જો તમને ટ્રાફિક પોલીસ રોકે તો જાણો તમારા અધિકાર

Hits: 381

નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશમાં દંડની રકમ પણ વધી ગઇ છે. જે ટ્રાફિક રૂલ તોડનારા આરોપીઓ માટે ઘણો મોંઘો સાબિત થઇ રહ્યો છે. જો તમને કોઇ ટ્રાફિક પોલીસ રોકે તો તમને અધિકાર, નિયમ અને કર્તવ્યની જાણકારી હોવી જોઇએ. જેથી તમે ભારે દંડ ભરવાથી બચી શકો.

1.ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારે તો ટ્રાફિક પોલીસ પાસે તેના દંડની બુક અથવા ઇ-બુક મશીન હોવી જરૂરી છે. જો આ બન્નેમાંથી કોઇ પણ તેમની પાસે નથી તો તમને દંડ ના ફટકારી શકે.

2. ટ્રાફિક નિયમોને ફોલો કરવા જરૂરી છે પરંતુ તમને નિયમોનો હવાલો આપી ટ્રાફિક પોલીસ પરેશાન નથી કરી શકતી. ટ્રાફિક પોલીસના જવાન તમારી સાથે ખોટો વ્યવહાર પણ નથી કરી શકતા.

3. દરેક ટ્રાફિક જવાનનું યૂનિફોર્મમાં હોવુ જરૂરી છે. યૂનિફોર્મ પર બકલ નંબર અને તેનું નામ હોવુ જોઇએ. જો આ બન્ને ટ્રાફિક પોલીસ પાસે નથી તો તમે તેને ઓળખ પત્ર બતાવવા માટે કહી શકો છો. જો ટ્રાફિક પોલીસ પોતાનો ઓળખ પત્ર બતાવવાનો ઇનકાર કરે છે તો તમે પોતાની ગાડીના દસ્તાવેજ તેમને ના આપો.

4. ટ્રાફિક પોલીસનો હેડ કૉન્સ્ટેબલ તમારી પર માત્ર 100 રૂપિયાનો જ દંડ ફટકારી શકે છે. તેનાથી વધુનો દંડ માત્ર ટ્રાફિક ઓફિસર અથવા ASI કે SI જ ફટકારી શકે છે.

5. જો તમને દંડ ફટકારવામાં આવ્યો છે અને તમારી પાસે ફાઇન આપવા માટે પૈસા નથી તો તમે પછી પણ દંડ ભરી શકો છો. આ દરમિયાન તમને કોર્ટ દંડ જાહેર કરવામાં આવશે. એક તારીખ આપવામાં આવશે જ્યારે તમારે કોર્ટમાં જઇને દંડ ભરવો પડશે. આ સ્થિતિમાં ટ્રાફિક અધિકારી તમારૂ ડ્રાઇવિંગ લાઇસન્સ પોતાની પાસે રાખી શકે છે.

6. સેન્ટ્રલ મોટર વ્હીકલ કાયદાના નિયમ 139માં જોગવાઇ કરવામાં આવી છે કે વાહન ચાલકને દસ્તાવેજ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.મોટર વ્હીકલ કાયદા 2019ની કલમ 158 હેઠળ એક્સીડેન્ટ થવા અથવા કોઇ વિશેષ કેસમાં આ દસ્તાવેજો બતાવવાનો સમય 7 દિવસનો હોય છે.

7. જોકે, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અનુસાર જો તમે ટ્રાફિક પોલીસના માંગવા પર તુરંત રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇંશ્યોરન્સ સર્ટિફિકેટ, પૉલ્યૂશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પરમિટ સર્ટિફિકેટ નથી બતાવતા તો આ ગુનો નથી. તે બાદ પણ જો પોલીસ દસ્તાવેજ તાત્કાલીક બતાવવામાં ના આવતા દંડ ફટકારે છે તો તમારી પાસે કોર્ટમાં તેને નકારવાનો વિકલ્પ રહે છે.

8. જો તમને ક્યારેય પણ ટ્રાફિક પોલીસ રોકે છે તો તમારી ફરજ છે કે કોઇ વિવાદ વગર તમે ઉભા રહો અને ઓફિસર દ્વારા માંગવામાં આવેલા કાગળ તેમને બતાવો.જોકે, ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય જરૂરી નથી કે તમે તેમણે કોઇ અન્ય કાગળ બતાવો.

9. ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી નથી કાઢી શકતો. જો તમારી ગાડી રસ્તા વચ્ચે ઉભી છે તો ક્રેન તેને ત્યાર સુધી નથી ઉઠાવી શકતી જ્યાર સુધી તમે ગાડીની અંદર બેઠા હોય.

10. જો ટ્રાફિક નિયમ તોડવા પર ટ્રાફિક પોલીસ તમને અટકાયતમાં લે છે તો કસ્ટડીના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવા જરૂરી છે.

સૌથી સારી વાત એ છે કે તમે જ્યારે યાત્રા માટે નીકળો છો તો તમે ટ્રાફિક નિયમનું પુરી રીતે પાલન કરો. જેથી તમને કોઇ પણ રીતની પરેશાનીમાં ફસાવવાની જરૂર ના પડે. એવામાં તમને પણ ખબર હોવી જોઇએ કો કઇ રીતના ટ્રાફિક નિયમનું પાલન કરવાની જરૂર છે. જો તમે ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!