લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો…

Hits: 1797

1 સપ્ટેમ્બર 2019થી RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં. નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવામાં આવે તો મેમો ફાડવામાં આવી રહ્યો છે. જો કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના અનુસાર તમે ટ્રાફિક પોલિસ કોઈ પણ ડોક્યૂમેન્ટ માંગે અને તરત જ ન બતાવો તો તે ગુનો નથી.સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં. આનો અર્થ એ છે કે જો વાહન ચાલક દાવો કરે છે કે તે 15 દિવસમાં ડોક્યૂમેન્ટ્સ બતાવી દેશે તો પોલીસ કે આરટીઓ તે વાહન ચાલકનો મેમો ફાડી શકે નહીં. આ પછી વાહન ચાલકે તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાના રહે છે.

મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમ 158 ના આધારે એક્સીડન્ટ થાય કે કોઈ ખાસ કેસમાં પણ ડોક્યૂમેન્ટ્સ બતાવવાનો સમય 7 દિવસનો મળે છે. જો ટ્રાફિક પોલીસ RC, DL, ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ, PUC અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવા માટે મેમો ફાડે છે તો ચાલક પાસે કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરવાનો વિકલ્પ હોય છે.

સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ, 1989 ના રૂલ 139 માં સુધારો:17 ડિસેમ્બર 2018 ના રોજ સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ, 1989 ના રૂલ 139 માં સુધારો કરવા માં આવ્યો હતો. જે મુજબ આ રૂલ 139 માં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજી કરણ નો ઉમેરો કરવામાં આવ્યો છે.

‘મોટર વાહનનો ડ્રાઇવર અથવા કંડકટરે નોંધણી, વીમા, માવજત (ફિટનેસ) અને પરમિટનું ફિઝિકલ અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચેક હેઠળના પ્રદૂષણ માટેનું પ્રમાણપત્ર અને યુનિફોર્મમાં કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા માંગણી સાથે સંબંધિત અન્ય દસ્તાવેજોમાં પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. અથવા આ માટે રાજ્ય સરકાર દ્વારા અધિકૃત અન્ય કોઈ અધિકારી, અને જો કોઈ અથવા બધા દસ્તાવેજો તેના કબજામાં નથી, તો તે કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા અથવા અન્ય કોઈ અધિકારી દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત દસ્તાવેજો ની નકલ અથવા નકલ રજૂ કરશે. અથવા માંગણીની તારીખથી 15 દિવસની અંદર રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા દસ્તાવેજોની માંગણી કરનાર અધિકારીને મોકલી આપવાના રહેશે.’

આઈ.ટી.એક્ટ 2000 ની કલમ 4: “ઇલેક્ટ્રોનિક રેકોર્ડની કાનૂની માન્યતા”4. ઇલેક્ટ્રોનિક રેકોર્ડની કાનૂની માન્યતા. – જ્યાં કોઈ કાયદો તે માહિતી પ્રદાન કરે છે કે અન્ય કોઈ બાબત લેખિતમાં અથવા ટાઇપરેટેડ અથવા મુદ્રિત સ્વરૂપે હોઇ શકે, તોપણ, આવા કાયદામાં સમાયેલ કંઈપણ હોવા છતાં, આવી આવશ્યકતાને સંતોષ માનવામાં આવશે તો આવી માહિતી અથવા બાબત છે-
(એ) ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રેન્ડર અથવા ઉપલબ્ધ કરાયેલ; અને
(બી) સુલભ જેથી અનુગામી સંદર્ભ માટે ઉપયોગી થઈ શકાય.

આઈ.ટી.એક્ટ 2000 ની કલમ 2(R) “ઇલેક્ટ્રોનિક ફોર્મ” એટલે શું ?(આર) “ઇલેક્ટ્રોનિક ફોર્મ”, માહિતીના સંદર્ભ સાથે, એટલે કે મીડિયા, મેગ્નેટિક, ઓપ્ટિકલ, કમ્પ્યુટર મેમરી, માઇક્રો ફિલ્મ, કમ્પ્યુટર જનરેટ માઇક્રો ફિશ અથવા સમાન ઉપકરણમાં બનાવેલી, મોકલેલી, પ્રાપ્ત અથવા સંગ્રહિત કોઈપણ માહિતી;

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!