વૃધ્ધ કલ્યાણ (ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના) યોજના

Hits: 143

પાત્રતાનું ધોરણ:

 • ૬૦ વર્ષ કે તેથી વધુ વય ઉમરના પ્રમાણપત્ર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર અધિકૃત
 • ગરીબી રેખાની યાદી પર નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય . અરજીપત્રક આપવાનું સ્થળઃ સંબધિત જે તે જિલ્લાના સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી.

અરજીપત્રક જોડે જોડવાના દસ્તાવેજો:

 • ઉમરનું પ્રમાણપત્ર
 • ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર . માસિક સહાય: ૬૦ થી વધુ ૭૯ વર્ષ સુધી રૂા.૨૦૦/- કેન્દ્રનાં અને રૂ.૨૦૦/- રાજય સરકારના મળી કુલ રૂ.૪OO/-
 • ૮૦ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને રૂ.૭૦૦/- જેમાં કેન્દ્રનાં રૂ.૫૦૦/- અને રાજ્ય સરકારના 3.2OO/-
 • સહાયની ચુકવણી : મનીઓર્ડર ધ્વારા ચૂકવાય છે. પોસ્ટ અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે .

લાભ કોને મળે ?

 • ૬૦ થી વધુ વય ધરાવનાર વ્યક્તિઓને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજય સરકારની યોજના)

લાભ કોને મળી શકે ?

 • સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉમરના નિરાધાર વૃધ્ધ.
 • ર૧ વર્ષનો પુત્ર ન હોય .
 • અશકત-વિકલાંગ ૭૫ ટકા થી વધારે અને ૪પ કે તે કરતાં વધુ ઉમર હોવી જોઇ
 • પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે .
 • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રુ,૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારના રુ,૬૮,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ .
 • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય તો .
 • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતિ/ બંનેને મળે.

શું લાભ મળે ?

 • પેન્શન સહાય રુ.૪૦૦/- મની ઓર્ડર ધ્વારા મોકલી આપવામાં આવે છે .
 • પોસ્ટ ધ્વારા મનીઓર્ડર અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે .

અરજી પત્રક કયાંથી મળવાપાત્ર થાય છે ?

 • જિલ્લા કલેકટર કચેરી
 • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્ય મેળવી શકાશે . મંજૂર/નામંજૂર કરવાની સતા મામલતદારને સોંપવામાં આવેલ છે.
Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!