મામલતદાર કચેરીમાં ગયા વગર જમીનની 7/12 માં ઓનલાઇન વારસાઈ નોંધ કરી શકાય? જાણો વિગતવાર માહિતી…..

Hits: 2788

હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી, જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે.

ઘણા લોકો જમીન વારસદારના નામે કરાવવા માટે ધક્કા ખાતા રહે છે છતાં પણ એનું કામ થઇ શકતું નથી અને ધક્કા જ ખાવા પડે છે. રાજયસરકાર દ્વારા બિનખેતીની ઓનલાઇન મંજૂરી બાદ જમીનમાં વારસાઇ ફેરફાર નોંધની અરજીની મહેસુલી સેવા ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ લગભગ ઘણા ખેડૂતોને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી અને ગામડાઓ માં અપૂરતી સુવિધાથી સેવાની સફળતા સામે સવાલ ઉભા થાય છે.

બીજી બાજુ ખેડૂતોને કોમ્પ્યુટર નું પૂરતું જ્ઞાન ન હોય એટલે એમણે સાયબર કાફે જવું પડે છે, ધંધાર્થીઓ આ તકનો લાભ લઇ ખેડૂતો પાસેથી અરજી કરવાના નાણાં ઉઘરાવે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ઉભો થયો છે. હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી,જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે.ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ કાર્યવાહી:

 • વારસાઇ નોંધ માટે gujarat.gov.inવેબસાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
 • અરજી માં જણાવેલી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. Iora સાઇટ પર શ્રુતિ ફોન્ટની વિગતો દર્શાવી છે.
 • સહીવાળી અરજી સાથે મૃત્યુનું પ્રમાણપત્ર અને મૃત્યુ થનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમીટ કર્યાની તારીખથી મહતમ 15 દિવસમાં રીયલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે.
 • અરજી સાથે 7-12, 8-અ જેવા બીજા કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.
 • જો કોઇ ચોકકસ બાબત માટે કોર્ટ નો હુકમ આવે તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.
 • ઉપરોકત તમામ વિગતો ભરીને તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવાથી અરજદાર ની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થઇ જશે.
  મૃત્યુ પામનાર તથા તેમના વારસદારોની વિગતની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકકપત્ર કે કાચી નોંધનો નંબર જનરેટ થશે.
 • અરજદાર તથા અરજી મુજબના હકક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇ ની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે.

મુદ્દાસર અને વિગતવાર માહતી માટે ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરોઇ-ધરા કેન્દ્રની કાર્યવાહી:

 • ઓનલાઇન વારસાઈ નોંધ ઓટો મ્યુટેશન રજીસ્ટરમાં દેખાશે.
 • ઇ-ધરા નાયબ મામલતદારે ઓટો મ્યુટેશન રજીસ્ટર પરથી મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની અને અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે.
 • જે તે ખાતાની 8-અ તથા 7-12ની પ્રિન્ટ પોતાના લોગીનમાંથી મેળવવાની રહેશે.
 • અરજદાર દ્વારા મૃત્યુ નું પ્રમાણપત્ર, પેઢીનામું અને અસલ અરજી રજૂ કર્રીને ઓનલાઇન રીસીવ કરવાના રહેશે. જેથી અરજદાર ને એસએમએસ થી જાણ થઇ શકે.
 • જો અરજી સબમીટ કર્યાની તારીખથી 10 દિવસ સુધી અરજદાર દ્વારા ઉપરોકત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે તો 11 માં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ જનરેટેડ એસએમએસ જાય તેવી વ્યવસ્થા એનઆઇસી દ્વારા કરવાની રહેશે.
 • મૃત્યુ નું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજૂ થાય પછી નાયબ મામલતદાર ઇ -ધરાએ પોતાના લોગીન માં ઓનલાઇન રીસીવ કરવું અને પછી નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપી તે આપ્યા બદલ સહી મેળવવાની રહેશે.
 • વારસાઇ નોંધણી નો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઇ તપાસીને કરવાનો રહેશે.

હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી,જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!