ગુજરાત માનવાધિકાર આયોગમાં ફરિયાદ કેવી રીતે ફાઇલ કરવી?

Hits: 511

ગુજરાત માનવાધિકાર આયોગ માં ફરિયાદ ફાઈલ કરવી એ સૌથી સરળ રસ્તો છે. જોકે તમે ફરિયાદ એક સાદા કાગળ પર એક પાત્ર લખતા હોય તેમ કરી શકો છો. પરંતુ જો તમે અહીં આપેલ તમામ મુદ્દા ને જો એ અરજી સ્વરૂપે આયોગ માં રજૂ કરશો તો તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવા માં સરળતા રહેશે અને આપની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી થશે.

ફરિયાદી ની વિગતો:

ફરિયાદ માં સૌપ્રથમ તમારે તમારી એટલે કે ફરિયાદી ની વિગતો ની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

 1. નામ (સંપૂર્ણ નામ)
 2. લિંગ
 3. સરનામાં (પત્રવ્યવહાર માટે સંપૂર્ણ સરનામું લખો)
 4. તમારા વિસ્તારનો પિન કોડ
 5. ઇમેઇલ આઈડી ( ઉપલબ્ધ હોય તો)
 6. મોબાઇલ નંબર


પીડિતની વિગતો:

ત્યાર બાદ પીડિત ની વિગતો ની સંપૂર્ણ માહિતી આપે આપવાની રહેશે. જેમાં તમે નીચે આપેલ મુદ્દા ઉપરાંત અગર તમને માહિતી કોઈ અન્ય જગ્યા એ જેવી કે સોસીયલ મીડિયા, વોટ્સ એપ કે ફેસબુક ના માધ્યમથી મળી હોય તો તેનો પણ ઉલ્લેખ અરજી માં કરી શકો છો.

 1. નામ (પીડિતનું સંપૂર્ણ નામ લખો)
 2. એડ્રેસ (પીડિતનું સંપૂર્ણ સરનામું લખો)
 3. લિંગ (પીડિતનું, જો એક કરતાં વધુ પીડિત હોય તો જૂથ વિકલ્પ મુજબ લખો)
 4. તમારા ક્ષેત્રનો પિન કોડ (જો ઉપલબ્ધ હોય તો)
 5. અપંગતા (પીડિતની અપંગતાની સ્થિતિ લખો)
 6. પીડિતની ઉંમર લખો
 7. ધર્મ (પીડિતના ધર્મની વિગતો લખો)
 8. જાતિની (પીડિતની જાતિ લખો)


ઘટના વર્ણન:

આ સેક્શન માં તમારે જે કોઈ ઘટના બની હોય તેની વિગતો લખવાની છે. બને ત્યાં સુધી આવી ઘટના ના વિડિઓ ફૂટેજ કે ફોટોગ્રાફ હોય તો તેની સંપૂર્ણ વિગતો સાથે આ સેક્શન માં લખવું જેથી તમારી ફરિયાદ નો મુદ્દો આયોગ અધિકારી જેની પાસે ફરિયાદ જશે એ વાંચી ને સરળતાથી સમજી શકે.

 1. સ્થાન (ઘટનાનું ચોક્કસ સ્થાન એટલે કે વિસ્તાર, ગામ, શહેર, શહેર)
 2. ઘટનાની તારીખ (દિવસ / મહિનો / વર્ષ લખો)
 3. ઘટના ક્યાં પ્રકાર ની હતી એની વિગતો લખો
 4. ફરિયાદ લખો ઘટના / ફરિયાદના તથ્યો / આક્ષેપોનું સંક્ષિપ્ત વર્ણન
 5. જ્યાં આ બનાવની ફરિયાદ કોઈ પણ કોર્ટ અથવા માનવાધિકાર આયોગ સમક્ષ દાખલ કરવામાં આવેલ હોય તો તેની વિગતો જણાવો.


રાહત/આરોપીની વિગતો:

તમે જે અરજી કરો છો એ અરજી તમે કઈ રાહત મેળવવા માટે કરો છો એની તમામ વિગતો લખવી. ઉપરાંત આ ઘટના માં તમે જે કોઈ વ્યક્તિ પર કે અધિકારી પર આક્ષેપ આરોપ મુકવા માંગતા હોય તેની પણ સંપૂર્ણ વિગતો કારણ સાથે લખવી.

 1. જાહેર સેવકનું નામ
 2. હોદ્દો
 3. સરનામું
 4. જાહેર સેવક / અધિકારીની સંપૂર્ણ વિગત લખો જેની સામે ફરિયાદ કરવામાં આવે છે.
 5. માનવાધિકાર ઉલ્લંઘન સામે માંગેલી રાહતની સંપૂર્ણ વિગતો લખો જેના માટે રાહત માંગવામાં આવી છે

ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ માં કઈ બાબતો ના કેસો નોંધી શકાય?


ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ માં ફરિયાદ કરવા માટે તમે રજીસ્ટર્ડ પોસ્ટ થી તમારી ફરિયાદ નીચેના સરનામે મોકલી શકો છો.

ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ
બ્લોક નંબર 1, 4/5 મા માળે,
કર્મયોગી ભવન, સેક્ટર -10/એ,
ગાંધીનગર – 382010

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!