જમીન મહેસુલ કાયદો 1879 ની કલમ 203 હેઠળની વિવાદ અરજી કલેક્ટર કચેરીમાં કઈ કરવી?

Hits: 840

જમીન મહેસુલ અધિનિયમમાં અથવા તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદામાં વિરુધ્ધની કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોય તો આ અધિનિયમ અથવા તે સમયમાં અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદા મુજબ મહેસુલી અધિકારીએ કરેલા નિર્ણય અથવા હુકમ સામેની દાખલ થયેલ અપીલ / વિવાદ અરજી સંભાળવાની કાર્યવાહી કરવામાં આવે છે.

સદર વિવાદ અરજી તાબાના અધિકારી એટલે કે પ્રાંત અધિકારી/નાયબ કલેકટર કક્ષાના મહેસુલી અધિકારીએ કરેલ નિર્ણય અથવા હુકમ સામેની અપીલ સ્વીકારવામાં આવે છે.

આવી અપીલ અરજીના સ્વરૂમાં હોવી જોઈએ. અને તે ટૂંકી સમજી શકાય તેવી અને વિવેકી ભાષામાં લખાયેલ હોવી જોઈએ.અપીલ અરજીની નીચે અપીલ કરનાર અથવા તેના અધિકૃત માણસની સહી હોવી જોઈએ. તેમજ અપીલ અરજીમાં નીચેની બાબતો ખાસ હોવી જોઈએ

  • અરજદારનું પૂરેપૂરું નામ
  • તેના પિતાનું નામ
  • ધંધો
  • રહેઠાણનું સ્થળ અથવા પત્ર વ્યવહારનું સંપૂર્ણ સરનામું
  • જે મુદ્દા પરત્વે અપીલ હોય તે સાચા અતિશયોકતી કાર્ય વગર લખાયેલા હોવા જોઈએ.
  • તાબાના અધિકારના કયા નિર્ણય / હુકમ કે ઠરાવ સામે અપીલ કરવામાં આવે છે? તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ અપીલ અરજીની સાથે સંબંધિત ઠરાવ / હુકમની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અપીલ અરજી નીચેની કોર્ટના ઠરાવની પ્રમાણીત નકલ તેમજ વકીલાત પત્ર (જો હોય તો) પર કોર્ટ ફી અધિનિયમ હેઠળ નિયત કરેલ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.
  • અપીલ / વિવાદ અરજી જો અધિકૃત ઇસમ કે કુલમુખત્યાર ધ્વારા કરવામાં આવેલ હોય તો અધિકૃત કાર્ય બદલના કે કુલમુખત્યાર નામની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.

અપીલ / વિવાદ અરજી તાબાના અધિકારીએ કરેલ નિર્ણય / હુકમની 60 દિવસની સમર્યાદામાં દાખલ કરવાની રહેશે.

જો સમય વીત્ય બાદ કરવામાં આવે તો મુદ્ત અધિનિયમની જોગવાઈઓ ધ્યાને લઇ થયેલ વિલંબ માફ કરવા અંગેની ડીલેકોન્ડોન કરવા માટેની અરજી સંતોષકારક કારણો સહીત અલગથી કરી વિવાદ અરજી સાથે સામેલ કરવાની રહેશે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!