Adv K D Sheladiya - Arbitrator & Advocate

સરદાર સાહેબ ને બીડી નું વ્યસન હતું. તેમણે આ કારણ થી છોડી હતી બીડી

Hits: 97

ખેડા જીલા ના રાસ ગમે એક સભા ને સંબોધન કરતી વખતે સરદાર સાહેબ ની ધરપકડ કરવા માં આવી હતી. એમને બંદી બનાવી ને સાબરમતી જેલ માં લઇ જવામાં આવ્યા. સરદાર સાહેબ ને બીડી નું વ્યસન હતું. બીડી પીધા વગર એમને ચેન ન પડે. જો કે સરદાર સાહેબે પોતાનો બીડી પીવાનો શોખ ખાનગી માં જ પૂરો કરતા હતા.

પોલીસ વાળા એ સરદાર સાહેબ ને લઈને સાબરમતી જેલ આવ્યા ત્યારે જેલના દરવાજા પાસે જ જેલ ના સુપ્રિટેન્ડન્ટ મળી ગયા. સુપ્રિટેન્ડન્ટ સરદાર સાહેબ થી પરિચિત હતા. અને સરદાર ના કર્યો થી પણ પ્રભાવિત હતા. એમને ખબર હતી કે સરદાર ને ધુમ્રપાન નું વ્યસન છે. એટલે સુપ્રિટેન્ડન્ટે પોતાના ખિસ્સા માંથી સિગારેટ નું પેકેટ કાઢ્યું અને સરદાર ને સિગારેટ ઓફર કરી.

સિગારેટ પીવા માટે સરદાર સાહેબ નું મન લલચાયું. એમણે સિગારેટ લેવા માટે હાથ લાંબો કર્યો પણ સિગારેટ ના પેકેટ સુધી પહોઁચે એ પહેલા કૈક વિચાર આવતા જ હાથ પાછો ખેંચી લીધો. સુપ્રિટેન્ડન્ટ ને નવાઈ લાગી, એટલે એમણે સરદાર સાહેબ ને પૂછ્યું, “કેમ હાથ પાછો લીધો ? તમે તો બીડી પીવો જ છો ને ?” સરદારે કહ્યું, “હા, હું બીડી પિવ છું પણ જેલમાં કઈ તમે થોડા મને બીડી આપવાના છો?”

માત્ર બે સેકન્ડ માં સરદારે મહત્વનો નિર્ણય લઇ લીધો. અંગ્રેજો ની ગુલામી માંથી મારે મારા દેશ ને આઝાદ કરાવવો હોય તો હું આમ બીડી નો ગુલામ બની જાવ એ કેમ ચાલે? તે દિવસ થી સરદારે બીડી નું વ્યસન કાયમ માટે છોડી દીધું.

વ્યસન છોડવા માટે મજબૂત મનોબળ ની જરૂર પડે છે. “કાલ થી આ છોડી દઈશ” એવું વિચારવા વાળા ની કાલ ક્યારેય થતી જ નથી. ખુબ સારું કામ કરતા હોઈએ અને અનેક લોકો આપણને અનુસરતા હોય ત્યારે જો આપણે વ્યસન કરીએ તો એ ચંદ્રમાં માં રહેલા કાલા ડાઘ જેવું હોય છે. જે આપણા પગલે ચાલે છે એના માટે પણ આ ડાઘ દૂર કરવો જ જોઈએ.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!