ઇ.પી.કો. ની કલમ 144 : કાયદો અને વ્યવસ્થા માટે !

Hits: 235

કલમ ૧૪૪ એ ભારતીય દંડ સંહિતાની ઇ.સ. ૧૯૭૩માં લાગુ પડાયેલી કલમ છે, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત ખતરાના મામલાઓમાં તાત્કાલિક અસરથી તાકીદના પગલાં ભરવાની સત્તા આપે છે. કલમ ૧૪૪નો વ્યાપ વિશાળ છે, છતાં તે મોટાભાગે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા માટે વપરાય છે.

ભારતીય કાયદા મુજબ ગેરકાયદેસર રીતે ભેગા થવાની વ્યાખ્યા કલમ ૧૪૧માં વર્ણવેલી છે. આ કલમ મુજબ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જો નીચેના સંજોગોમાં ભેગી થાય તો તે ગેરકાયદેસર કહેવાય છે:

1) ગેરકાયદેસર, કેન્દ્રીય અથવા રાજ્ય સરકાર અથવા સંસદ અથવા કોઇપણ રાજ્યના ન્યાયિક અથવા જાહેર ક્ષેત્રના અધિકારીને ડરાવવો અથવા ધમકી આપવી;
2) કોઇ કાયદા અથવા કાયદાકીય પ્રક્રિયાનો વિરોધ કરવો;
3) ગેરકાયદેસર પ્રવેશ અથવા અન્ય ગુન્હો કરવો;
4) ગેરકાયદેસર રીતે માલ-મિલ્કતનો કબ્જો લેવો, અન્ય વ્યક્તિઓને માલ-મિલ્કત પર કબ્જો જમાવવો;
5) બળજબરીપૂર્વક અન્ય વ્યક્તિ પાસે ગેરકાયદેસર કામ કરાવવું અથવા કાયદેસરનું કામ કરતા રોકવું.ભારતીય દંડ સંહિતા ની અન્ય કલમો થી મળે છે 144 ની કલમ ને તાકત:

કલમ ૧૨૯: આ કલમ મુજબ તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટેશન હેઠળના પોલીસ કર્મચારીઓને, ગેરકાયદેસર રીતે ભેગા થયેલા વ્યક્તિઓને વિખેરી નાખવાની સત્તા આપે છે.

કલમ ૧૩૦: આ કલમ આવા કોઇપણ ગેરકાયદેસર ટોળાંને વિખેરી નાખવા માટે સશસ્ત્ર સેનાની સહાય મેળવવાની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રિટેટને સત્તા આપે છે.

કલમ ૧૩૧: આ કલમ મુજબ સેનાના કોઇપણ રાજપત્રિત અધિકારીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ વિના પણ હિંસક/ખતરનાક બનતા ટોળાં ઉપર શસ્ત્રનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. (જોકે તે માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને શક્ય એટલી ઝડપે જાણ કરવી જરૂરી છે.)

કલમ ૧૪૬: આ કલમ મુજબ ‘તોફાનો’ માટે ગેરકાયદેસર ભેગાં થયેલા ટોળાંના તમામ સભ્યો જવાબદાર છે, જ્યારે તે ટોળાંનો હેતુ સમાન હેતુ માટે બળ અથવા હિંસાનો ઉપયોગ કરે.

કલમ ૧૪૧-૧૪૯: આ કલમ ના વિભાગો મુજબ તોફાનો માટેની મહત્તમ સજા ૩ વર્ષની જેલ અને/અથવા નાણાંકીય દંડ છે. ટોળાંનો દરેક સભ્ય ટોળાંએ કરેલા ગુન્હા માટે જવાબદાર ગણી શકાય છે. ટોળાંને વિખેરી નાખતા અધિકારીને અટકાવવા માટે વધુ સજાની જોગવાઇ છે.શું છે કલમ 144 ની સામાન્ય સમજૂતી ?

સામાન્ય રીતે આ જાહેરનામું દર 15 દિવસ માટે હોય છે અને પોલીસવડા તેને દર 15 દિવસ બાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ગુજરાત પોલીસ ઍક્ટ પ્રમાણે તેમને મળેલી સત્તા પ્રમાણે ફરીથી બહાર પાડે છે. ગુજરાત પોલીસ ઍક્ટ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) પ્રમાણે પોલસવડા કે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને સત્તા છે કે તેઓ ચાર કે તેથી વધુ લોકોને કોઈ જાહેરસ્થળ પર ભેગા થવાથી રોકી શકે છે.

કોઈ બેનર, પોસ્ટર, કે લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદી શકે છે. જોકે, પોલીસવડાની પરવાનગી બાદ જ લોકો કોઈ પણ જુલૂસ, મિટિંગ કે જાહેરપ્રદર્શન કરી શકે છે.

કોણે બનાવી હતી આ કલમ:

ઇ.સ. ૧૮૬૧માં અધિકારી રાજ-રત્ન ઇ.એફ. ડેબૂએ કલમ ૧૪૪ ઘડી કાઢી હતી, જે વડે બરોડા રાજ્યમાં ગુન્હાઓમાં ઘટાડો થયો હતો. તેમના આ કાર્ય માટે ગાયકવાડ મહારાજાએ તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો.કલમ 144 પર વાત:

1898માં બ્રિટિશ સરકારના રાજ વખતે આઝાદીની લડાઈ માટે લોકો ભેગા ન થાય અને સરકાર સામે કોઈ વિરોધ ન કરે તે હેતુથી આ કલમ લાગુ કરાઈ હતી. પરંતુ આઝાદી મળ્યા બાદ પણ આ કલમ યથાવત્ રહી હતી. 60 ના દાયકામાં CrPCમાં ફેરફાર થયા હતા, પરંતુ કલમ 144માં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. માટે આ કલમ 1898થી હજુ સુધી અસ્તિત્વમાં છે.

જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કે પોલીસવડાને આ કલમ સતત અમલમાં રાખવાની સત્તા નથી. કારણ કે તે ગેરબંધારણીય છે, તેને કારણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અને ભેગા થવાના અધિકારોનું હનન થાય છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!