મોબાઈલમાં કે ઘરમાં પોર્ન ફિલ્મની સીડી રાખવી કે જોવી ગુનો બને?

Hits: 497

અમેરિકા બાદ દુનિયાના સૌથી વધુ ઈન્ટરનેટ યુઝર્સમાં ભારત બીજા નંબર પર છે. જોકે, પોર્ન વેબસાઈટ વિઝીટ કરનારા આંકડાઓનો ચોક્કસ અંદાજો તો નથી, પરંતુ 2017માં ભારતમાં પોર્ન વીડિયો જોવાની બાબતમાં 75 ટકાનો વધારો થયો છે. વિશ્વના અન્ય દેશો સાથે સરખામણી કરીએ તો પોર્ન વેબસાઈટ્સ જોવાની બાબતમાં ભારતનું સ્થાન ત્રીજું છે. જ્યારે Google પર પોર્ન સર્ચ કરવાના મામલે પાકિસ્તાન સૌથી આગળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોર્ન સર્ચ કરનારા ટોપ-8 દેશો પૈકી 6 મુસ્લિમ દેશો છે. તેમાં પાકિસ્તાન બાદ બીજો નંબર મિશ્રનો છે. ઈરાન, મોરક્કો, સાઉદી અરબ અને તુર્કી અનુક્રમ ચોથા, પાંચમાં, સાતમાં અને આઠમાં નંબર પર છે. લેબેનોન અને તુર્કીને બાદ કરવામાં આવે તો ઘણા આરબ દેશોમાં પોર્ન સાઈટ પર પ્રતિબંધ છે. હાલ, ભારતમાં પોર્નને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ નિયમ નથી.

એક ઘટના:

છત્તીસગઢ માં કોંગ્રેસનું સોશિયલ મીડિયા સંભાળી રહેલા પૂર્વ પત્રકાર વિનોદ વર્માની પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી રાજેશ મૂણતની ફરિયાદને આધારે રાયપુર પોલીસની એક ટીમે બ્લેકમેલિંગ અને ઉઘરાણીના કેસમાં ધરપકડ કરી લીધી હતી. વર્મા વિરુદ્ધ છત્તીસગઢના પંડરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમો 384, 506 અને IT એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે, જે આધારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. વર્માના ઘરેથી લગભગ 500 જેટલી સીડી મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ‘આ તમામ સીડીઓમાં એક જ સીડીની કોપી છે જેમાં અશ્લીલ કન્ટેન્ટ છે.’

અશ્લીલ કન્ટેન્ટ રાખવા માટે ભારતમાં કાયદો શું કહે છે?
શું ઘરમાં અશ્લીલ સામગ્રી રાખવી અપરાધ છે?
શું કાયદા પ્રમાણે અશ્લીલ કન્ટેન્ટ જોવું એ પણ ક્રાઈમ છે.

આ તમામ પ્રશ્નોનો જવાબ ની આજે આપણે અહીં ચર્ચા કરીશું.પોર્નોગ્રાફીનું પ્રકાશન

પોર્નોગ્રાફી પ્રકાશિત કરવી અને ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી બીજા સુધી પહોંચાડવી એ ગેરકાયદેસર છે, પરંતુ આ પોર્નોગ્રાફી જોવી, વાચંવી કે સાંભળવી કાયદેસર છે પરંતુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી પણ અવૈધ છે.શું છે પોર્નોગ્રાફી?

એવા ફોટો, વીડિયો, ટેક્સ્ટ, ઑડિયો તથા અન્ય સામગ્રી જે એડલ્ટ હોય એટલે કે યૌન કૃત્યો અને નગ્નતા પર આધારિત હોય. પોર્નોગ્રાફીના દાયરામાં આવે છે. આવી સામગ્રીને ઈલેક્ટ્રોનિકલી પ્રકાશિત કરવી, કોઈને મોકલવી કે કોઈ અન્ય માધ્યમ દ્વારા પ્રકાશિત કરવાથી પોર્નોગ્રાફી નિરોધક કાયદો લાગુ થાય છે. બીજાની નગ્ન તસવીરો કે અશ્લીલ વીડિયો તૈયાર કરનાર અને તેને ઈલેક્ટ્રોનિક માધ્યમોથી બીજા સુધી મોકલનાર પણ આ કાયદા અંતર્ગત આવે છે.કડક સજા:

IT એક્ટની કલમ 67(A) હેઠળ અપરાધની ગંભીરતાને આધારે પહેલા અપરાધ માટે 5 વર્ષ સુધીની જેલની સજા કે 10 લાખ સુધીનો દંડ લાગી શકે છે. ત્યાં જ બીજી તરફ આ જ અપરાધ કરવાથી જેલની સજા વધારીને 7 વર્ષ કરી દેવાય છે તેમજ દંડની રકમ પણ 10 લાખ રુ. કરી દેવાય છે.બીનજામીનપાત્ર છે ગુનો

જો ઈલેક્ટ્રોનિક ફોર્મેટવાળી અશ્લીલ સામગ્રીમાં 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરવાળા છોકરા કે છોકરી હોય તો તે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો કેસ બની જાય છે. આવા સંજોગોમાં 67(B)હેઠળ પહેલા અપરાધ માટે 5 વર્ષની જેલ કે 10 લાખ રુ. સુધીનો દંડ થઈ શકે છે. ત્યાં જ બીજી વખત આવો અપરાધ કરનારને 7 વર્ષની જેલ અને 10 લાખ રુ. સુધીના દંડની જોગવાઈ છે. IT એક્ટની કલમો 67 (A) અને 67 (B) બીનજામીનપાત્ર છે.કોમ્પ્યુટરમાં ન કરો સેવ

અહીં તમારી માટે એ જાણવું પણ અગત્યનું છે કે સેક્સ વીડિયોને કોમ્પ્યુટર પર સેવ કરીને રાખવું એ અપરાધ છે કારણકે તે વીડિયો પ્રકાશિત કરાયો હોવાનું માનવામાં આવે છે. કોમ્પ્યુટરમાં વીડિયો સેવ કરવાથી તમને પ્રકાશન કરવામાં સહાયતા મળી હશે તેવું માની દોષી પણ કરાર કરી શકાય છે.”પ્રતિબંધ પર હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ ના નિર્ણય:

પોર્ન વેબસાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાના ઉત્તરાખંડ હાઈ કોર્ટના નિર્ણય બાદ દૂરસંચાર વિભાગે આ પગલું ભર્યું છે. કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન આરોપીએ જણાવ્યુ હતુ કે, પોર્ન વીડિયો જોયા બાદ તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આથી, અદાલતે પોર્ન સાઈટ્સ બ્લોક કરવાના આદેશો આપ્યા છે. ત્યારબાદ દૂરસંચાર વિઙાગે આ પોર્ન વેબસાઈટ્સને બ્લોક કરવાના નિર્દેશ આપ્યા છે.

જોકે, 2015માં પણ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આશરે 850 પોર્ન વેબસાઈટ્સ બ્લોક કરી હતી. જોકે, 5 ઓગસ્ટે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના આદેશ પર પોર્ન પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. તારણ આવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ વેબસાઈટ બેન થવાથી રેવન્યુના નુકસાનની ફરિયાદ હતી. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 70 ટકા ઈન્ટરનેટ ટ્રાફિક પોર્ન વેબસાઈટ્સથી જ આવે છે.

સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર ધ્રુણાસ્પદ, વિવાદાસ્પદ કે નિમન્ન પ્રકારની ટિપ્પણી કરવી પ્રતિબંધિત છે. આમ કરવું ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરશે. આમ થવાથી જો કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો તેના માટેની જવાબદારી ટિપ્પણી કરનાર વ્યક્તિની રહેશે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!