અનાથ આશ્રમ અને અનાથ બાળકો માટે ની સરકારી યોજના વિષે જાણો……

Hits: 339

ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો ને ખુબ મોટા કે મૂલ્યવાન લાભો આપતી નથી, પરંતુ કેર ટેકિંગ કહી શકાય એવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના વર્ષોથી આ રીતે ચાલી આવે છે. આ બાબતે વધુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ ઠીકઠાક કહી શકાય એવી યોજના અમલમાં છે.

અનાથ આશ્રમ યોજના

યોજના ની વિગત:

આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ 13 અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે.

અનાથ આશ્રમ બાદ બાળકો નું શું ?

સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. 16,000/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. 10,000/- સુધીની આર્થિક સહાય તેમજ અનાથ યુવતીઓને લગ્ન દ્વારા પુનઃસ્થાપિત કરવા રૂ. 10,000/- ની સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.


પ્રેરણા : અનાથ આશ્રમમાં ઉછરેલી ભારતી રાષ્ટ્રીય કક્ષાના કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ મેળવી ચૂકી છે.

પાલક માતા-પિતાની યોજના

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનો બાળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય. આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકુતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા-પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮થી અમલ શરૂ કરેલ છે.

પાત્રતાનુ ધોરણ‌:

આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

સહાયનો દરઃ

અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે.

આવક મર્યાદાઃ

પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે.

યોજનાની શરતો:

 • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે. જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
 • આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે.
 • બાળકના માતા-પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે.
 • જો બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
 • અરજીનો નમુનો ખાતાની વેબસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉનલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રનહોમ/ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. અરજી મંજુર થયે સહાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે.
 • આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિક્ષકે કરવાનું રહે છે. જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે. અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે.
 • દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.
 • જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
 • આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા (DBT) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુકવવાની રહેશે. આવા પાલક માતા-પિતા કે મંજૂરી પ્રાપ્ત નજીકનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક/પોસ્ટ ઓફિસમાં બાળકના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહેશે.
 • અધુરી વિગતો વાળુ અરજીપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી.

પાલક માતા-પિતાની યોજનાનું અરજીપત્રક

અન્ય બાબતો:

જો કોઈ અનાથ બાળક હોય તો તેને અનાથ આશ્રમ માં મુકવામાં આવે છે. અનાથ આશ્રમ પાસે એવી સત્તા હોય છે કે જો કોઈ વ્યકતિ (લગ્ન થયેલ પતિ-પત્ની) બાળક ને દત્તક લેવા માંગતા હોય તો કોર્ટ ની કે કલેકટર ની પરવાનગી થી દત્તક આપી શકે છે. જે બાળકો ના પુનઃ સ્થાપન નું સૌથી મોટું અને મદદરૂપ પગલું છે. પરંતુ હાલમાં માતા-પિતા ન બની શકતા પરણિત યુગલો બાળક દત્તક લેવાની જગ્યા એ અન્ય ટેક્નોલોજી થી સ્ત્રીઓ ગર્ભ ધારણ કરી માતા બનતી હોય છે. તે નજરે આ અનાથ બાળકો માટે આ ટેક્નોલોજી અભિશાપ સાબિત થઇ છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

2 thoughts on “અનાથ આશ્રમ અને અનાથ બાળકો માટે ની સરકારી યોજના વિષે જાણો……

 1. જે ની માતા એ પુનહ લગ્ન નથી કર્યા અને માતા હયાત હોય તો તેવા કિસા માં Palak Mata Pita Yojana હેઠલ લાભ મલવા પાત્ર થશે કે કેમ્ અને જો મળે તો કોનો સંપર્ક કરવો..

  1. પાલક માતા પિતા ને જ આ રકમ મળવાપાત્ર છે. તેમ છતાંય તમે તમારી નજીક ની મામલતદાર ઓફિસ નો સંપર્ક કરી વિગતવાર માહિતી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!