ભારતીય નાગરિકના આ 10 અધિકાર જાણીને તમે પોલીસથી નહીં પણ પોલીસ તમારાથી ડરશે…

Hits: 2049

નમસ્તે મિત્રો,

ભારતમાં રહેતા દરેક વ્યક્તિને પોતાના અધિકારની જાણ હોવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને એમનો અધિકાર નહીં ખબર હોય તો કોઈપણ લોકો એમનોફાયદો ઉઠાવી શકે છે. જો આપણે આપના અધિકારો અને હક વિશે જાણતા હોય તો કોઈ આપણને હાથ પણ લગાડી શકતા નથી.ધરપકડ:

આપણે ઘણી વાર જોયું હશે કે પોલીસ ઘણી વાર ધરપકડ કરીને ચાર-પાંચ દિવસ જેલમાં પુરી રાખે છે. પોલીસ તમને આટલા દિવસ જેલમાંશા માટે રાખે છે લગભગ ઘણા લોકોને ખબર નહિ હોય. એનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. કારણકે કોઈ એમનો પોતાનો અધિકાર જાણતા નથી.

પોલીસ જ્યારે પણ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે ત્યારે પહેલો અધિકાર એ જાણવાનું છે કે એ શા માટે આપણી ધરપકડ કરે છે. આપણને બરાબરનો હક છે કે આપણે એ જાણી શકીએ છીએ કે આપણે શું અને કયો ગુનો કર્યો છે. આ માટે આપણે પ્રથમ પોતાને પૂછવું જોઇએ કે મેં કોઈ ગુનો કર્યો છે કે નહીં? જો આપણે કઈ પણ ગુનો કર્યો નથી તો આપણે ગભરાવાની જરૂર નથી.

વોરંટ વિના ધરપકડ:

ગુનો કર્યો હોય તો આપણો અધિકાર બને છે કે આપણે પોલીસ પાસેથી માહિતી મેળવી શકીએ કે શા માટે મારી ધરપકડ કરવામાં આવે છે અને એ પોલીસની પામ જવાબદારી બને છે કે એ આપણને જણાવે શા માટે એ આપણી ધરપકડ કરે છે. ઘણી વખત જો કોઈ વ્યક્તિ એ ગંભીર ગુનો કર્યો હોય તો કોઈપણ જાણ વગર પોલીસ વોરંટ વિના એની ધરપકડ કરી શકે છે. ખૂની કે પછી બળાત્કારના કેસમાં જ આવું મોટાભાગે બનતું હોય છે.

ધરપકડની પરિવારને જાણ:

પોલીસની જવાબદારી એ હોય છે કે બાર કલાકની અંદર જે વ્યક્તિની ધરપકડ કરી હોય એની જાણ એમના પરિવારને કરવી. જો પોલીસ આવું ના કરે તો એના પર પણ ગુનો જાહેર થઇ શકે છે.એરેસ્ટ વોરંટ શું છે?

ગંભીર પ્રકારના ગુનામા કોઈપણ વ્યક્તિની ધરપકડ ગમે તે સ્થળે જ કરી લેવામા આવે છે. આ સ્થળ પર પોલીસ અરેસ્ટ વોરંટ બનાવે છે. બધાને ખબર જ હશે કે એરેસ્ટ વોરંટ શું છે? જે એક કાગળ હોય છે જેમાં ધરપકડ કરનારનું નામ, ધરપકડ વાળી વ્યક્તિનું નામ, ધરપકડ ક્યાં સ્થળ પર કરવામાં આવી, તારીખ સમયઅને કોના દ્વારા કરવામાં આવી છે વગેરે. આ કરનારની સહી અને પોલીસવાળાનો હોદો લખવામાં આવે છે. એટલા માટે પોલીસે ધરપકડ સમયે એમને યુનિફોર્મમાં રહેવું જરૂરી છે. પરંતુ આ ઇન્ડિયા છે નહીં ગમે તો ચાલે.

ગુનેગારને મારવાનો અધિકાર:

ધરપકડ સમયે પોલીસ સ્થળ પર જ બનાવતી હોય છે. અરેસ્ટ વોરંટ ન બનાવે તો કોઈ વાંધો નથી પણ પોલીસને કોઈ પણ ગુનેગારને મારવાનો કોઈ અધિકાર હોતો નથી. આ માટે આપણે એને કહીશું તો પોલીસ સમજી જશે કે તમે કાયદા વિશે જાણો છો. તે તમારા પર કોઈ પણ પ્રકારની બીજી કાર્યવાહી કરશે નહીં.પોલીસ સ્ટેશનની અંદર વકીલને મળવાની માંગણી:

જો કોઈ અન્ય અધિકારની વાત કરીએ તો જ્યારે પોલીસ સ્ટેશનની અંદર તમારી પૂછપરછ કરવામાં આવે ત્યારે તમે પહેલા વકીલને મળવાની માંગણી કરી શકો છો. આ માટે કલમ ૪૧ હેઠળ તમને તમારા વકીલને મળવા દેવા જોઈએ.

આ સમયની વચ્ચે તમે દલીલ કરી શકો છો કે પહેલા મારે મારા વકીલને મળવું છે ત્યારબાદ જ આગળ વાત કરવામાં આવશે. એટલા માટે પહેલા મને મારા વકીલે મળવા દ્યો. આ વકીલની મુલાકાત કરાવવાની જવાબદારી પોલીસની બની જશે. જો પોલીસ આવું ના કરે તો એના પર પણ ગુનો જાહેર થઇ શકે છે.૨૪ કલાકની અંદર ગુનેગારને કોર્ટમાં રજૂ કરવા:

એક નિયમ એવો પણ છે કે જ્યારે ધરપકડ કરવામાં આવી હોય અને એ પછીના ૨૪ કલાકની અંદર પોલીસવાળાએ ગુનેગારને કોર્ટમાં રજૂ કરવાના હોય છે. અત્યારના પોલીસવાળા ૨૪ કલાકના બદલે ત્રણ થી ચાર દિવસ સુધી જેલમાં રાખે છે. આ માટે સગા સંબંધીએ એસ.પી પાસે જઈને રજૂઆત કરવી કે મારા મેમ્બર્સને કોર્ટમાં રજુ કરો. સુપ્રીમ કોર્ટનું એવું માનવું છે કે ધરપકડ કરી એનો મતલબ એવો નથી કે તે વ્યક્તિ ગુનેગાર છે. ધરપકડ શા માટે કરી એનું પોલીસ પાસે કોઈ ચોક્કસ કારણ અને સાબિતી હોવી જોઈએ.

ગુનેગારને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે મેડિકલ રિપોર્ટ હોવો જરૂરી:

એક નિયમ એવો પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે મેડિકલ રિપોર્ટ હોવો જરૂરી છે. આથી દરેક વ્યક્તિએ સૌપ્રથમ મેડિકલ રિપોર્ટ જરૂર કરાવો જોઈએ. જે તમે કોર્ટમાં દાવો કરી શકો કે આ લોકોએ મારો મેડિકલ રિપોર્ટ જોઈને પણ મારા પર જુલમ કર્યો છે અને મારા પર હાથ ઉપાડ્યો છે. જો તમારા શરીર પર ઇજાના નિશાન હોય તો કોર્ટ પણ પોલીસ પર જરૂરી પગલાં ભરી શકે છે.પોલીસ પાસે એવો કોઈ અધિકાર નથી કે એ તમારા પર મારામારી કરે.મહિલા વ્યક્તિની ધરપકડ:

ગમે તે મહિલા વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો એ ખાસ જરૂરી છે કે તેની ધરપકડ એક મહિલા પોલીસ જ કરી શકે અને તેની ધરપકડ સૂર્યાસ્તના સમય પહેલા જ થવી જોઈએ. જો કોઈ એવા કેસ હોય કે જેમાં સૂર્યાસ્ત બાદ ધરપકડ કરવી જ પડે એમ હોય તો આ માટે સૌપ્રથમ પોલીસે મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી જરૂરી બને છે. કોઈ પણ પ્રકારની ધરપકડ હોય પણહંમેશા પોલીસે પોતાના યુનિફોર્મમાં હોવું જરૂરી છે. પરંતુ અમુક એવા સમયે ગુનેગાર ભાગી જવાના ડરના કારણથી જોપરવાનગી મળેલ હોય તો પોલીસ બિન યુનિફોર્મમાં પણ ધરપકડ કરી શકે છે.

નાના બાળકની ધરપકડ:

નાના બાળકની ધરપકડ સાદા ડ્રેસમાં કરી શકાય છે અને બાળક સાથે શાંતિથી વર્તન કરવું કારણકે જો શાંતિથી વર્તન કરવામાં ના આવેતો બાળક ડરી જાય છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!