તમારા ગામ ના કામો માં થયેલ ખર્ચ જાણો ફક્ત એક મિનિટ માં હવે સરપંચ નહિ કરી શકે ગોલમાલ

Hits: 862

આજે અમે આપને એક એવી સરકારી વેબસાઇટ (gov.in) ની લિન્ક બતાવવા જઈરહ્યા છીએ જેનો ઉપયોગ કરી આપ આપના ગામ, આપની શેરી અને આપણાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકો છે. ભારત સરકારે આપણા ગામના નિર્માણ કાર્યો માટે કેટલા પૈસા આપ્યા છે.

જો આપને કોઈ અનિયમિતતા લાગે તો આપ તેની ફરિયાદ જનસુવિધા કેન્દ્રમાં સીધી કરી શકો છો:

સ્ટેપ 1. સર્વપ્રથમ નીચે આપેલી લિન્ક પર કોપી કરી ને બીજા બ્રાઉઝર માં ખોલો.

http://www.planningonline.gov.in/ReportData.do?ReportMethod=getAnnualPlanReport
Click Hear

સ્ટેપ 2. આપ આપની સુવિધા અનુસાર ભાષા પસંદ કરી શકો છો. અત્યારે અહિયાં અંગ્રેજી,હિન્દી અને પંજાબી ના ઓપ્શન છે.

સ્ટેપ 3. અહી આપ આપની યોજના વર્ષ અને આપના રાજ્ય નું નામ પસંદ કરી GET REPORT પર ક્લિક કરો. એ પછી આપને યોજનાના એકમ વિષે પૂછશે દા.ત.આપે જાણવું હોય કે આ વર્ષે આપના ગામ માટે સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યાં તો આપ GRAM PANCHYAT નું ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 4. ત્યારબાદ આપને પૂછવામાં આવશે કે આપ કયા જિલ્લાની પંચાયતમાં રહો છો ત્યારે આપ આપના જિલ્લાનું નામ પસંદ કરો.

સ્ટેપ 5. જિલ્લા પંચાયત પસંદ કર્યા બાદ આપ જિલ્લા પંચાયત અથવા બ્લોકનું નામ પસંદ કરો. દા.ત. મારે એ જોવું છે કે 2017-2018માં મારા ગામની કઈ મદદ માટે સરકારે કેટલા પૈસા આપ્યા.

સ્ટેપ 6. જિલ્લા પંચાયત બાદ આપને ગ્રામ પંચાયતનું નામ પૂછવામાં આવશે. ત્યારબાદ આપ GET REPORT પર ક્લિક કરો.

અહિ આપની સામે આપનું ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી કેટલા પૈસા આવ્યાં છે અને આપના સરપંચ, આપના બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. અને સરકાર પાસે થી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો. જો આપને એવો કોઈ ડેટા મળે જે આપને સાચો નથી લાગતો તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. જ્યાં કહેવાય છે કે આપની ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

હવે આપણે જાગૃત થવાની જરૂર છે. બધી માહિતી સરકારે ઓનલાઇન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. બસ આપણે તેને જાણવાની જરૂર છે. જો દરેક ગામના ફક્ત 2-3 યુવાનો આ માહિતી તેમના ગામના લોકોને જણાવે તો સમજો 50 % ભ્રષ્ટાચાર તો એમજ ઓછો થઈ જશે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!