Hits: 42
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. દેશ ની 80 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. એનો મતલબ એ થયો કે દેશ ની 80 ટકા જનતા ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ખેતી નો વ્યવસાય મુખ્યત્વે ચોમાસા અને જમીની પાણી (કુવા અને બોર દ્વારા મેળવાતું) પર નિર્ભર છે.
ખેતી લાયક જમીન માં સિંચાઈ ની સગવડ હોય એવી જમીન ફક્ત 22 ટકા છે. બાકીની 30 ટકા જમીન માં કુવા અને બોર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. દેશ ની 48 ટકા જમીન માં પાણીની સગવડ નથી. આ જમીન ધારણ કરતા ખેડૂતો ચોમાસા પર નિર્ભર છે.
ખેડૂતો ની પરિસ્થિતિ પહેલાના જમાનામાં પણ જેવી હતી તેવી જ પરિસ્થિતિ આજે પણ છે. પહેલા ઉપજ હતી તો કર વધુ હતો.
આઝાદી પહેલા ગુલામી ના સમય માં 50 ટાકા સુધીનો કર ભરવો પડતો. આઝાદી બાદ પણ ખેડૂતોની પરિસ્થિતિ દયનિય જ રહી છે. આઝાદી બાદ પંચવર્ષીય યોજના ના નામે ખેડૂતો ને લોભામણી લાલચો અને ખેડૂતો ના નામે કૌભાંડ થાય છે. બીજી તરફ હાલ માં ખેડૂતો ના ઓજારો આખા ભારત માંથી ઉઘરાવ્યાં બાદ સરદાર પટેલ ની મૂર્તિ ચીન માં બનાવવામાં આવી એ બહુ મોટું કૌભાંડ છે.
આમ ખેડૂત રોજે રોજ લૂંટાતો જ રહ્યો અને તેની પરિસ્થિતિ હંમેશા ચિંતા જનક રહી છે. નેતાઓ એ વોટ બેન્ક માટે અવનવી લાલચો તો આપી પરંતુ તે કોઈ દિવસ ફળી નહીં. આજ કાલ ખેડૂત ના દીકરાઓ ખેતી ના વ્યવસાય થી અળગા થવા લાગ્યા છે. અથવાતો ખેતી ની સાથો સાથ અન્ય વ્યવસાય સાથે સંકલાઈ જાવા લાગ્યા છે. જો ખેડૂત ની આજ પરિસ્થિતિ રહેશે તો ખેતી ના વ્યવસાય માં અને ધાન ની ઉપજ માં મોટો તફાવત આવી જશે. લોકો એ શાકાહાર થી માંસાહાર તરફ વળવું પડશે.
માટે જાગો અને ખેડૂતો ને સમજો. ખેતી ના વ્યવસાય ને સમજો.
- સંકલન: કે. ડી. શેલડીયા
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.