ગુરૂ પૂર્ણિમા ની શુભકામના વચ્ચે વિચારીએ “આજ નો દિવસ અને આજ ના ગુરૂ”

Hits: 165

ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. શાસ્ત્રોમાં “ગુ” નો અર્થ અંધકાર એવો થાય છે તથા “રૂ” એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.

આજ કાલ લોકોએ પોતાના જીવન માં જે કોઈ પણ રસ્તે ચાલતા હોય તે રસ્તે તેને આગળ વધારતા હોય કે આગળ વધવામાં મદદ કરતા હોય તેને ગુરુ માનવા જોઈએ. એ વાત સાચી છે કે આપણે જે શિક્ષક પાસેથી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કે કોલેજ નું શિક્ષણ મેળવ્યું હોય તેને ગુરુ માનીએ અને તેનો ગુરુ તરીકે સ્વીકાર કરીએ. ઘણી વખત આપણે મંદિરમાં બેસતા પૂજારી કે બ્રાહ્મણ જેવા દેખાતા કોઈ પણ શખ્સ ને ગુરુ માનીએ છીએ અને એના પગ માં પડી જઈએ છીએ, એ ખોટું છે.

મને બે મુદ્દાઓ માં ગુરુ પૂર્ણિમા ના દિવસે “ગુરુ” બની બેસેલા લોકો ની બે ખોટ દેખાય છે.

(1) શિક્ષણ નો વ્યાપાર અને શિક્ષણ નું ખાનગીકરણ ના લીધે ગમે તેને બનાવી દેવામાં આવતા શિક્ષકો
(2) બાવાઓ કે પછી ભક્ત અને ભગવાન ના વચેટિયા બનેલા શખ્સો

(1) શિક્ષણ નો વ્યાપાર અને શિક્ષણ નું ખાનગીકરણ ના લીધે ગમે તેને બનાવી દેવામાં આવતા શિક્ષકો:

અહીં મને એ વાત તમને યાદ કરાવતા ખુશી થશે કે તમે બધા જાણો જ છો કે પહેલાના જમાનામાં જયારે કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેવાવા માટે કોઈ પણ ગુરુ પાસે જતો તો ગુરુ તેને શિક્ષણ આપતા, વર્ષો સુધી બાળક થી જવાની નો સફર ગુરુ ના આશ્રમ માં પસાર થતો અને શિક્ષણ મેળવાય ગયા બાદ જયારે પણ ગુરુ એમ કહે કે મારી પાસે જે કોઈ જ્ઞાન હતું એ તે બાળક ને આપી દેવામાં આવ્યું છે. ત્યાં બાદ ગુરુ દક્ષિણા આપવામાં આવતી હતી.

આજ ના આધુનિક યુગ માં બાળક ને જયારે શિક્ષણ આપવાનો પ્રશ્ન ઉભો થાય છે, તે માતા પિતા માટે ખુશીની વાત કરતા ચિંતા નો વિષય બની જાય છે. પહેલાતો કઈ શાળા માં શિક્ષણ અપાવીશું? બીજો પ્રશ્ન એ આવે છે કે એ સ્કૂલ ની ફી કેટલી ભરવી પડશે? અને સ્કૂલ ની ફી કરતા પહેલા તો એ સ્કૂલ માં બાળક ને મુકતા પહેલા ડોનેશન કેટલું એવું પડશે? અહીં કહેવાનો મતલબ તો એ જ છે કે પહેલાના જમાના માં શિક્ષણ આપ્યા બાદ ગુરુ દક્ષિણા આપવામાં આવતી હતી. જયારે આજે શિક્ષણ લેતા પહેલા જ ગુરુ દક્ષિણા આપવી પડે છે.

હવે ગુરુ ની વાત કરીએ તો, ગુરુ ના પદ પર બેસેલો વ્યક્તિ સાંસારિક હોય કે ન હોય, ગુરુ બનવા જેટલું જ્ઞાન ધરાવતો હતો.(ઇતિહાસ ના આધારે) પરંતુ આજ કાલ તો કોઈ પણ વ્યક્તિ ને ખાનગી સ્કૂલ માં 2500 થી 5000 માં નોકરી કરી ને ગુરુ બની જાય છે. અને એ બાળકો ને ક્યાં લેવલ નું શિક્ષણ આપશે અને આપે છે એનાથી તો આપણે બધા વાકેફ છીએ જ.

પુસ્તકિયું જ્ઞાન અને પરીક્ષા લક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ ને અને એવા શિક્ષકો ને ગુરુ તરીકે સન્માનિત કરવા કે કેમ એ તમારો પ્રશ્ન છે. મારા વિચારો મુજબ તો જો કોઈ શિક્ષક તમને જિંદગી માં ઉપયોગી થઇ પડે એવી કોઈ બાબતો સમજાવી શકતો હોય કે એવી બાબતો તમે કોઈ વ્યક્તિ/શિક્ષક પાસેથી શીખી હોય એને ગુરુ ના સ્થાને બેસાડવા જ જોઈએ.

(2) બાવાઓ કે પછી ભક્ત અને ભગવાન ના વચેટિયા બનેલા શખ્સો:

આપણે આજે જોઈએ છીએ કે લોકો ગુરુ પૂર્ણિમા ના દિવસે પોતાના ગુરુ ની પૂજા કરતા હોય છે. આ ગુરુ ની પૂજા કરવા માં કોઈ દોષ નથી. પણ તમારે એ જરૂર થી વિચારવું જોઈએ કે શું તમે જે શખ્સ ને ગુરુ તરીકે માન આપો છો એ ખરેખર ગુરુ છે કે કેમ.

મેં એ બાબત નો ટ્રેન્ડ આજે જ સોશિયલ મીડિયા જોયો. ઘણા લોકો એ મંદિર ના પૂજારી કે કોઈ ધાર્મિક જગ્યા લઇ ને બેસેલા લોકો કે પછી કોઈ કથાવાચકો ને ગુરુ તરીકે બતાવી ને ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ આપતા જોયા છે. હવે ગુરુ પૂર્ણિમા ની તમે શુભેચ્છાઓ કોઈ ને પણ આપો. પરંતુ એવા લોકો ને ક્યારેય પણ ગુરુ તરીકે ન વર્ણવો કે જે વચેટિયા નું કામ કરે છે. એવા શખ્સો કે જે તમારા જીવન માં તમે જયારે મુસીબત માં હોય ત્યારે તેમાંથી બહાર નીકળવા ના રસ્તાઓ તમને બતાવતા હોય, જીવન ની મુશ્કેલી માં સંઘર્ષ કેમ કરવો એ શીખવતા હોય, તમને કોઈ પણ એવું જ્ઞાન મળ્યું હોય કે જેના જ્ઞાન ના ઉપયોગ થી તમે તમારા જીવન ને બધું બહેતર બનાવી શકવા માં ખરા ઉતર્યા હોય. એવા શખ્સ ગુરુ છે.

ગુરુ બનવા માટે કોઈ ભગવો ધારણ કરવો જરૂરી નથી. કે જે કોઈ શખ્સે ભગવો ધારણ કરેલો હોય તો તે ગુરુ નથી.

આ મારા અંગત વિચારો છે. જેના લીધે અગર તમે આહત થાઓ છો તો તમે તમારો નજરીયો બદલીને આ લેખ ને સમજવાનો પ્રયાસ કરો. તમને એ બાબત જરૂરથી સમજાશે કે કોઈ પણ વ્યક્તિ ને “ગુરુ” તરીકે વર્ણવી આપણે ખરેખર “ગુરુ” નું મહત્વ ક્યાંક ને ક્યાંક ઓછું કરી રહ્યા છીએ.

અંતમાં, લોકોના, આપ સૌ ના, અને મારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર તમામ ગુરુ ને મારા વંદન અને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ……..

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!