Hits: 269
પાનકાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ તેમજ ડીગ્રી સર્ટીફીકેટ સહિતના દસ્તાવેજ તમે કેવી રીતે સાચવો છો ? તેમને એક ફોલ્ડરમાં સાચવીને રાખવા પડે છે. કોઇ એજન્સીમાં તે આપવાની જરુર પડે ત્યારે આ દસ્તાવેજો આપણે આપતા હોઇએ છીએ. પરંતુ અગત્યના આ દસ્તાવેજોનો આટલો મોટો જથ્થો માત્ર જે તે વ્યક્તિ માટેજ નહીં પરંતુ એજન્સીઝ માટે પણ સાચવવો એક અઘરુ કાર્ય છે. તે સિવાય તેની ખરાઇ કરવી તે પણ એક મોટી સમસ્યા છે. અને જો આગ કે વરસાદના બનાવોમાં આ પ્રકારના આધાર નષ્ટ થઇ જાય તો તેની સુરક્ષા પર પણ સવાલ ઉભા થાય.
આ પ્રકારની સમસ્યાઓનો નિવેડો લાવવા માટે ભારત સરકારે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તેનું નામ છે- ડીજીટલ લોકર. તેને ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય હસ્તકના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. તેનું બેટા વર્ઝન 10 ફેબ્રુઆરી 2015ના રીલીઝ કરવામાં આવ્યુ છે જ્યારે રાષ્ટ્રીય રીતે તેને 1 જુલાઇ, 2015ના વડાપ્રધાનના હસ્તે લોન્ચ કરવામાં આવશે.
શું છે ડીજીટલ લોકર ?
ડીજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ ઉપક્રમ શરુ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ભૌતિક રીતે દસ્તાવેજો દૂર કરી તેને ઇલેક્ટ્રોનીક રીતે સાચવીને રાખવાનો છે. આ દસ્તાવેજો દરેક સરકારી કચેરીઓમાં શેર થઇ શકશે. ડીજીટલ લોકરમાં દરેક નાગરિકને વ્યક્તિગત સ્ટોર કરવા માટે સ્પેસ મળશે. જેમાં ક્લાઉડ સ્પેસને તે વ્યક્તિના આધાર કાર્ડ નંબર સાથે જોડવામાં આવશે. આ રીતે ડીજીટલ લોકર સાથે જોડાયેલી સરકારી સંસ્થાઓ જે તે વ્યક્તિને ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં સર્ટીફીકેટ આપી શકશે. જે તે વ્યક્તિ પણ ડીજીટલ લોકરમાં સ્કેન કરેલી કોપી અપલોડ કરી શકે છે. તેઓ ઇ સાઇન સુવિધાની મદદથી આ દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરી શકશે. તે સિવાય તમે તમારા દસ્તાવેજો આ સેવા સાથે જોડાયેલી સરકારી સંસ્થાઓ સાથે શેર પણ કરી શકો છો.
ડીજીટલ લોકરના મુખ્ય ફાયદા કયા ?
ડીજીટલ લોકર સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજો માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ છે. આધાર દ્વારા તે ડોક્યુમેન્ટની ખરાઇ પણ યોગ્ય રીતે થઇ શકશે સરકારી કચેરીઓમાં પેપર વર્ક ઓછુ થવાથી ભારણ ઘટશે. દસ્તાવેજો ગમે ત્યારે ગમે તે જગ્યાએ મળી શકશે જેનાથી સરળતા રહેશે.
ડિજિટલ લોકર ની એપ્લિકેશન તમે તમારા એનરોઇડ ધરાવતા ફોન, ટેબ્લેટ કે આઈફોન માં ડાઉનલોડ કરી શકો છો. અને તેમાં તમે એકાઉન્ટ બનાવી કે એકાઉન્ટ બનાવેલ હોય તો ડોક્યુમેન્ટ અપલોડ કરી ને તેનો લાભ લઇ શકો છો.
ડિજિટલ લોકર માં એકાઉન્ટ કેવી રીતે બનાવવું ?
ડિજિટલ લોકર માં એકાઉન્ટ બનાવવું ખુબ સરળ છે. ડિજિટલ લોકર માં એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારા મોબાઈલ માં ક્યાંતો એપ્લિકેશન મારફતે અથવા તમારા કોમ્પ્યુટર માં વેબસાઈટ મારફતે એકાઉન્ટ બનાવી ને ઉપયોગ માં લઇ શકો છો. અહીં સ્ટેપ બાય સ્ટેપ એકાઉન્ટ બનાવવાની રીતે તમને જાવવાવામાં આવી છે.
ડિજિલોકર માં એકાઉન્ટ બનાવવા માટે નીચે મુજબ ના સ્ટેપ થી એકાઉન્ટ ઓપન કરી શકશો:
Step:1: ડિજિલોકર માં એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તેની વેબસાઈટ https://digilocker.gov.in/ પર જાઓ અથવા તો તેની મોબાઈલ માં એપ્લિકેશન સ્ટોર માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ વેબસાઈટ પર જવાથી નીચે મુજબ નું વિન્ડો ઓપન થશે.

Step:2: ડિજિલોકર ની વેબસાઈટ https://digilocker.gov.in/ માં Sign Up સાઈન અપ પર જવાથી નીચે મુજબ ની વિન્ડો ઓપન થશે. જે વિન્ડો માં તમારું આધાર કાર્ડ નાખી ને તમે એકાઉન્ટ ઓપન કરવા ની પ્રોસેસ કરી શકો છો.

Step:3: જો તમે આધાર કાર્ડ થી એકાઉન્ટ ઓપન કરવા ન માંગતા હોય તો તમે તમારા મોબાઈલ નંબર થી પણ ડિજિલોકર નુ એકાઉન્ટ ઓપન કરી શકો છો. તે માટે સ્ટેપ નંબર 2 માં ખુલેલી વિન્ડો માં આધાર નંબર નાખવાની વિન્ડો ની નીચે આપેલ Don’t want to use Aadhar? પર ક્લિક કરશો તો નીચે મુજબ ની વિન્ડો ઓપન થશે. જેમાં તમે તમારો મોબાઈલ નંબર નાખી ને તમારું એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ આગળ વધારી શકો છો. મોબાઈલ નંબર નાખ્યા બાદ Next બટન પર ક્લિક કરો.

Step:4: Next બટન પર ક્લિક કરતા નીચે મુજબ ની વિન્ડો ઓપન થશે. જેમાં તમે તમારો આધારકાર્ડ નંબર, પૂરું નામ, જન્મ તારીખ, ઈ-મેઈલ એડ્રેસ નાખી ને સબમિટ બટન પર ક્લિક કરો.

Step:5: તમે જેવું Submit બટન પર ક્લિક કરશો કે તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે અને તેનું Dashbord ડેશબોર્ડ ખુલી જશે.
ડેશબોર્ડ માં તમે ઈસ્યુડ ડોક્યુમેન્ટ, અપલોડ ડોક્યુમેન્ટ અને શેરડ ડોક્યુમેન્ટ જેવા ઓપશન દેખાશે.

Step:6:
જો તમે સર્ટિફિકેટ, મહત્વના ડોક્યુમેન્ટ કે પોલિસી, પીયુસી જેવા ડોક્યુમેન્ટ ડિજિલોકર માં અપલોડ કરવા માંગતા હોય તો તમે “અપલોડ ડોક્યુમેન્ટ” માં જઈ ને તમે તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. વળી આ અપલોડ ડોક્યુમેન્ટ ની વિન્ડો માં તમારા અલગ અલગ ફોલ્ડર પણ બનાવી શકો છો.
નીચે આપેલ ઇમેજ માં તમે જોઈ શકો છો કે, અહીં Documents અને My Certificate નામના બે ફોલ્ડર મેં બનાવેલ છે.

Step:7: ડ્રાંઈવિંગ લાયસન્સ, મોટરબાઈક કે કાર ની આરસી બુક, પાનકાર્ડ જેવી વિગતો તમે સીધી ગવર્મેન્ટ વેબસાઈટ પરથી ડીજીલોકર ના એકાઉન્ટ સાથે સીધી લિંક કરી શકો છો. ગવર્મેન્ટ ની આવી ઘણીબધી ઓનલાઇન સર્વિસ ને તમે તમારા ડિજિલોકર સાથે કનેક્ટ કરી શકો છો.

જો આપ ડીજી લોકર સાથે ગવર્મેન્ટ ના ડોક્યુમેન્ટ લિંક કરવા માંગતા હોય તો તમેં સેન્ટ્રલ ગવર્મેન્ટ ના 15 વિભાગો, અલગ અલગ 36 રાજ્ય સરકારો, એજ્યુકેશન ને લગતી 38 યુનિવર્સીટીઓ, ઈન્સ્યુરન્સ અને બેન્કિંગ ને લગતી 18 કંપનીઓ સાથે તમે તમારા ડોક્યુમેન્ટ સીધા લિંક કરી શકો છો.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.