દારૂ કે જુગાર ના કેસ માં કોઈ પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવે તો, તે અંગે ના શું નીતિ નિયમો છે… જાણો…

Hits: 470

દારુ જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતાને કારણે તેમજ લાંચ રૂશ્વતના કેસમાં સંડોવાયેલ પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમીક્ષા બાબત નો એક ઠરાવ ઠરાવ ક્રમાંકઃફમ/૧૦૨૦૦૩/૨૦૪૯/ગ થી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર એ તારીખ 13-09-2004 ના રોજ ઠરાવ કરેલ છે. જે નીચે જણાવ્યા મુજબ છે.

દારુ જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર પવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળ રહેવાને કારણે ફરજમોકુફી હેઠળ મુકવામાં આવેલ પોલીસ અધિકારી / કર્મચારીઓને તેમજ લાંચ રૂશ્વતના કેસોમાં સંડોવાયેલ પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજ મોકુફીના કેસોની સમીક્ષા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

આથી પુખ્ત વિચારણાને અંતે આવા ફરજમોકુફીના કેસોની સમીક્ષા કરવા બાબતમાં નીચે દર્શાવ્યા મુજબની કાયપધ્ધતિ અપનાવવાનું ઠરાવવામાં આવે છે.ઠરાવઃ

(1) દારુ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળતાને કારણે ગણનાપાત્ર કેસોમાં ફરજ મોકુફ કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમીક્ષા ઓછોમાં ઓછા 6(છ) માસ સુધી કરવી નહી. પરંતુ જો આવા કેસની સમીક્ષા કરવા માટેના ખાસ કારણો ઉપસ્થિત થાય તો આ અંગે અગ્રસચિવશ્રી, ગૃહ વિભાગની લેખિત પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી બનશે અને ત્યારે બાદ જ કાર્યવાહી હાથ ધરવી.

(2) દારુ, જુગાર કે નશીલા પદાર્થોની ગેરકાયદેસરની પ્રર્વત્તિ અટકાવવામાં ઉદાસીનતા / નિષ્ફળતાને કારણે ફરજોમોકુફી હેઠળ મુકવામાં આવેલ પોલીસ અધિકારી / કર્મચારીને કેસની સમીક્ષા કર્યા બાદ પુનઃ ફરજ પર લેવામાં આવે ત્યારે તેઓને બે વર્ષ સુધી બીન સંવેદનશીલ જગ્યાએ કામ કરવાનું રહેશે એ શર્તે પુનઃ ફરજ પર લેવાના રહેશે.

(3) પોલીસ તપાસના જે કેસોમાં સંબંધિત અધિકારી / કર્મચારી સામે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ પ્રોસીકયુશન શરૂ થઇ ગયેલ હોય / ચાલુ હોય એટલે કે અદાલતમાં પોલીસ ખાતાએ તહોમતનામું મુકી દીધેલ હોય તેવા કિસ્સામા આવા અધિકારી/કર્મચારીને ફોજદારી ગુના સબબ ફરજમોકુફી હેઠળ મુકયાના બે વર્ષ બાદ જ પુનઃ સ્થાપિત કરવા વિચારણા કરવી.

ઉપરોકત સુચનાઓનો કડક અમલ કરવા તમામ શિસ્ત અધિકારીઓને આથી જણાવવામાં આવે છે. આ સૂચનાઓનો અમલમાં ક્ષતિ કે ચૂક ને ગંભીર ગણી જવાબદાર સામે પગલા લેવાની સરકારશ્રીને ફરજ પડશે તેની નોંધ લેવા માટે પણ આથી જણાવવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, એ.ડી. ચાવડા, ઉપસચિવ, ગૃહ વિભાગ.સદર ઠરાવ કરવા માટે વંચાણે લીધેલ અગાવના ઠરાવ:

(1) ગૃહવિભાગનો તા. ૨૩/૧૧/૧૯૮૭નો પરીપત્ર ક્રમાંકઃપીડીઇ/૧૦૭૦/૫૨૩૮/ભાગ-૨-/ગ
(2) ગૃહ વિભાગના તા. ૨૩/૧૧/૮૭ના પરિપત્ર ક્રમાંકઃપીડીઇ/૧૦૭૦/૫૨૩૮/ભાગ-૨-/ગ થી ફરજ મોકુફી હેઠળના પોલીસ ઇન્સપેકટરો અને તેથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારી / કર્મચારીઓના ફરજમોકુફીના કેસોની સમયાંતરે સમીક્ષા કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!