બંધારણમાં સુધારાની પદ્ધતિ અને વિવિધ બંધારણીય સુધારાઓ

Hits: 720

બંધારણમાં સુધારાની પદ્ધતિ

ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે.

(1) સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો.
(2) સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો.
(3) સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

બંધારણમાં અત્યાર સુધી લગભગ 102 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.

બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં 42 માં સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે .

બંધારણના મહત્વના સુધારાઓ

પ્રથમ સુધારો (1951) :

મૌલિક અધિકારોમાં સમાનતા, સ્વતંત્રતા, તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો. નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ.

બીજો સુધારો (1953) :

રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.

સાતમો સધારો (1956) :

14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા.

આઠમો સુધારો (1960) :

અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો.

દસમો સુધારો (1961) :

દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો.

બારમો સુધારા (1961) :

ગોવા, દમણ અને દીવ ભારતમાં જોડાયા .

તેરમો સુધારો (1962) :

નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો.

ચોદમો સુધારો (1962) :

ફ્રાન્સ ના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું. જે અંગે સુધારો કર્યો .

પંદરમો સુધારો (1963) :

ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.

એકવીસમો સુધારો (1967) :

બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ.

છવ્વીસમો સુધારો (1971) :

રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા.

એક્ત્રીસમો સુધારો (1973) :

લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી.

છ્ત્રીશ્મો સુધારો (1975) :

આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.

સાડાત્રીસ્મો સુધારો (1975 ) :

અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો.

બેતાલીસમો સુધારો (1976) :

આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું. મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું. મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે. રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે, તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો.

ચુમાલીસમો સુધારો (1978) :

મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા. લોકસભા, વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.

સુડતાલીસમો સુધારો (1984 ) :

નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા.

બાવનમો સુધારો (1985) :

રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.

ત્રેપનમો સુધારા (1986) :

આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું.

ચોપનમો સુધારો (1986) :

સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો. ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ. 10,000/- માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ. 9000/- માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ. 8000/- માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.

સત્તાવનમો સુધારો (1987) :

આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

એકસઠમો સુધારો ( 1989) :

આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.

બાસઠમો સુધારો (1989) :

લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ જે 2000 સુધી અમલમાં રહેશે.

છાસઠમો સુધારો (1990) :

બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા.

ઓગણસીત્તેરમો સુધારો (1991) :

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે, તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.

સીતેરમો સુધારો (1962) :

પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો.

એકોતેરમાં સુધારો (1992) :

બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી, મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.

તોતેરમો સુધારો (1992) :

ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં 33 % બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .

ચુમોતેરમાં સુધારો (1992) :

પંચાયતીરાજ સબંધી સુધારો.

પંચોતેરમો સુધારો (2002) :

ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.

પંચયાસીમો સુધારો (2002) :

બંધારણીય અનુંછેદ 16(4-A) નો સંશોધિત 85 મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.

છ્યાસીમો સુધારો (2002) :

આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં આવ્યો. આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.

સીતયાસીમો સુધારો (૨૦૦૩) :

આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .

એકાણું મો સુધારો (૨૦૦૩) :

આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.

92 મો સુધારા (2003) :

બોડો, ડોગરી, મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.

93 મો સુધારા (2005) :

ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ.

94 મો સુધારો (2006) :

ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .

95મો સુધારો (2009) :

SC અને ST માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25 જાન્યુ, 2020 સુધી)

96 મો સુધારો (2011) :

ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!