પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ ની સ્થાપના, ઉપયોગ, દાન સ્વીકાર અને આવક-ખર્ચનું નિવેદન

Hits: 79

PMNRF ની સ્થાપના:

તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ જાન્યુઆરી, 1948માં કરેલી અપીલને પગલે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)ની સ્થાપના પાકિસ્તાનથી વિસ્થાપિત વ્યક્તિઓને સહાય કરવા સરકારી પ્રદાન સાથે કરવામાં આવી હતી.

PMNRF ના સંસાધનોનો ઉપયોગ:

PMNRF ના સંસાધનોનો ઉપયોગ અત્યારે મુખ્યત્વે પૂર, તોફાન અને ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને તથા મોટા અકસ્માતો અને તોફોનોના પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે થાય છે.

PMNRFમાંથી સહાય હૃદયની સર્જરીઓ, કિડની પ્રત્યારોપણ, કેન્સરની સારવાર અને એસિડના હુમલા વગેરે જેવી તબીબી સારવાર માટેના ખર્ચ માટે પણ આંશિક રીતે વહેંચવામાં આવે છે. ભંડોળમાં સંપૂર્ણપણે જનતાનું પ્રદાન સામેલ હોય છે. આ માટે કોઈ અંદાજપત્રીય ટેકો આપવામાં આવતો નથી.

આ ભંડોળનું શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો તથા અન્ય એજન્સીઓમાં વિવિધ સ્વરૂપે રોકાણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીની મંજૂરી સાથે વહેંચવામાં આવતું PMNRF ની રચના સંસદે કરી નથી. આ ફંડ આવકવેરા ધારા અંતર્ગત ટ્રસ્ટ તરીકે માન્ય છે અને તેનું સંચાલન રાષ્ટ્રીય હિતો માટે પ્રધાનમંત્રી કે એકથી વધારે પ્રતિનિધિઓ કરે છે.PMNRF નું કાર્યાલય

PMNRF નું સંચાલન “પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી – 110011” માંથી થાય છે અને કોઈ લાઇસન્સ ફી ચુકવવામાં આવતી નથી.

આવકવેરા માં માફી:

પીએમએનઆરએફને આવકવેરા ધારા, 1961ની કલમ 10 અને 139 હેઠળ રિટર્નના ઉદ્દેશમાંથી માફી આપવામાં આવી છે. પીએમએનઆરએફ માટે પ્રદાનને આવકવેરા કાયદા, 1961ની કલમ 80(જી) અંતર્ગત કરવેરાને પાત્ર આવકમાંથી 100 ટકા માફી આપવામાં આવે છે.PMNRF નું સંચાલન

પ્રધાનમંત્રી પીએમએનઆરએફના અધ્યક્ષ છે અને તેમને માનદ ધોરણે અધિકારીઓ/સ્ટાફ સહાય કરે છે. પીએમએનઆરએફનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર AACTP4637Q છે.

સ્વૈચ્છિક દાન સ્વીકાર:

પીએમએનઆરએફ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી સ્વૈચ્છિક દાન જ સ્વીકારે છે.

સરકારના અંદાજપત્રીય સંસાધનોમાંથી પ્રદાન કે સરકારી કંપનીઓની બેલેન્સ શીટમાંથી પ્રદાન સ્વીકારવામાં આવતું નથી. ફંડમાં શરતી પ્રદાન સ્વીકાર્ય નથી, જ્યાં દાતા ચોક્કસપણે ઉલ્લેખ કરે છે કે રકમ ચોક્કસ હેતુ માટે છે.

બેંકોમાં દાન:

જો દાતા દ્વારા સીધા જ પીએમએનઆરએફ સંગ્રહની કોઈપણ બેંકોમાં દાન સીઘું જમા કરવામાં આવ્યું હોય તો, તેમને ઝડપી 80 (જી) ઈન્કમ ટેક્સ રસીદ પ્રાપ્ત કરવા માટે, pmnrf@gov.in પર ઇ-મેઇલ દ્વારા તેમના સરનામાં સાથે સંપૂર્ણ ટ્રાંઝેક્શન વિગતો પ્રદાન કરવાની સલાહ આપવામાં આવે છે.

રોકડ / ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા દાન કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરો.

Click here to make online donation.

છેલ્લા 10 વર્ષના આવક અને ખર્ચનું નિવેદન નીચે આપ્યું છે:

વર્ષકુલ આવક(ફાળો, વ્યાજની આવક, રીફંડ)કુલ ખર્ચ (તોફાનો, પૂર, અનાવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, તબીબી ખર્ચ વગેરે)બેલેન્સ
2009-10 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
185.06143.901652.78
2010-11 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
155.19182.331625.64
2011-12 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
200.79128.431698.00
2012-13 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
211.42181.621727.80
2013-14 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
577.19293.622011.37
2014-15 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
870.93372.282510.02
2015-16 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
751.74624.742637.02
2016-17 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
491.41204.442923.95
2017-18 (A)
(પ્રાપ્તિ અને ખર્ચ ખાતુ જુઓ)
486.65180.853229.76
2018-19 (View Receipt and Payment Accounts)783.18212.503800.44

(A = ઓડિટેડ, UA = અનઓડિટેડ) (તા. 04.06.2019 સુધીની માહિતી અનુસાર)

મોદીનું PM CARES નેહરૂના PMNRFથી અલગ:

કોરોનાના મહાસંકટથી લડવા માટે કેન્દ્ર સરકારે પ્રાઇમ મિનિસ્ટર સિટિઝન આસિસ્ટેન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચુએશન (પીએમ-કેયર્સ) ફંડની રચના કરી છે.

સંકટથી લડવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) પહેલાથી જ તો નવો પીએમ કેયર્સ ફંડ બનાવવાની શું જરૂર? આવા સવાલો લોકોના મનમાં ઉદ્ભવ્યા છે. પરંતુ તેનું સરકારી સૂચનો કે આદેશો અનુસાર હજુ સુધી કોઈ તરણ નીકળવા પામ્યું નથી.

PM કેર ફંડ: જે લોકોએ દાન આપ્યું તેઓનું માનીએ તો ફંડમાં 9690 કરોડ રૂપિયા આવ્યા

(All Details from PM India website)

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!