માહિતી અધિકાર અધિનિયમ, 2005: પ્રક્રિયા

Hits: 73

કાયદા હેઠળ, આવરી લેવામાં આવેલા બધા સત્તાધિકારીઓએ જાહેર માહિતી અધિકારી (પીઆઇઓ-PIO)ની નિમણૂક કરવી પડે છે. કોઇ પણ વ્યક્તિ માહિતી મેળવવા માટે પીઆઇઓ(PIO)ને લેખિતમાં વિનંતી સુપરત કરી શકે છે. આ કાયદા હેઠળ માહિતીની માગ કરતા કોઇ પણ ભારતીય નાગરિકને માહિતી પૂરી પાડવાની પીઆઇઓ (PIO)ની જવાબદારી છે. જો કરવામાં આવેલી વિનંતી અન્ય જાહેર સત્તા સાથે સંબંધ ધરાવતી હોય તો પાંચ દિવસના સમયગાળામાં સંબંધિત વિભાગને તબદીલ કરવા કે પહોંચાડવાની જવાબદારી પીઆઇઓ (PIO)ની હોય છે. આ ઉપરાંત, પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ પીઆઇઓ (PIO)ને પહોંચાડવા માટે આરટીઆઇ (RTI) વિનંતીઓ અને અપીલ સ્વીકારવા મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIOs)ની નિમણૂક કરવી જરૂરી છે. માહિતીની માગ કરતા નાગરિક તેના નામ અને સંપર્કની વિગતો સિવાયની કોઇ જ વિગતો જાહેર કરવા જવાબદાર નથી.

કાયદામાં વિનંતીનો જવાબ આપવા નિશ્ચિત સમયગાળો દર્શાવવામાં આવ્યો છે:

 • જો પીઆઇઓ (PIO)ને અરજી કરવામાં આવી હોય તો તે મળ્યાના 30 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.
 • જો આ વિનંતી એપીઆઇઓ(APIO)ને કરવામાં આવી હોય તો તે મળ્યાના 35 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.
 • જો પીઆઇઓ (PIO) (યોગ્ય રીતે માહિતી આપવા) અન્ય વિભાગને અરજી સુપરત કરે તો તેનો જવાબ આપવા માટે 30 દિવસ નો સમયગાળો મંજૂર કરાયો છે પરંતુ તેને તબદીલ કરવામાં આવ્યો હોય તેવા પીઆઇઓ (PIO)ને અરજી મળે તે દિવસથી ગણતરી થાય છે.
 • શિડ્યુલ્ડ સિક્યોરિટી એજન્સીઝ (કાયદાની બીજી સૂચિમાં દર્શાવેલ) દ્વારા ભ્રષ્ટાચાર અને માનવીય કાયદાઓના ઉલ્લંઘનને લગતી માહિતી કેન્દ્રીય માહિતી પંચની આગોતરી મંજૂરી સાથે 45 દિવસ માં પૂરી પાડવામાં આવે છે.
 • આમ છતાં, માહિતી સાથે કોઇ વ્યક્તિની જિંદગી કે સ્વતંત્રતા સંકળાયેલી હોય તો પીઆઇઓ (PIO) 48 કલાક માં જવાબ આપે તેવી અપેક્ષા હોય છે.

માહિતી મેળવવા માટે ચૂકવણી કરવી પડતી હોવાથી પીઆઇઓ(PIO)નો જવાબ વિનંતી સામે માહિતી આપવાનો ઇનકાર (પૂર્ણ અથવા આંશિક રીતે) અને/અથવા “વધુ ફી”ની ગણતરી આપવા સુધી મર્યાદિત રહે તે જરૂરી છે. પીઆઇઓના જવાબ અને માહિતી માટે વધારાની ફી જમા કરાવવા માટે લીધેલા સમયની વચ્ચેના ગાળાને મંજૂરી આપેલા સમયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

જો આ ગાળામાં માહિતી પૂરી પાડવામાં ન આવે તો તેને ઇનકાર કર્યો હોવા તરીકે ગણવામાં આવે છે. કારણો સાથે કે તેના વિના કરાયેલો ઇનકાર કદાચ અપીલ અથવા ફરિયાદ માટેનું કારણ બની શકે. વધુમાં, નિશ્ચિત સમયગાળામાં પૂરી નહી પાડવામાં આવેલી માહિતી વિના મૂલ્યે પૂરી પાડવી જોઇએ.

કેન્દ્રીય વિભાગો માટે as of 2006, વિનંતી ફાઇલ કરાવવાની ફી રૂ. 10, પાના દીઠ માહિતી માટે રૂ. 2 અને પ્રથમ કલાક બાદ નિરીક્ષણના દરેક કલાક માટેની ફી રૂ. 5 છે. જો અરજદાર ગરીબી કાર્ડ ધારક હોય તો કોઇ પણ ફી લાગુ પડશે નહી. આ પ્રકારના બીપીએલ કાર્ડ ધારકોએ જાહેર સત્તા સમક્ષ તેમની અરજી સાથે તેમના બીપીએલ(BPL) કાર્ડની નકલ પૂરી પાડવાની હોય છે. રાજ્ય સરકાર અને હાઈ કોર્ટ તેમના પોતાના નિયમો નક્કી કરે છે.


આ પણ જુઓ: માહિતી અધિકાર અધિનિયમ, 2005 : પરિચય, રચના, કાર્યક્ષેત્ર, માહિતી

આ પણ જુઓ: માહિતી અધિકાર અધિનિયમ, 2005 પહેલાના રાજ્યકક્ષા ના કાયદાઓ


કઈ માહિતી છતી કરી શકાતી નથી? =

નીચેની માહિતીને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે (S.8)

 • માહિતી, કે જેની જાહેરાત ભારતની સાર્વભૌમત્વતા અને સંકલિતતા, રાજ્યની સલામતી, “વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અને આર્થિક” હિતો, વિદેશી રાજ્ય સાથેના સંબંધને પક્ષપાતી રીતે અસર કરશે અથવા આક્રમણની ઉશ્કેરણીમાં પરિણમી શકે;
 • કોઇ પણ કોર્ટ અથવા ટ્રીબ્યૂનલના કાયદા દ્વારા માહિતી પ્રસિદ્દ કરવાની મનાઇ વ્યક્ત કરવામાં આવી હોય અથવા જેની જાહેરાતમાં કોર્ટના તિરસ્કારનો સમાવેશ થતો હોય;
 • માહિતી કે જેની જાહેરાત સંસદના અથવા રાજ્યની વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કરતી હોય;
 • વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતી, જેની જાહેરાત કરવાથી ત્રીજા પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન કરે તેવી હોય, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
 • જે તે વ્યક્તિને તેના ન્યાસ સંબંધને કારણે ઉપલબ્ધ માહિતી, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
 • વિદેશી સરકારના વિશ્વાસમાં પ્રાપ્ત કરવામાં આવેલી માહિતી;
 • જે-તે વ્યક્તિના જીવન માટે જોખમી બનતી હોય અથવા શારીરિક સલામતી જોખમાતી હોય અથવા લાગુ પડાયેલ કાયદા અથવા સલામતી હેતુઓ માટે વિશ્વાસથી આપેલી સહાય, એવી માહિતીની જાહેરાત;
 • એવી માહિતી કે જે તપાસની પ્રક્રિયા અથવા દહેશત ફેલાવે અથવા અપરાધીની કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભી કરતી હોય;
 • પ્રધાનો, સચિવો અને અન્ય અધિકારીઓની કાઉન્સિલની ચર્ચાવિચારણાઓની રેકોર્ડઝ સહિતના કેબિનેટ પેપર્સ;
 • જે માહિતી અંગત માહિતીને લાગતીવળગતી હોય, તેની જાહેરાતને કોઇ જાહેર કામગીરી અથવા હિત અથવા જે-તે વ્યક્તિની ગોપનીયતા પરના કારણ વિનાનું આક્રમણ કરતી હોય (પરંતુ તે પણ એ શરતે કે તે માહિતીનો સંસદ અથવા રાજ્ય ધારાસભાને માહિતી આપવાનો ઇનકાર કરી શકાય નહીં, તેને આ અપવાદ દ્વારા ઇનકાર કરી શકાશે નહીં) તેવી માહિતીની જાહેરાત;
 • ઉપર કોઇ પણ અપવાદો દર્શાવ્યા છતાં પણ જાહેર અધિકારી, જો માહિતીની જાહેરાત રક્ષિત હિતોને નુકસાન ન પહોંચાડતી હોય તો તે માહિતી જોવાની મંજૂરી આપી શકે છે. (નોંધ: આ જોગવાઇની કાયદાની પેટાકલમ 11(1)ની જોગવાઇ અનુસાર માન્ય કરવામાં આવી છે, જે 8(1)(d)સાથે વાંચતા આ અધિનિયમ હેઠળ “વેપાર અથવા વ્યાપારી રહસ્ય કાયદા દ્વારા રક્ષિત છે” તેની જાહેરાતને મુક્તિ આપે છે)’

તમારે ગુજરાતી ભાષા માં માહિતી મેળવવા નો અધિનિયમ 2005 મેળવવો હોય તો અહીં ક્લિક કરો.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!