સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની માહિતી

Hits: 229

સમાજ સુરક્ષા ખાતાની પ્રવૃત્તિઓ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળકો તેમજ યુવાન અને સંજોગોનો ભોગ બનેલ બાળાઓ, શારીરિક-માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ વિગેરે સાથે સંકળાયેલી છે.

સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિન સંસ્થાકીય માળખાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સમાજના નબળા વર્ગો તેમજ ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, વિકલાંગો, કિન્નરો અને વૃધ્ધોના ક્ષેત્રે દ્રઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુનઃસ્થાપન માટે વિવિધ રીતે કાર્યરત છે. રાજય સરકાર ધ્વારા નીચે મુજબના જુદા જુદા કાયદાઓના અમલ ધ્વારા ઉપર જણાવેલ ઉદ્દેશો સિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે.

સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિન સંસ્થાકીય માળખાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સમાજના નબળા વર્ગો તેમજ ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, વિકલાંગો, કિન્નરો અને વૃધ્ધોના ક્ષેત્રે દ્રઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુનઃસ્થાપન માટે વિવિધ રીતે કાર્યરત છે.

રાજય સરકાર ધ્વારા નીચે મુજબના જુદા જુદા કાયદાઓના અમલ ધ્વારા ઉપર જણાવેલ ઉદ્દેશો સિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે

(1) જુવેનાઇલ જસ્ટીસ એકટ – ૨૦૦૦ (સુધારેલ ૨૦૦૬)
(2) વિકલાંગ ધારો – ૧૯૯૫
(3) અનાથાશ્રમ અને અન્ય સખાવતી સંસ્થાઓનો ધારો – ૧૯૬૦
(4) પ્રોબેશન ઓફ ઓફેન્ડરર્સ એકટ- ૧૯૫૮
(5) ભિક્ષા પ્રતિબંધક ધારો-૧૯૫૯
(6) બાળલગન પ્રતિબંધક અધિનિયમ-૧૯૨૯
(7) નેશનલ ટ્રસ્ટ એકટ-૧૯૯૯
(8) ધી મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એકટ-૨૦૦૭
(9) ભારતીય પુનઃવસન સંસ્થાન ધારો-૧૯૯૨

સમાજ સુરક્ષા ખાતાની તમામ કલ્યાણકારી યોજનાઓ ઉપરોકત ૯(નવ) પ્રકારના કાયદા અન્વયે કાયદાકિય જોગવાઈ મુજબ અમલમાં છે.

સમાજ સુરક્ષા ખાતાની તમામ કલ્યાણકારી યોજનાઓ:

 1. વિકલાંગ વ્યક્તિઓને એસ.ટી. બસમાં મુફત મુસાફરી કરવાની યોજના
 2. વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના
 3. વિકલાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
 4. ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ યોજના
 5. વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાય
 6. વિકલાંગ વ્યક્તિના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવા બાબત
 7. વિકલાંગ લગન સહાય યોજના(નવી યોજના)
 8. વૃધ્ધ કલ્યાણ (ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન)
 9. નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજય સરકારની યોજના)
 10. રાષ્ટ્રીય કૌટુંબિક આર્થિક સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ)
 11. બાળગ્રહો/વિશિષ્ટ ગ્રહો/ઓબઝર્વેશન હોમ (જુવેનાઇલ જસ્ટીસ એકટ-ર૦૦૬)
 12. પાલક માતા પિતા યોજના
 13. ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ (ICPS)
 14. વ્યાંઢળ કિન્નર તૃતીય જાતિના લોકોનું કલ્યાણ વ્યાંઢળ કિન્નર તૃતીય જાતિના લોકો માટેની રાષ્ટ્રીય પેન્શન યોજના (નવી યોજના)
 15. વિધવા પુનઃસ્થાપન માટેની આર્થિક સહાય યોજના
 16. વિધવા તાલીમ દ્વારા પુનઃસ્થાપન માટેની યોજના
 17. વિધવા સહાય યોજના

સ્ત્રોત: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ:નિયામક, સમાજ સુરક્ષા ખાતુ ,બ્લોક નં.૧૬ , ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!