પતિથી લાંબો સમય અલગ રહેવાને ક્રૂરતા ગણી છૂટાછેડા મંજૂર કર્યા

Hits: 72

બોમ્બે હાઇ કોર્ટે એક શખ્સને તેની પત્નીથી છુટાછેડાની મંજૂરી આપતા ઠરાવ્યું હતું કે કોઇ મહિલા તેના પતિની સંમતિ વગર લાંબા સમય માટે તેનો સાથ છોડી જાય તો તે ક્રૂરતા સમાન છે અને તે છુટાછેડાનું કારણ બની શકે છે.

એક પતિએ કરેલી જલગાંવની અદાલતના ચુકાદાને પડકારતી અરજીને હાઇકોર્ટે (એચસી)ના ન્યાયમૂર્તિ વિભા કંકણવાડીએ દાખલ કરી હતી. હિન્દુ મેરેજ એકટની કલમ  ૧૩ (૧) (૧-એ) હેઠળ પતિએ છુટાછેડા નોંધાવેલી અરજીને જલગાંવ અદાલતે ફગાવી દીધી હતી. 

પત્ની મહિનાઓ સુધી તેના પિયરમાં રહેતી હોવાની રજૂઆત પતિએ કરી હતી. તેના સંદર્ભમાં એચસીની બેન્ચે જણાવ્યું હતું કે પિતાના ઘરે વારંવાર જવું અને એક સાથે બેત્રણ મહિના ત્યાં રહેવું તેની ગણના પજવણી તરીકે કરી શકાય કેમ કે મહિલાના પતિએ આવી વ્યવસ્થા માટે તેની સંમતિ આપી ન હતી.પોતાના બચાવમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેમનાં પ્રેમલગ્ન છે અને પ્રથમ લગ્નથી મને સંતાનો છે તેની ખબર મારા પતિને હતી અને એ સંતાનોની સારસંભાળ લેવાની સંમતિ તેણે આપી હતી. બીજા લગ્ન થયા પછી મારા નવા ઘરે હું સંતાનોને લઇ ગઇ ન હતી અને તેમની સંભાળ લેવા હું મારા પિયરે જતી હતી.

અદાલતે મહિલાની દલીલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, “પતિએ મહિલાનાં સંતાનોની જવાબદારી લીધી હોત તો આ સમસ્યા જ ઉભા થાત જ નહીં.”

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!