ખેતી કરવા માટેની લોન ક્યાંથી? કઇ રીતે અને કેટલી મળે? જાણી લો તેની આખી પ્રોસેસ…

Hits: 768

આપણે જાણીએ જ છીએ કે ખેડૂત આપણા બધાના ઘરનું ભરણ પોષણ કરે છે. એટલે જ ખેડૂતને દેશની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. ભારત દેશમાં ખુબ જ વધારે ખેડુત છે જેથી કરીને સરકાર ખેડૂત માટે દર વર્ષે અવનવી યોજનાઓ લાવતા રહે છે. હમણાં જ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) માટે ફક્ત 3 ડોક્યુમેન્ટ જ લેવામાં આવશે. જેમાં એક ડોક્યુમેન્ટ તે વ્યક્તિ ખેડૂત છે કે નહીં એટલે કે ખેતીના દસ્તાવેજ, બીજું રહેઠાણનું પ્રમાણપત્ર અને ત્રીજું બીજી કોઈ બેંકમાં લોન ન હોવી જોઈએ તે.

ગુજરાતમાં એવા ઘણા ગરીબ ખેડૂતો હોય છે કે જેને ખેતી કરવા માટે લોનની ખુબ જ જરૂર હોય છે, પરંતુ માહિતીના અભાવે આ લોકો સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી. તો આજે અમે જણાવીશું કિશાન ક્રેડિટ કાર્ડ વિશે. હાલમાં આ કાર્ડ ફક્ત 50 ટકા ખેડૂતો પાસે જ છે. આજે દેશમાં 14 કરોડ ખેડૂત પરિવાર છે. જેમાંથી ફક્ત સાત કરોડ પરિવાર પાસે જ આ કાર્ડ છે. તેનું કારણ એ છે કે આ કાર્ડ માટે ખેડૂતને એક અઘરી અને લાંબી પ્રોસેસ કરવી પડે છે.

એટલા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ખેડૂત જાગૃત થાય એ માટે પંચાયતોની મદદથી ગામોમાં મીટીંગ કરવામાં આવે આ કાળ વિશેની માહિતી દરેક ખેડૂતને જણાવવામાં આવે. ખાસ કરીને પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગના ખેડૂતોને પણ આ લાભમાં આવરી લેવાના છે. જે ખેડૂતોને આ ઉદ્યોગ માટે બે લાખ સુધીની લોન મળશે. જ્યારે ફક્ત ખેતી કરવા માટે ૩ લાખ સુધીની લોન મળશે. એ પણ જણાવ્યું હતું કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો બીજો હપ્તો એપ્રિલમાં આપવામાં આવશે. યોજનાને મંજૂરી આપતા સમયે બીજા હપ્તા માટે આધાર કાર્ડને અનિવાર્ય બનાવ્યું હતું. પરંતુ આધારકાર્ડમાં કોઈ પ્રકારની ભૂલ હોવી જોઈએ નહીં.

હાલમાં ખેડૂતે બીજો હપ્તો ભરવાની તારીખ 1 એપ્રિલ 2019 હતી. પરંતુ આધાર કાર્ડ વાળી શરતમાં ઢીલ આપવામાં આવી. આ શરત ત્યારે માન્ય રહેશે જયારે સ્કીમનો ત્રીજો હપ્તો મળવાનો હોય. બીજા હપ્તા માટે ફક્ત આધારકાર્ડ નંબર જ અનિવાર્ય માનવામાં આવશે. ચુકવણી પહેલા સરકાર આંકડાને પ્રમાણિત કરવા માટે જરૂરી પગલાં ભરશે.એગ્રીકલ્ચર લોન:

જે ખેડૂત પાસે ખેતી કરવા માટે જમીન હોય તે જમીનને ગીરવે મૂક્યા વગર પણ લોન મેળવી શકાય છે. આ માટે લોનની મર્યાદા એક લાખ રૂપિયાની રહેશે. પરંતુ હાલમાં જ આરબીઆઇએ ગેરંટી વગરની કૃષિ લોન માટેની સીમા વધારીને હવે 1.60 લાખ રૂપિયા કરી દીધી છે.

પરંતુ બેંક એને લાગુ કરવા માટે થોડો સમય લેશે. એના માટે નોટિફિકેશન જાહેર થશે, અમે એક જાણ કરી દઈએ કે લોન મેળવવા માટે હવે દરેક બેંક કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે.

એક એકડ જમીન પર કેટલી લોન મળી શકે?

જે ખેડૂત પાસે ઓછામાં ઓછી એકએકડ જમીન હોય તે ખેડૂતને જમીન પર ૨ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. લોનની લિમિટ દરેક બેંકની અલગ અલગ હોય છે. બેંક તમને એના માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપશે. જેના દ્વારા ગમે ત્યારે પૈસા ઉપાડી શકાય છે.

લોન પર કેટલું વ્યાજ આપવાનું રહેશે?

સરકાર દ્વારા ખેડૂતોને ખુશ કરવા માટે કૃષિ લોન અને ખાસ પ્રકારની અલગ કેટેગરીમાં રાખવામાં આવેલ છે. બેંકોને આ લોન વધુમાં વધુ ખેડૂતોને આપવા માટે કહે છે, જેથી બે ગણું અને ત્રણ ગણું ઉત્પાદન વધારી શકાય.

એવામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પર 7 ટકા વ્યાજદર નક્કી કર્યું છે. જો કોઈ ખેડૂત એક વર્ષ કરતા પહેલા એને ચૂકતે કરી લે છે તો એને એમાં 3 ટકા વધુ છૂટ મળે છે એટલે કે એને 4 ટકા જ વ્યાજ ચુકવવું પડે છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!