Hits: 38
અમુક કિસ્સામાં આરોપીને એફઆઇઆરની કોપી મળતી નથી. ખરી વાત તો એ છે કે એફઆઇઆર એક પબ્લિક દસ્તાવેજ છે. નીચે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાનું અવતરણ છે. (જયંતીભાઈ લાલુભાઈ પટેલ સામે ગુજરાત રાજય ન્યાયાધીશ બી.સી.પટેલ, તાઃ ૧૩/૦૩/૧૯)
“આરોપી સામે જયારે પણ એફ આઈ આર નોંધવામાં આવે છે ત્યારે તેની એક કોપી કોર્ટને પણ સોંપવામાં આવે છે. અમુક કાનુની શરતો અને ધોરણો ધ્યાનમાં રાખીએ તો એફઆઇઆર એક પબ્લિક દસ્તાવેજ બની જાય છે, જેમકે…
(૧) ભારતીય સંવિધાનના કરાર ૨૧ મુતાબીક
(૨) ધોરણ ૭૪ ના હેઠળ એફઆઇઆર સબુતી કાયદો છે
(૩) ધોરણ ૭૬ હેઠળ આરોપીના પણ અમુક હક છે
(૪) એફ આઈ આરના દસ્તાવેજ ને ધોરણ ૧૬૨ લાગું પડતું નથી. તપાસનું આ પહેલું પગલું છે અને આરોપીને આની કોપી આપવી જરૂરી બને છે.”
ઝડપી પરિક્ષણ નો અધિકાર સુપ્રિમ કોર્ટ પ્રમાણે ઝડપી પરિક્ષણ એ એક મૂળભૂત અધિકાર છે.
નીચે એવા બે કિસ્સા દર્શાવ્યા છે:
- દુબરા ખાતુન અને અન્ય સામે હોમ સેક્રેટરી બિહાર રાજય. ચુકાદાની તારીખ ૧૨/૨/૧૯૭૯.
- રાજ દેઓ શર્મા સામે બિહાર રાજય, ચુકાદાની તારીખઃ ૦૮/૧૦/૧૯૯૮
સુપ્રિમ કોર્ટ કહે છે કે: “એવું બની શકે કે આરોપી જામીન ઉપર છુટી ગયો હોય પણ ચુકાદો વગર કોઈ કારણ હેઠળ પાછળ ખેંચાયા કરતો હોય તો આરોપીને માનસિક ત્રાસ થઈ શકે છે. આ એક અન્યાય છે. ભવિષ્યનું આયોજન કરવામાં ઘણા અવરોધ આવે છે. સામાન્ય જીવન જીવવામાં તકલીફ થઈ શકે છે. મુકદમો પત્યા પછી આરોપીને માનથી છોડવામાં આવે તો પણ ખરાબ ક્ષણોના વિચાર આ વ્યક્તિને હંમેશા લાંબા સમય સુધી સતાવે છે”.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.