાજ્યસભા તથા વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિના વેતન-ભથ્થા
ભાગ-ઘઉચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશો સંબંધિત ઉપબંધ
ભાગ-ઙભારતના નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક સંબંધિત ઉપબંધ
તૃતીય અનુસૂચિરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભાના મંત્રીઓ, ન્યાયાધીશો વગેરેના શપથનુ પ્રારૂપ
ચોથી અનુસૂચિરાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દીઠ રાજ્ય સભા (સંસદના ઉપલા ગૃહ) માં બેઠકોની ફાળવણી
પાંચમી અનુસૂચિઅનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિઓના પ્રશાઅસન અને નિયંત્રણ સંબંધિત ઉપબંધ.
છઠ્ઠી અનુસૂચિઆસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોના વહીવટ(પ્રશાસન) સંબંધિત ઉપબંધ
સાતમી અનુસૂચિસંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સહવર્તી સૂચિ
આઠમી અનુસૂચિઅધિકૃત ભાષાઓ
નવમી અનુસૂચિચોક્કસ કાયદાઓ અને નિયમો
દસમી અનુસૂચિસંસદસભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો માટે “પક્ષપલટા વિરોધી” જોગવાઈઓ
અગિયારમી અનુસૂચિપંચાયતી રાજ (ગ્રામીણ સ્થાનિક સરકાર) – શક્તિઓ, અધિકાર અને ફરજો
બારમી અનુસૂચિનગરપાલિકાઓ (શહેરી સ્થાનિક સરકાર) – શક્તિઓ, અધિકાર અને ફરજો

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!