Hits: 690
રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ની લાંબા સમય સુધી રેવન્યુ રેકર્ડ પર નોંધ પાડવાની રહી જવાથી મૂળ માલિક ને તેવી જમીન પ્રત્યે કોઈ હક, અધિકાર પ્રાપ્ત થતા નથી.
જયારે જમીન મિલકત અંગે કોઈ વ્યક્તિ ની તરફેણ માં રજીસ્ટર્ડ તબદીલી નો દસ્તાવેજ થાય છે અને રજીસ્ટર્ડ દસ્તાવેજ થઇ ગયા બાદ આ વેચાણ વ્યવહાર ની નોંધ ગામ ના રેવન્યુ રેકર્ડ માં કરાવવા માં આવતી હોય છે. જેમાં જમીન/મિલકત ના માલિક નું વેચાણ આપનાર નું નામ કમી કરવામાં આવે છે અને જમીન/મિલ્કત ખરીદનાર નું નામ માલિક તરીકે દાખલ કરવા માં આવે છે.
હાલ ના સમય માં જમીન/મિલ્કત ની કિંમત ખુબ જ વધી ગઈ છે. અને તેના કારણે જમીન / મિલ્કતો અંગે હક બાબતે ના દાવાદૂવી ના પ્રકરણો અને કરારો ખુબ જ વધવા પામેલ છે. અને જયારે કોઈ જમીન/મિલ્કત અંગે રજીસ્ટર્ડ તબદિલીના લેખો થઇ ગયેલ હોય, પરંતુ તેવા તબદીલી ના લેખો ની નોંધ રેવન્યુ રેકર્ડ માં દાખલ કરવાની રહી ગઈ હોય તેના કારણે તેવી મિલ્કત ના તબદીલ કરનાર યાને મૂળ માલિક નું નામ રેવન્યુ રેકર્ડ 7/12 માં કમી થયેલ ન હોય અને મૂળ જમીન/મિલ્કત માલિકો ના નામ ચાલુ રહેલ હોય ઘણી વાર વેચાણ આપનાર આવી વેચાણ કરી દીધેલ જમીન/મિલ્કત નો ફરી વ્યવહાર વ્યવસ્થા કરતા હોય છે. અથવા ત્યાર બાદ તેવી મિલ્કત તબદીલ કરનાર યાને મૂળ માલિક નું અવસાન થવાથી તેઓના વારસદારો રેવન્યુ રેકર્ડ માં વારસાઈ કરાવી પોતાના નામો દાખલ કરાવતા હોય છે.

આવી વારસાઈ ના આધારે પડેલ રેવન્યુ રેકર્ડ ની નોંધણી દાખલ થયેલ વારસદારો આવી વેચાણ કરી દીધેલી જમીન નો ફરી વહેવાર, વ્યવસ્થા, વેચાણ કે તબદીલ કરાવતા હોય છે. અને આવા કિસ્સા માં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે ખરીદનારા અને વારસાઈ આધારે નામ દાખલ થનારા ઈસમો વચ્ચે તકરાર અને દાવાદૂવી ઉભા થાય છે.
એક વાર કોઈ જમીન મિલ્કત ના મૂળ માલિક દ્વારા પોતાના હક ની રજીસ્ટર્ડ દસ્તાવેજ દ્વારા તબદીલી કરવામાં આવે છે ત્યાર બાદ તેવા મૂળ માલિક ના યા તેના વારસદારો ના તેવી મિલ્કત પરના તમામ હકો નો અંત આવે છે. જમીન મહેસુલ કાયદાની કલમ 135(સી) ના પરંતુક (2) યાને અપવાદ મુજબ, રજીસ્ટર્ડ દસ્તાવેજ ની રૂએ હક સંપાદન નો રિપોર્ટ કરવાની ફરજ માંથી મુક્તિ છે. એટલે કે રેવન્યુ રેકર્ડ માં રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ ના ગામ નમૂના નંબર 6 નીચેના ફકરા 31 પ્રમાણે રજિસ્ટ્રાર પાસેથી મામલાતદાર દ્વારા દર માસે મળેલ રજીસ્ટર દસ્તાવેજ ની યાદી ને જ એન્ટ્રી પાડવાની વર્ધી ગણી ને તલાટીએ એન્ટ્રી પાડવાની રહે છે. જોકે જાહેર નોટિસ ની પ્રસિદ્ધિ અને વ્યક્તિગત નોટિસો ની બજવણી વગેરે કાર્યવાહી તો ધોરણસર કરવાની જ હોય છે.

કોઈ જમીન/મિલ્કત વેચનાર મૂળ માલિક દવારા રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયા બાદ તેવા તબદીલી ની નોંધ કરવાની ફરજ રેવન્યુ યાને મહેસુલ અધિકારીઓ ની જ હોય છે. એક વાર કોઈ જમીન/મિલ્કત ના મૂળ માલિક દ્વારા પોતાના હક ની રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દવારા તબદીલી કરવા માં આવે ત્યાર બાદ મૂળ માલિક ના યા તેના વારસદારો ના તેવી મિલ્કત પર ના તમામ હક નો અંત આવે છે.
આવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ ના “ડાહ્યાભાઈ છીતુભાઇ રાઠોડ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત” ના સ્પેશ્યલ સિવિલ કેસ નંબર 8618/2011 તારીખ 28-02-2020 ના રોજ ના હુકમ થી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.