Hits: 96
વર્તણૂકનું માર્ગદર્શન મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ૪ જૂલાઇ ૧૯૮૫ ના રોજ બધા રાજયો/યુનીયન ટેરીટરી અને પોલીસ ડીપાર્ટમેન્ટ ના ચીફને આપવામાં આવ્યું હતું. ભારતીય સંવિધાન દ્વારા સુચવેલ મૂળભૂત અધિકારોને માન આપવું એ પોલીસ અધિકારીઓની ફરજબને છે.
મૂળભૂત અધિકારો:
(1) કોઇપણ કાનૂની કાયદા પર સવાલ ઉઠાવવાનો અધિકાર પોલીસને નથી. છલ, કપટ, ભેદભાવ કે ડર વગર કાયદાને અમલમાં મુકવાની જવાબદારી પોલીસની બને છે.
(2) પોલીસે પોતાની ક્ષમતા અને કાર્યની મર્યાદાને સમજી અને તેને માન આપવાની જરૂર છે. જોરજબરજસ્તી કરતી કોઇની ઉપર આરોપ થોપવો, ચુકાદો કરવો કે સજા આપવાનું કામ પોલીસનું નથી.
(3) કાયદો અમલમાં મુકવા માટે બને ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ સમજાવટ, સલાહ સુચનો કે ચેતવણી નો સહારો લેવો જરૂરી છે. કોઈ છુટકો ના હોય તો જ આના સીવાય બીજી પધ્ધતિ નો ઉપયોગ કરવો. સંજોગો ધ્યાનમાં રાખીને આરોપી સાથે મર્યાદીત વર્તન કરવું જરૂરી છે.
(4) પોલીસ અધિકારીની સૌથી મોટી ફરજ જુલ્મ કે અવ્યવસ્થા ને રોકવાની છે નહીં કે આ માટે પોતે શું કર્યું તેનો દેખાડો કરવો.
(5) દરેક નાગરિકનાં હિસ્સામાં રાજય કે દેશ માટે અમુક ફરજ બજાવાનું કામ છે. પોલીસ પણ પોતે જનતાનો એક હિસ્સો છે. ફરક માત્ર એટલો છે કે તેઓ સમાજના હિતમાં સરકારને પોતાની સેવા આપે છે.
(6) પોલીસ અધિકારીઓએ એ સમજવાની જરૂર છે કે તેમની ફરજોની કાર્યશીલતાનો આધાર જનતાનો સાથ અને સહકાર છે.
(7) પોલીસ અધિકારીઓએ હંમેશા જનતા નું કલ્યાણ કરવું જરૂરી છે. જનતા તરફ આદર અને કાળજીનો રૂખ અપનનાવવો જોઇએ. કોઈ પણ ફળની આશા રાખ્યા વગર દોસ્તીનો હાથ લંબાવી જનતાને પોતાની સેવા આપવી જરૂરી છે.
(8) પોતાની જાત પહેલા હંમેશા ફરજનું સ્થાન છે. મુસીબત, ધમાલ કે હિંસાના સમય પર મનનું સંતુલન જાળવી નિર્ણય લેવા જરૂરી છે. જનતાના બચાવ માટે પોતે શહીદ થઈ જવાની માનસિક તૈયારીપોલીસે રાખવી પડે.
(9) પોલીસ અધિકારીઓમાં ઘણા બધા ગુણ હોવા જોઇએ – શિષ્ટાચાર, વિવેક, નિષ્પક્ષ, પ્રતિષ્ઠીત, સાહસી વગેરે. પોલીસનું વ્યકિતત્વ એવું હોવું જોઇએ કે જનતા નાગરિકો સહાયની અપેક્ષા કરી શકે.આ માર્ગદર્શન મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા અપાયેલું છે. આ માર્ગદર્શન બધા રાજયો/યુનિયનટેરેટરી, પોલિસ ડિપાર્ટમેન્ટનાં ચીફ ને ૪ જૂલાઈ ૧૯૮૫ ના રોજ આપવામાં આવ્યા હતા.
(10) પ્રમાણિકતા એ પોલીસની આબરૂ માટે ખુબ મહત્વનું પરિબળ છે. પોતાની બીજી જીંદગી અને કામગીરીના ક્ષેત્રે પોલીસે શિષ્ટાચાર, સચ્ચાઇ અને પ્રમાણિકતા અનુસરવી ખૂબ જરૂરી છે.
(11) દેશ અને જનતાના બચાવ માટે પોલીસે પોતાની જાતને હંમેશા માનસિક અને શારીરિક રીતે તૈયારરાખવી જોઇએ. કાયદા, સંવિધાન અને જનતા પ્રત્યે હંમેશા શિષ્ટતા અને વફાદારી જાળવવી જરૂરી છે.
(12) લોકશાહી, અને બીનસાંપ્રદાયીક દેશના નાગરિક તરીકે પોલીસની જવાબદારી બને છે કે તે હંમેશા કલુષિત મંતવ્યો ને ભૂલી, ભાઇચારા અને શાંતીના વાતાવરણ માટે પ્રયત્નો કરે. સમાજ, કોમ, જાતી, ભાષા ને લગતા કોઈ પણ ભેદભાવ વગર એકતા અને શાંતિની મીસાલ અને ભાવના ઊભી કરે. સ્ત્રીઓ અને પછાતવર્ગીય સમુદાયના લોકો સાથે માનપૂર્વક વર્તન કરે.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.