શું તમે જાણો છો? વારસાઈ, હક્ક દાખલ-કમી કે વહેંચણીમાં હવે સ્ટેમ્પ ડયૂટી નહીં ભરવી પડે…..

Hits: 2586

કૌટુંબિક હસ્તાંતરણમાં સીધી લિટીના વારસદારોને સૌથી મોટી રાહત જમીન- મિલકતના ધારણકર્તાની હયાતી કે અવસાન બાદ કૌટુંબીક સંબધોમાં થતા આંતરિક હસ્તાતંરણોમાં હવેથી કોઈપણ કલેક્ટર વેચાણને સમાંતર સ્ટેમ્પ ડયૂટી વસૂલાતનો આગ્રહ રાખી શકશે નહી. વારસાઈ, હક્ક દાખલ કરાવવા અને કમી કરાવવાથી લઈને પરીવારના સભ્યો વચ્ચે આંતરિક વહેંચણીના પ્રસંગે અસ્પષ્ટતાઓને દૂર કરી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રૂ. 150 કરોડથી વધુની સ્ટેમ્પ ડયૂટીની આવક જતી કરીને આ નિર્ણય કર્યો હતો.

આવા તમામ પ્રસંગે થતી જમીન મિલકતના હસ્તાંતરણો રૂ. 100/- કે રૂ. 500/- ના સ્ટેમ્પ ઉપરના લખાણને આધારે રજિસ્ટ્રેશન થઈ શકશે. નોંધ પડી શકશે. વિધાનસભામાં મહેસૂલ વિભાગના તે સમય ના પ્રભારી મંત્રી નીતિન પટેલે આ નિર્ણયની જાહેરાતની સાથે જ તમામ કલેક્ટરોને તત્કાળ અસરથી રાજ્યભરમાં એકસમાન પધ્ધતિથી અમલની સુચના આપી હતી. તેમણે કહ્યુ કે, “ખેડૂતના ખેતીની જમીન પરના હક્કને સુરક્ષિત કરવા આ નિર્ણય કર્યો છે. વડિલો ર્પાિજત કે પૈતૃક સંપતિઓના ધારણકર્તાની હયાતીમાં કૌૈટુંબિક હસ્તાતંરણમાં તો સ્ટેમ્પ ડયૂટી માંથી મુક્તિ મળશે પણ ધારણકર્તાના અવસાન બાદ પણ પાંચ વર્ષ દરમિયાન પણ તેનો લાભ મળશે.”કૌટુંબિક હસ્તાંતરણ માટેના મહેસૂલી સુધારાની સમજણ:

વારસાઈ વ્યવહાર એક જ ખાતેદાર હોય તો ? અત્યારે વારસાઈ હક્કમાં ખાતેદારના અવસાન બાદ વારસદારો વચ્ચે બિન-અવેજ અદલા-બદલીમાં સ્ટેમ્પ ડયૂટી વસૂલાય છે હવેથી પિતાના અવસાનના પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 100/- ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાથી વારસાઈ હક્ક મળશે.

1. સંયુક્ત નામે હોય તો ?

સંયુક્ત નામની જમીન વહેંચણી લેખ માટે 10 કરોડની જમીન માટે 0.25 ટકા અને તેથી વધુ હોય તો 0.50 ટકા સ્ટેમ્પડયૂટી વસૂલાતી હતી.

હવેથી જંત્રી પ્રમાણે એક લાખની કિંમતની જમીન માટે રૂ. 100/- ના સ્ટેમ્પ અને તેથી વધુની જમીન માટે રૂ. 500/- ના સ્ટેમ્પને આધારે લેખ થઈ શકશે.

2. હયાતીમાં હક્ક દાખલ

અત્યારે ખાતેદારની હયાતીમાં હક દાખલ કર્યા બાદ સીધી લીટીના વારસદારો વચ્ચે બિન અવેજ વહેંચણી માટે સ્ટેમ્પડયૂટીની વસૂલાત થાય છે.

હવેથી માત્ર રૂ. 100/- ની સ્ટેમ્પડયૂટી ભરીને સોંગદનામું વહેંચણી સાથેનો હક્ક દાખલ થશે.

3. હક દાખલ કરી જતો કરવો

અત્યારે (1) વડિલો ર્પાિજત વારસાગત જમીનમા હયાતીમાં હક્ક દાખલ કર્યો હોય અને તેમાંથી બિનઅવેજ સાથે સીધી લીટીના વારસાદારોની તરફેણમાં હક્ક જતો કરવા કોઈ જોગવાઈ નથી. જ્યારે (2) સ્વપાર્જીતમાં આવા હસ્તાંતરણમાં સ્ટેમ્પડયૂટી વસૂલાય છે.

હવેથી આ બંનેમાં સીધી લીટીના વારસદારોની તરફેણમાં હક્ક જતો કરવા રૂ.૧૦૦ની સ્ટેમ્પડયૂટી ભરીને સોગંદનામુ કરવાનુ રહશે.કલેક્ટરો માટે સ્પષ્ટતા

1. અત્યારે પિતા કે માતાના મૃત્યુ પછી વારસાઈ દાખલ કે કૌટુંબિક વહેંચણીમાં અલગ અલગ પધ્ધતિઓનો અમલ કલેક્ટરો કરે છે.

હવેથી રૂ.100/- ના સ્ટેમ્પ ઉપર સોગદનામું કરવાથી વારસાઈ દાખલ થશે. પહેલીવખત માત્ર પુત્ર, પુત્રી, પત્ની વચ્ચે જ વહેંચણી થશે.

2. અત્યારે (1) ખેતીની જમીન ધારણકર્તાની હયાતી, તેના સીધી લીટીના વારસદારોને સહ હિસ્સેદાર તરીકે બિનઅવેજ દાખલ કરવા અને (2) મિલકત ધારણકર્તાનું અવસાન થતા અન્ય અરસપરસ બિનઅવેજ મિલકતના અન્ય વારસદારની તરફેણમાં જતો કરવાનો ફારગતી લેખ, રિલીઝના લેખ માટે કલેક્ટરો જૂદી જૂદી પધ્ધતિ અપનાવે છે.

હવેથી આવા તમામ પ્રસંગોએ માત્ર રૂ. 100/- ની સ્ટેમ્પડયૂટી ભરીને સહહિસ્સેદાર, ફારગતી કે રિલિઝ લેખ થઈ શકશે. કલેક્ટરોએ રેકર્ડ, પુરવા મેળવી, ચકાસણી કરીને હકપત્રકમાં ફેરફાર નોંધો કરવાની રહશે. 

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

3 thoughts on “શું તમે જાણો છો? વારસાઈ, હક્ક દાખલ-કમી કે વહેંચણીમાં હવે સ્ટેમ્પ ડયૂટી નહીં ભરવી પડે…..

  1. વડીલો પારજીત વારસાગત સહિયારી જમીન માં ત્રણ પુત્રો ને ખાતેદાર બનાવ્યા. (આશરે ૧૫ વર્ષ પહેલા) .ત્યાર બાદ આ ત્રણ પુત્રોએ પોતાના પત્ની સંતાનોને પોતાની હયાતી માં વારસાગત ખેતીની જમીનમાં સહભાગીદાર બનાવવા હોય તો બાકીના બંને ભાઈઑ (ત્રણ ભાઈ ઑ પૈકી બાકીના બે) પાસેથી “ના વાંધા પ્રમાણપત્ર” લેવું પડે કે નહીં????

    1. “નાવાંધા પ્રમાણપત્ર” લેવા ની જરૂર નથી, પરંતુ જયારે તમે હયાતી માં વારસાઈ દાખલ કરવા માટેની અરજી કરો ત્યારબાદ ગામ નમૂના નંબર 7 માં જેટલા લોકો ના નામો નોંધાયેલ હોય તેને એક નોટિસ ઈ-ધારા કેન્દ્ર તરફથી જશે, અને જો કોઈ વાંધો નહિ લે તો વારસાઈ ની એન્ટ્રી પ્રમાણિત કરી આપવામાં આવશે.

  2. 135 ડી ની નોટીસ જેને પ્રેમ કર્યો હોય એને જ આપી છે બાકીના ને કોઈ હતી નોટિસ આપી નથી અને સંમતિ કરાર ઉપર સહી કરવાનું કહે છે તો સંમતિ કરાર કેટલા દિવસ માં સહી કરીને આપવો પડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!