માનસિક ત્રાસની વ્યાખ્યા

Hits: 68

ઘણા કિસ્સાઓમાં ૪૯૮-એ ની કલમ તમારા વિરુદ્ધ નોંધાય ત્યારે તેમાં માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ થયો હોય છે. માનસિક હેરાનગતી ની વાત આવે એટલે પોલીસ તમારી ઘરપકડ કરવા દોડી આવે. હકીકતમાં માત્ર કહેવા ખાતર માનસિક ત્રાસ એવું કહી શકાય નહીં. માનસિક ત્રાસ માટે ઘણા બધા ચુકાદા છે.

થોડા જ સમય પહેલા માનસિક ત્રાસના આધાર પર છુટાછેડા ની અરજ વિશે સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ કે (સમર ધોષ vs. જયા ધોષ તા. ૨૬/૦૩/૨૦૦૭): “લગ્નજીવન માં સુમેળતા નથી અને છુટાછેડા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી, આ વાત ને ખરી સાબીત કરવા માટે ઝધડા કે ખરાબ વર્તન કયારેક નહીં પણ વારંવાર થતા હોય અને લાંબા સમય સુધી ચાલતા હોય તે જરૂરી છે.”

માનસિક હેરાનગતી મનની એક સ્થિતિ છે. લાંબા સમય સુધી જીવનસાથી તરફથી તથા ખરાબ વ્યવહારના કારણે મનની ઉદાસી, વેદના અને હતાશાનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિને માનસિક હેરાનગતી કહી શકાય. લાંબા સમય સુધી હિંસા, શોષણ કે અપમાન કરવું જેના કારણે બીજાને શારીરિક કે માનસિક તકલીફ થઈ શકે તેને “માનસિક ત્રાસ” નું નામ આપી શકાય છે”.

પહેલાનાં નિર્ણયનાં સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ ના એક ચુકાદામાં એમ જણાવાયું હતુ કેઃ (જીવીએન કામેશ્વરા રાખો vs. જી.જબીલી (૨૦૦૨) ૨ એસસીસી ૨૯૬).

“ધોરણ ૧૩(૧) (આઈ-અ) પ્રમાણે માનસિક ત્રાસની વ્યાખ્યા એવી છે કે કોઇકની સાથે એટલું ખરાબ વર્તન કરવું કે તે વ્યકિત માટે તમારી સાથે એક છત નીચે રહેવું અસહ્ય થઇ જાય. ખુબ માનસિક ત્રાસથી પિડાતું વ્યકિત પોતાના જીવન સાથી સાથે રહેવાની કોઇ હાલતમાં રહેતું નથી. પિડીત વ્યકિત ને માનસિક ત્રાસનાં આરોપી સાથે એક ઘરમાં રહેવાની જોર જબરજસ્તી કરી શકાય નહીં. અરજ કરનારના સ્વાથ્ય પર ત્રાસની ખરાબ અસર થાય છે. તેવું સાબીત કરવાની જરૂરત પડતી નથી. કોઈ પણ ચુકાદો આપતા પહેલા બંને પક્ષની અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમકે આર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તર, જોડે રહે છે કે જુદા રહે છે અને બીજા બધાજ લાગતા વળગતા પરિબળો અને શકયતાઓ. એક વ્યકિતનું ભોજન બીજા માટે ઝેર નીવડી શકે છે. આજ રીતે એક વ્યકિત માટે માનસિક ત્રાસ બીજા માટે સામાન્ય વાત હોઈ શકે છે. તેથી દરેક સંજોગ, પરિસ્થિતી અને સંદર્ભને ધ્યાનમાં રાખવા જરૂરી છે. માનસિક ત્રાસનું સર્વસામાન્ય નિરૂપણ આપી શકાય નહીં.”

આ ચુકાદાનો ઉલ્લેખ મેં અહીંયા ખાસ એટલા માટે કર્યો છે કારણકે “માનસિક ત્રાસ” નું નામ પડતાજ પોલીસ તમને પકડવા દોડી આવે છે. લોકો માનસિક ત્રાસના આધાર પર છુટાછેડા લેવા સુપ્રિમ કોર્ટ સુધી દોડી જાય છે. ઘણા વ્યાજબી કિસ્સામાં ખરેખર માનસિક ત્રાસની ઘટનાઓ વારંવાર બનવા છતાં પણ છુટાછેડા મળતા નથી. કશો પણ વિચાર કર્યા વગર ખોટી ફરિયાદ હોય તો પણ પોલીસ ઘરપકડ કરવાની હલચલ કરવા માંડે છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!