એરિસ્ટોટલ: કુદરતી કાયદાના પિતા

Hits: 40

એરિસ્ટોટલને અનેક વાર કુદરતી કાયદાના પિતા કહેવામાં આવે છે. તેમના તત્વદર્શી પૂર્વજો, સોક્રેટીસ અને પ્લેટોની જેમ,એરિસ્ટોટલે પણ કુદરતી ન્યાય કે કુદરતી અધિકારના અસ્તિત્વને સ્થાન આપ્યું (ડિકાઇઓન, ફિઝીકોન , δικαίον φυσικόν , લેટિન ઈયસ નેચુરાલ ). કુદરતી કાયદા સાથે તેમનું જોડાણ મોટે ભાગે તો થોમસ એક્વિનસ દ્વારા તેમને આપવામાં આવેલા અર્થઘટનના કારણે છે.

આ એક્વિનસનાં કુદરતી કાયદા અને કુદરતી અધિકારના સંકલિત પાઠ પર આધારિત હતું, જે અંગેના પત્રને એરિસ્ટોટલે નિકોમેશિઅન એથિક્સ નામની બુક V (= યુડેમિઅન એથિક્સ ની બુક IV )માં સ્થાન આપ્યું છે. એક્વિનસનો પ્રભાવ એટલો હતો કે આ અવતરણના સંખ્યાબંધ જુના ભાષાંતરોને અસર થઈ હતી. જો કે હાલના ઘણાં ભાષાંતરો તેનું શબ્દશઃ: વર્ણન કરે છે.

એરિસ્ટોટલનો ન્યાયનો સિદ્ધાંત તેનાં સ્વર્ણિમ ઈરાદાના વિચારોની મર્યાદામાં બંધાયેલો હતો. અલબત્ત તે જેને “રાજકીય ન્યાય” તરીકે ઓળખાવતો હતો તે તેની “ન્યાયી” ની ચર્ચાઓમાંથી નૈતિક સદગુણ તરીકે ઉત્પન્ન થતું હતું જે બે અતિરેક વચ્ચેના સાધન તરીકે વ્યુત્પાદિત થયું હતું, જે રીતે તે દરેક બીજા સદગુણોના લક્ષણો વર્ણવતો હતો. તેના ન્યાયના સિદ્ધાંતની સૌથી લાંબી ચર્ચા નિકોમેશિઅન એથિક્સ માં જોવા મળે છે અને તેની શરૂઆત એ સવાલથી કરવામાં આવી છે કે ન્યાયી કર્મ એ ક્યા પ્રકારનો માર્ગ છે. તે એવી દલીલ કરે છે કે “ન્યાય” શબ્દ ખરેખર તો બે ભિન્ન પરંતુ સંબંધિત વિચારોનો સંદર્ભ આપે છે: સામાન્ય ન્યાય અને ચોકસાઈવાળો ન્યાય.

જ્યારે એક વ્યક્તિની ક્રિયાઓ અન્ય લોકોની સાથે સંબંધ ધરાવતી વખતે બધી જ બાબતોમાં સંપૂર્ણત: સદાચારી હોય, એરિસ્ટોટલ તેને “સામાન્ય ન્યાય” ના અર્થમાં “ન્યાય” કહે છે, એ રીતે ન્યાયનો આ વિચાર ઓછાં વત્તા અંશે સદાચારની સાથે વિસ્તીર્ણ રૂપે સમાન અર્થ ધરાવે છે. “ચોક્સાઈવાળો” કે “આંશિક ન્યાય” , તુલનાત્મક રીતે ભેદ કરીએ તો, “સામાન્ય ન્યાય” નો એક ભાગ છે કે એક વ્યક્તિગત ગુણ છે જે અન્ય લોકોની સાથે પણ સમાનતાથી વર્તન કરવા પર ભાર આપે છે.

એરિસ્ટોટલ ન્યાયની આ અયોગ્યતાપૂર્ણ ચર્ચાથી રાજકીય ન્યાયના યોગ્ય અવલોકન તરફ લઈ જાય છે, જેનાથી તે એવું કઈંક સમજાવવાની કોશિશ કરે છે જે આધુનિક ન્યાયશાસ્ત્રના વિષયની નજીક છે. રાજકીય ન્યાય માટે, એરિસ્ટોટલ દલીલ કરે છે કે તે અંશત: કુદરતી રીતે ઉત્પન્ન થયું છે અને અંશત: સર્વ સામાન્ય સંમતિની બાબત છે. આ કથન આધુનિક કુદરતી ન્યાયના સિદ્ધાંતકારો દ્વારા રજૂ કરવામાં વિચારોની લગોલગ હોઈને જાહેર નિવેદન તરીકે સ્વીકારી શકાય.

પરંતુ તેને એટલે પણ યાદ રાખવું જોઇએ કેમ કે એરિસ્ટોટલે તેમાં નૈતિકતાના વિચારોનું વર્ણન કર્યું છે, ન્યાયની વ્યવસ્થાની ચર્ચા નથી કરી, અને એટલે અહીં કુદરત વિશેની તેમની નોંધને નૈતિકતાના મૂળભૂત તત્વોના સ્વીકાર તરીકે લેવી જોઈએ જેને કાયદા તરીકે ઠેરવવામાં આવ્યું છે નહીં કે કાયદાઓને. અહીં જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે પ્રશ્ન જેટલો જ નિસ્તબ્ધ છે.

એરિસ્ટોટલના એ વિચાર કે કુદરતી કાયદાનું નિરૂપણ અપ્રામાણિક પ્રવચન – રેટરિક માંથી થયું હતું, તેનું સૌથી મોટું પ્રમાણ એરિસ્ટોટલની એ નોંધ છે જેમાં તે લખે છે કે, દરેક માણસે પોતાના માટે બનાવી કાઢેલા “ ચોક્સાઈવાળા” કાયદાઓથી અલગ એક “ સામાન્ય” કાયદો છે જે કુદરતી રીતે અનુકૂળ છે.

આ ટિપ્પણીનો પૂર્વાપર, જો કે, એટલું જ સૂચન કરે છે કે એરિસ્ટોટલ એવી સલાહ આપે છે કે અતિશ્યોક્તિપૂર્ણ રીતે આવા કાયદાની સામે અપીલ કરવી ફાયદાકારક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈના પોતાનાં શહેરનાં “ચોક્સાઈવાળા” કાયદા જે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હોય તેનાં કરતાં વિરુદ્ધ હોય, એવું નથી કે ત્યાં એવા કોઈ કાયદા હોય.

એરિસ્ટોટલ, વધુમાં આ ફકરામાં ખોટા દર્શાવવામાં આવેલા કુદરતી કાયદા, કે જેને સાર્વત્રિક માન્ય ગણવામાં આવ્યાં છે તેના માટે ત્રણમાંથી બે ઉમેદવાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચાવિચારણા કરે છે. એરિસ્ટોટલ દ્વારા કુદરતી કાયદાની પરંપરા માટે કરવામાં આવેલ સૈદ્ધાંતિક કર્તૃત્વ તેથી વિવાદાસ્પદ ઠરે છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!