કોઇપણ નાગરિકની ધરપકડ કરવા માટે પોલીસની ક્ષમતા

Hits: 96

ગુનાહિત કાર્યવાહી કોડ, ૧૯૭૩ ની કલમ ૪૧ કહે છે કે : કોઇપણ પોલીસ ઓફીસર વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે?

(1) કોઇપણ પોલીસ અફસર મેજીસ્ટ્રેટનાં આદેશ કે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે.
(2) ધરપકડ કરવા માટે પોલીસને આરોપી પર શંકા હોય, કોઇએ તેને ખીલાફ ફરીયાદ કરી હોય કે પછીઅદાલતી તપાસ કરી શકાય તેવો ગુનો હોય તેટલું જ કાફી છે.

પણ સુપ્રિમ કોર્ટ આનાથી તદ્દન વિરુધ્ધ વાત કહે છે. ચીફ જસ્ટીસ, એમ.એન. વેંકટચલઇમાં (ઉત્તર પ્રદેશ ૨૫૦૪/૧૯૯૪ સામે જોગીંદર કુમાર) પોલીસની ધરપકડની પ્રક્રિયાની ક્ષમતાની વ્યાખ્યા આપે છે. આ ચુકાદો ખાસ કરીને અદાલતી તપાસ કરી શકાય તેવા ગુના માટે છે, જેમ કે ૪૯૮-એ “કાયદાકીય પધ્ધતિ વગર કોઇપણ પોલીસ ઓફીસર આરોપીની ધરપકડ કરી શકે નહીં ધરપકડ કરવાની છુટ/ક્ષમતા એક વસ્તુ છે અને ધરપકડનું વ્યાજબીપણું દર્શાવવું એ બીજી વસ્તુ છે”.

ધરપકડ કયા આધાર પર કરી તેનો સબળ પ્રમાણ આપવું પોલીસ ઓફીસરની ફરજ બને છે. ધરપકડ કે કબજો એ કોઈ પણ વ્યકિતની સામાજીક ઇજજત અને સ્વાભીમાન ને ખુબ જ ઠેસ પહોચાડે છે. નાગરિકોનું સંરક્ષણ કરવું અને સંવિધાને આપેલા અધિકારોને માન આપવું એ દરેક પોલીસ ઓફીસરની ફરજ બને છે. જરૂરી તપાસ કર્યા વગર અને કાનુની વોરંટ વગર આરોપીની ધરપકડ કરવાનો પોલીસને કોઈ હક બનતો નથી. કોઇક પણ વ્યકિતની તેની સ્વાધીનતા થી વંચિત રાખવી એ ગુનો છે.

ધરપકડ કરતા પહેલા બીજી અનેક જરૂરિયાતો પુરી કરવી મહત્ત્વની છે. તે નીચે મુજબ છે:

(1) ખૂન ખરાબો, મોટી ચોરી અને બળાત્કાર જેવા ગુનામાં ધરપકડ કરવી જરૂરી બને છે. આવું કરવાથી ત્રાસ કે યાતનાના ભોગ બનેલા વ્યકિતીને માનસિક આધાર મળશે.
(2) પોલીસને શક હોય કે આરોપી ફરાર થઈ જશે તો પણ તેની ધરપકડ કરી શકાય.
(3) આરોપી હિસંક વર્તન કરે અને વધુ કરશે તેવી શંકા હોય તો તેની ધરપકડ કરી શકાય.
(4) આરોપીને મોટા ગુના કરવાની આદત થઈ ગઈ હોય તો તેને રોકવા માટે તેની ધરપકડ ખુબ જરૂરી છે.

દિલ્હી હાઈ કોર્ટ સી.આર. એલ.એમ.એમ. ૩૮૭૫/૨૦૦૩ ૨૮.૦૧.૨૦૦૪ સામે સી.બી.આઇ. ના મુકદમા માં જસ્ટીસ જે.ડી.કપૂરે કહ્યું છે કે:

“આ અદાલતનો અનુભવ છે કે આઇ.પી.સી. હેઠળ કલમ ૪૯૮-એ, ૪૦૬ પોલીસ અને અરજ કરનાર દ્વારા ખુબ શોષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ગુનો એટલો મોટો નથી કે તેના હેઠળ આકરી સજા આપવી જોઇએ.”

છતાં પણ આરોપીના દૂરના કે નજીકનાં નાનાં કે ઘરડાં બધાજ સગાસંબંધીઓની ધરપકડ પોલીસ કરે છે. બીનજરૂરી લોકોની ધરપકડ કરવી વ્યર્થ છે. અરજ કરનાર, તેને મા બાપ અથવા તો બીજા કોઇ લાગતા વળગતા વ્યકિતનું બયાન કાફી છે. ખોટા પગલાં ભરવાથી પોલીસ ઘર જોડવાને બદલે ઘરને તોડવાનું કામ કરે છે. ઘરનાં કોઇ પણ વ્યકિત કે સગાસંબંધીઓની ધરપકડ થતાં જ વાત છૂટાછેડા અને દુઃખી અવસ્થા તરફ જવા માંડે છે. ગંભીર ગુના વગર ધરપકડ કરવી હીતાવહ નથી.”

હું ખુબ ઉત્સુક છું એ જાણવા માટે કે તમારા દાદા, દાદી, બાળકો, મા બાપ જસ્ટીસ એમ.એન વેંકટચલીયા ના કહેવા મુજબ કઈ રીતે બચી શકે છે. પોલીસ તમને કહેશે કે ૪૯૮-એ અદાલતી તપાસની ક્રિયા કરી શકાય તેવો ગુનો છે. પણ અદાલતી તપાસનો અર્થ થાય કે તપાસ અંગે રીતસર માહિતી મેળવવી નહીં કે ધરપકડ કરવી.

મેં એવી એક વાત સાંભળી છે કે બીજા અનેક ચુકાદામાં સુપ્રિમ કોર્ટ પોલીસને વોરંટ વગર આરોપીની ધરપકડ કરવાની પરવાનગી આપી છે. મેં બધા ચુકાદા વાચ્યાં નથી તેથી હાલ આનાથી અજાણ છું. આ ઉપરાંત તમારી ધરપકડ નું પ્રમાણ હોવું જરૂરી છે એમાં કાંઈ બે મત નથી. તમારી ધરપકડ થાય તો પોલીસે તમારી સાથે માન પૂર્વક વર્તન કરવું અને તમારા અધિકારો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આમ ના થાય તો તમે અદાલતમાં ફરિયાદ નોંધાવી શકો છો. આગળ વાંચો અને સમજો કે હું શું કહેવા માંગું છું.

કોઈક વ્યકિતની ધરપકડ થાય તો તેના માટેની પ્રક્રિયા શું છે?

(ડી કે બાસુ વી. વેસ્ટ બેંગાલ રાજય ૧૯૯૭ / SCC / ૪૨૬) સુપ્રિમ કોર્ટ દ્વારા દરેક રાજયોને આરોપીની ધરપકડ અંગે અમુક આદેશ આપવામાં આવ્યા. આ ચુકાદાને ભારતનાં મિરાન્ડા અધિકારોનું નામ આપવામાં આવ્યું છે. આ ચુકાદો પોલીસની ધરપકડ પ્રક્રિયા અને હવાલાતમાં વ્યકિતઓનાં અધિકારોની વાત કરે છે. દેશમાં હવાલાતમાં ઘણા બધા આરોપીઓની મૃત્યુ થવાને કારણે આ ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદા પ્રમાણે કોઈ પણ હોદ્ધાનો પોલીસ ઓફીસર અદાલત દ્વારા ગુનેગાર દોષીત થઈ શકે છે. જો તે ચુકાદાનો આદેશ માન્ય ના રાખે તો.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!