Hits: 17
શરિયા (شَرِيعَةٌ ) એટલે ઇસ્લામી કાયદાનું સ્વરૂપ. આ શબ્દનો અર્થ “માર્ગ” અથવા “રીત” થાય છે; ન્યાયશાસ્ત્રના ઇસ્લામી સિદ્ધાંતો પર આધારિત કાયદેસર વ્યવસ્થામાં જીવતા લોકોના જાહેર તેમજ મોટાં ભાગના ખાનગી જીવનના પાસાંને નિયંત્રિત કરતું કાયદાને લગતું એક માળખું છે. ફિકહ ઇસ્લામી ન્યાયશાસ્ત્ર માટે વાપરવામાં આવતો શબ્દ છે, જે ઇસ્લામી કાયદાશાસ્ત્રીઓના અધિકૃત ઠરાવથી બનાવવામાં આવ્યો છે. ઇસ્લામી અભ્યાસના એક ઘટક તરીકે, ફિકહ એવી કાર્યપદ્ધતિની સવિસ્તર રજૂઆત કરે છે જેના દ્વારા ઇસ્લામી કાયદાઓ પ્રાથમિક તેમજ સહાયક સ્ત્રોતમાંથી વ્યુત્પન્ન થાય છે.
ઇસ્લામની મુખ્યધારા ફિકહ ના લક્ષણો કહે છે, અર્થાત વિદ્વાનો દ્વારા શરીયા માંથી નક્કી કરવામાં આવેલા હસ્તક્ષેપો અને વિગતોની સમજૂતી, જે ફિકહની અંદર રહેલા સિદ્ધાંતોનો સંદર્ભ આપે છે. વિદ્વાનો એવી આશા વ્યક્ત કરે છે કે ફિકહ અને શરિયા કોઈ પણ સંજોગોમાં સુમેળતાથી રહેશે, પણ ખાતરીપૂર્વક આમ કહી શકાય નહીં.
ઇસ્લામી ફિલસૂફમાં તર્કના પ્રાથમિક સ્વરૂપોને કિયાસ પ્રક્રિયાની સાથે 7મી સદીથી ઇસ્લામિક ન્યાયશાસ્ત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઇસ્લામના સ્વર્ણિમ કાળ દરમ્યાન, ઇસ્લામી ફિલસૂફો અને ન્યાયશાસ્ત્રીઓ વચ્ચે તાર્કિક વાદ-વિવાદ થતાં કે કિયાસ શબ્દનો સંદર્ભ તુલનાત્મક વિચારશક્તિ, પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત વિચારશક્તિ, કે નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે કરવામાં આવે છે કેમ.
કેટલાંક ઇસ્લામી વિદ્વાનોની દલીલ છે કે કિયાસ વિચારશક્તિ સાથે સંદર્ભ ધરાવે છે, જેના માટે ઈબ્ન હઝ્મ (994-1064) અસંમતિ દર્શાવે છે, અને દલીલ આપતાં જણાવે છે કે કિયાસ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત વિચારશક્તિ સાથે સંદર્ભ ધરાવતો નથી, પરંતુ સાચાં અર્થમાં નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે અને તુલનાત્મક વિચારશક્તિ પર રૂપક સહજવૃત્તિ પ્રમાણે સંદર્ભ ધરાવે છે.
બીજી તરફ, અલ-ગઝાલી (1058-1111) (અને આધુનિક સમયમાં અબુ મોહમ્મદ આસેમ અલ-મકદિસી) દલીલ કરે છે કે કિયાસ નો સંદર્ભ સાચા અર્થમાં તુલનાત્મક વિચારશક્તિ સાથે અને રૂપક સહજવૃત્તિ અંતર્ગત નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે છે.
અન્ય ઇસ્લામી વિદ્વાનો સમયાંતરે, દલીલ કરતાં જણાવે છે કે કિયાસ બન્ને રીતે સાચા અર્થમાં તુલનાત્મક વિચારશક્તિ અને નિરપવાદ સાધ્ય પ્રમાણની સાથે સંદર્ભ ધરાવે છે.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.