ગુજરાત માં “આવક નો દાખલો” કેવી રીતે મેળવવો? ક્યુ ફોર્મ જોઈએ? કેટલા પુરાવા જોડવા પડે? જાણો તમામ વિગત…..

Hits: 1611

આવકનો દાખલો: માં કાર્ડ, શિષ્યવૃત્તિ, લોન મેળવવા, આવાસ યોજના સહિત અનેક યોજનામાં આ દાખલો જરૂરી છે.

ગુજરાત માં આવક નો દાખલો મેળવવા માટે મામલતદાર ને અધિકૃત અધિકારી તરીકે નિયુક્ત કરેલ છે. કોઈ પણ ગામ કે શહેરમાં તાલુકા મામલતદાર ને અરજી કરવાથી તે આવક નો દાખલો કાઢી આપે છે. આવો દાખલો કઢાવવા માટે ની ફી રૂ. 20/- છે. અહીં આપણે જાણીએ કે અવાક નો દાખલો મેળવવા માટે શું પ્રક્રિયા હોય છે, ફોર્મ ક્યુ ભરવુ પડે અને ક્યાં ક્યાં પુરાવા જોઈએ….

ગુજરાત સરકાર ના મજુર સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તારીખ 05/03/1980 ના રોજ ના ઠરાવ નંબર બીસીઆર/1080/ડાયરી/321/2 થી મામલતદાર ને આવકનો દાખલો કાઢી આપવાની સત્તા મળેલી છે. જોકે હવે આવો દાખલો કોઈપણ તાલુકાના વિસ્તાર મુજબ નિમાયેલા તલાટીઓ ને પણ આવી સત્તા આપવામાં આવી છે.

આવકનો દાખલો મેળવવા માટે અરજી કરવા થી આવી અરજી નો 1 દિવસ માં નિકાલ કરવા ની જોગવાઈ છે. એનો મતલબ એ થયો કે તમે અરજી કરો એટલે તમને એક જ દિવસ માં આવો દાખલો કાઢી આપવાની જોગવાઈ છે.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

આવક ના દાખલા માં અરજદાર નો ફોટો કચેરી માં રૂબરૂ પડી ને આવક ના દાખલામાં જોડવામાં આવે છે. જેથી આ અરજી કરતી વખતે અરજદારે રૂબરૂ મામતદાર કચેરી એ જવું પડે છે.

અરજદારે અરજી સુવાચ્ય અક્ષરો માં ભરેલી હોય તો અરજી નો નિકાલ કરવા માં સરળતા રહે છે. આવી અરજી પર રૂપિયા 3/- ની કોર્ટ ફી પણ લગાડવી પડે છે. જો ફોર્મ અધૂરું ભરેલું હોય તો અરજી નો નિકાલ 1 દિવસ માં શક્ય બનતો નથી. તેમજ અરજી સાથે પૂરતા પુરાવા પણ જોડવા પડે છે. આવા પુરાવા ની માહિતી નીચે મુજબ છે.

અરજી સાથે જોડવા ના પુરાવા:

1) કુટુંબ ના સભ્યો ની વિગતો નું પત્રક (પરિશિષ્ટ 2/31 મુજબ)
2) અરજદાર નો તલાટી રૂબરૂ જવાબ (પરિશિષ્ટ 3/31 મુજબ)
3) પંચનામું (પરિશિષ્ટ 4/31 મુજબ)
4) રહેઠાણ અંગે નો પુરાવો
5) રેશન કાર્ડ
6) છેલ્લા માસ નું લાઈટ/ગેસ/ટેલિફોન બીલઅથવા વેરાબીલ
7) નોકરી કરતા હોય તો (ફોર્મ 16/ પગાર સ્લીપ)
8) ધંધો/વ્યવસાય ના પુરાવા (ગુમાસ્તા લાયસન્સ/વેચાણવેરા નોંધણી પ્રમાણપત્ર)
9) ધંધો/વ્યવસાય ના આવક ના પુરાવા (ઇન્કમટેક્ષ રિટર્ન/છેલ્લા વર્ષના સરવૈયા ની નકલ)

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

One thought on “ગુજરાત માં “આવક નો દાખલો” કેવી રીતે મેળવવો? ક્યુ ફોર્મ જોઈએ? કેટલા પુરાવા જોડવા પડે? જાણો તમામ વિગત…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!