ગુજરાત અને યુવા રાજનીતિ

Hits: 135

ગુજરાતના રાજકારણમાં અભણ, અશિક્ષિત અને ઢગલા ના “ઢ” જેવા નેતાઓની ભરમાર છે. આપણે એવા નેતૃત્વ વળી સરકારમાં રહીએ છીએ જે નેતૃત્વ કરનાર નેતાને ગુજરાતી ભાષા બોલવામાં પણ “હિચકી” આવે છે, અન્ય ભાષાઓ તો વાંચતા કદાચ આવડતી હશે પણ બોલવામાં કેટલા ફાંફા પડે છે એ આપણે ઘણા વિડીઓમાં જોયા જ છે. નેતાગીરીમાં કેટલાય પરિપક્વ ગુંડાઓનો પણ સમાવેશ થાય છે. જેના નામો અને કરમ કુંડળી પણ તમે જાણો જ છો.

વળી કેટલાક નેતાઓ પેઢી દર પેઢી સત્તાના સિંહાસન માટે વલખા મારતા જોવા મળે છે. વર્ષો સુધી સત્તા ભોગવ્યા પછી પણ લોક સેવાના નામે જનતા ની સામાન્ય જરૂરિયાતો પણ પુરી પાડી ન શકેલ, અને લોકોએ લાત મારવાની શરૂઆત એવી કરી કે ભારતમાં એક સમયે આ પાર્ટીની કેન્દ્ર માંથી સરકાર તો ગઈ પણ દેશ માં રાજ્ય સરકાર પણ ગણી ગાંઠી જગ્યાએ જ રહી ગઈ હતી. અને ગુજરાતમાં પણ એવા લોકો ને સર્વોચ્ચ પદ આપી દેવામાં આવ્યા છે અને રાજ્યસભાની ટિકિટો ની વહેંચણી કરી દેવામાં આવી છે જાણે એના બાપા ટોપ માં બેઠા હતા એટલે એનો દીકરો ને સંબંધીઓ પણ ટોચ પર જ બેસી શકે. લોકોની ચિંતાના પ્રશ્ન ને જવાબ આજ સુધી મળ્યો નથી. કે જનતાની જરૂરિયાત ના મુદ્દા કોઈ દિવસ ઉપાડ્યા નથી, અને જો ક્યારેક ઉપાડ્યા તો ક્યારે પડતા મૂકી દીધા એની પણ લોકો ને ખબર રહી નથી.

આ તમામ લોકોએ બાબતે હંમેશા ચિંતિત રહે છે કે એની સીટ કે એનો હોદ્દો કે પછી એનો સત્તા વારસો ક્યાંક એની પાસે થી છીનવાઈ ન જાય. જેથી કરી ને આ તમામ નેતાઓ ઈલેક્શન જીતી ગયાના બીજા દિવસથી જ 5 વર્ષ પછી આવનારા ઈલેક્શન માં જે ખર્ચો થશે એ ક્યાંથી વસુલ કરવો અને કેમ ભેગો કરવો એ વિચારી ને કામગીરી કરતા હોય છે. એટલામાં પૂરું ન થાય તો જો આવનારું ઈલેક્શન હારી જઈશું અને પાર્ટીમાં પણ સત્તા નહીં જળવાય તો જિંદગી માં આગળ ખર્ચ નું શું એ વિચારી ને સત્ય અહિંસા ના પૂજારી ગાંધીબાપુ ના નોટ પર છપાયેલા મુખ ને પણ કાયદાની દ્રષ્ટિએ કાળું કરી ને (બ્લેકમનીના અર્થમાં) પોતાના ઘર, ફાર્મહાઉસ, ગેરકાયદે મિલ્કતો, ગેરકાયદે કોન્ટ્રાક્ટો વગેરેમાં છુપાવી દેવામાં આવે છે.

જે નેતા જયારે પહેલું ઈલેક્શન લડ્યો હોય ત્યારે એના એફિડેવિટમાં સત્તાવાર જાહેર કરવામાં આવી હોય છે કે એની પ્રોપર્ટી 5 થી 10 લાખ ની છે. અને એનો એજ નેતા જયારે એક વાર કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય કે રાજ્યસભા નો સદસ્ય બનીને 15 વર્ષ જવા દઈએ તો એની પ્રોપર્ટી સત્તાવાર આંકડામાં પણ 1000 ટકાનો ઉછાળો મારી ચુક્યો હોય છે. અને કાળા નાણાંની ગણતરી કરીએ તો તો 1 લાખ ટકા નો વધારો પણ જોઈ શકો છો.હવે તમે વિચારશો કે આ પોસ્ટ નું ટાઇટલ છે “ગુજરાત અને યુવા રાજનીતિ” તો આગળ ના 3 પેરેગ્રાફ માં યુવા રાજનીતિ ક્યાં આવી ? મિત્રો એ જ વિચારવાનું છે અને એ જ સવાલ છે કે આ રાજકારણ છે. જો તમે ફક્ત ને ફક્ત ઉપરના 3 પેરેગ્રાફ માં આપેલ નેતાઓ ની જ ચર્ચા કરશો, એને જ આગળ કરતા રહેશો તો યુવા રાજનીતિ વિષે ક્યારેય પણ આગળ નહિ વધી શકો, કોઈ એ બાબતે લખવા પણ તૈયાર નહી થાય, અને આ સનાતન સત્ય છે.

હવે યુવાનો એ જાગી જવાની જરૂર છે. યુવાનો જાગૃત તો છે પણ જાગતા નથી, સુતા છે. તો આ ઊંઘ ને હવે ઉડાડી ને જાગવાની જરૂર છે. જરૂરી નથી કે તમે ભાજપમાં ન જોડાઓ, કોંગ્રેસમાં ન જોડાઓ, આપમાં ન જોડાઓ કે અન્ય કોઈ પાર્ટીમાં ન જોડાઓ. જરૂર છે કે હવે આ બુઢિયા નેતાઓ ને એની કાળી કમાણી સાથે અલવિદા કહેવાની અને તમામ યુવા નેતૃત્વ ને સક્ષમ રાજનીતિમાં લડવા આવવાની.

જો તમે કોઈ પાર્ટી માં જોડાઓ છો અને તમે યુવાન છો. તો તમારા માટે “યુવા વિંગ” સ્પેશિયલ બનાવવા માં આવ્યું છે. આ વિંગ શું કામ કરે છે? જાણો છો? તમે જાણતા જ હશો.

યુવા વિંગના નેતાઓ માં જે ટોપ પર હશે એને કદાચ તમે જાણતા હશો. બાકી આ વિંગના કાર્યકરો કે હોદ્દેદારો હંમેશા ભીડ એકઠી કરવા, સજાવટ માટે, સભાના આયોજન માટે, સભામાં વ્યવસ્થા માટે, બેનરો લગાવવા, પોસ્ટરો ચોંટાડવા, પ્રચાર કરવા અને નેતાઓની ખુશામદ સોશિયલ મીડિયાઓ માં કરવા માટે જ રાખવામાં આવતા હોય છે. જેનું કોઈ રાજનીતિક મહત્વ હોતું નથી. કોઈ પણ પાર્ટી માં યુવાનો “યુવા વિંગ” નો હિસ્સો ન બનો, આ વિંગ નો ખેલ પાર્ટી ને “ફ્રી મજુર” પ્રોવાઈડ કરવાનો છે.

ભ્રામક જળ જેમ રણ માં દેખાય અને આપણે એ પાણી પીવા માટે ડોટ મુકીયે અને એ હંમેશા દૂર દૂર જ જતું રહે, એ રીતે આ પીઢ નેતાઓ ની માયાજાળમાં યુવા રાજનીતિ ફસાઈ ગઈ છે. આ જાળને તોડીને તમામ પાર્ટીના યુવાનોએ “યુવા રાજનીતિ” ને આગળ વધારવા સક્ષમ નેતૃત્વ માં પરિવર્તિત કરવાની જરૂર ઉભી થઇ છે. આવું કરવું એ ફક્ત તમારી રાજકીય કારકિર્દી માટેની જરૂરિયાત નથી. આ ગુજરાતની જરૂરિયાત છે, ગુજરાતની જનતાની જરૂરિયાત છે. યુવા પેઢીની ઓળખને જરૂરિયાત છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!