પોલીસ : સાચા “સેનાની” હોવા છતાંય વગોવાતી રહે છે.

Hits: 193

આજ દિન સુધી ભારત માં પોલીસ નું માન-સન્માન જે મુજબ થવું જોઈએ એ પ્રમાણે થતું નથી. જયારે કોઈ સેનાએ નો જવાન સરહદ પર શાહિદ થાય છે ત્યારે આખો દેશ એની શહીદી ને નમન કરે છે. સોશિયલ મીડિયામાં પણ સેનાએ ના શહીદો ની શાહિદી માટે શોક નું વાતાવરણ સર્જાય જાય છે. પરંતુ જયારે કોઈ પોલીસ વાળો મારે છે ત્યારે એક ભ્રસ્ટાચારી ઓછો થયો એક પાપી ઓછો થયો. એવી ભાવના લોકોના મનમાં જોવા મળે છે.

આપણે જાણીએ છીંકે કે પ્રજા ની વચ્ચે દિવસ રાત એક કરી ને 24 કલાક 365 દિવસ પોલીસ ફરજ બજાવે છે, એ પણ એકેય રજા વગર. પોલીસ સ્ટેશન દિવસ રાત 24 કલાક ખુલ્લા રહે છે. જેમ સેનાએ ના જવાનો રાત દિવસ ઋતુ કે કોઈ પણ તહેવાર ની ઉજવણી વગર દેશ ની સેવા કરતા હોય છે એજ રીતે પોલીસ પણ એ જ કરે છે. તેમ છતાંય એનું માન જળવાતું નથી. આ થવા પાછળ ઘણા બધા કારણો છે. અને આવા કારણો ને લઈને આપણે આજે એક વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.

લોકો નો ભ્રમ:

જયારે પણ સામાન્ય નાગરિક ને પોલીસ ની સેવા ની જરૂર પડે ત્યારે પોલીસ હાજર થતી હોય છે. પરંતુ લોકો એ હંમેશા જોયું છે કે ગુનો બની ગયા બાદ પોલીસ હંમેશા મોડી પહોંચે છે. સામાન્ય નાગરિક સાથે પોલીસ નું વર્તન પણ ઘણું તોછડું હોય છે. એ ઉપરાંત લોકો ની ઓળખાણ હોય તો જ પોલીસ તમારું કામ કરશે એવી માન્યતા છે. અને પોલીસ ને લોકો રાજનેતા ના ગુલામ સમજે છે. ખરેખર આ ભ્રમ માંથી પ્રજાએ નીકળવું જોઈએ. તમારી મુદ્દાસર ની સારી રજુઆત પોલીસ સાંભળતી જ હોય છે.પોલીસ નો ભ્રમ:

ખરેખર પોલીસ પ્રશાસન પણ પોતાને રાજનૈતિક લોકો ના ગુલામ સમજે છે. ખરેખર આ ભ્રમ માંથી પ્રજાએ અને પોલીસે બંને એ નીકળવું જોઈએ. પોલીસે તેને મળતા કાયદાકીય રક્ષણ અને તાકાત બને નો સદુપયોગ કરવો જોઈએ. કોઈ પણ નેતાની ગુલામી કરવાથી કે સરકાર માં રહેલા પક્ષ ની તરફેણ કરવાથી લોક સેવા નથી થતી.

જેના માટે પોલીસ ને તાકાત આપવામાં આવી છે એનો ઉપયોગ પોલીસે તેના રક્ષણ માટે કરવાનો હોય છે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજા પર થતા અત્યાચાર નું શું ? ન્યાય મેળવવાનું પ્રથમ પગલું એ પોલીસ છે. તો પોલીસે લોક સેવા ને મહત્વ એવું જોઈએ નહિ કે રાજનીતિક દબાણ ને વશ માં થઇ ને ગુલામી માનસિકતા વળી કામગીરીને.ગેર વહીવટ:

પોલીસ ની કામગીરી ને સામાન્ય ગુનાઓ જોવા જઈએ તો ખુબ જ પ્રશંસનીય કામગીરી હોય છે. પરંતુ જો કોઈ નેતા વિરોધી કે સરકાર પક્ષની તરફેણ કરતા લોકો વિરોધી ગુનો નોંધવાની વાત આવે તો, પોલીસ હંમેશા કામ માં ઢીલ કરતી હોય છે અથવાતો ફરિયાદ કરનાર વિરુદ્ધ જ કાર્યવાહી કરતી જોવા મળે છે. આવા ગેરવહીવટો પોલીસ ને નીચી દેખાડતા હોય છે.

દારૂબંધી ના મુદ્દે ગુજરાત ની પોલીસ ને હંમેશા નિશાનો બનાવાય છે. હાલ માં જ પાટણ માં બનેલ ઘટના આ ગેરવહીવટ ની સચ્ચાઈને ખુલ્લી પડે છે. પોલીસ ઇન્સ્પેકટર અને સબ-ઇન્સ્પેકટર જ જો બુટલેગર બની જાય તો આવા કાયદા કાનૂન પર લોકો ને વિશ્વાસ કેમ રહેશે? પોલીસે આવા ગેરવહીવટો કરવાના બદલે પ્રજહિત ના અને લોકસેવા ની માનસિકતા વિકસાવી એ મુજબ કામગીરી કરવી જોઈએ. તો જ લોકો નો વિશ્વાસ પોલીસ પર બની રહેશે. અથવા તો ગુમાવેલો વિશ્વાસ ફરી કેળવી શકાશે.ભ્રસ્ટાચાર:

“પોલીસ પૈસા ખાય છે.” “પોલીસ ને પૈસા આપો તો જ કામ થાય.” “પોલીસ વગર પૈસે કામ કરતી નથી.” “પેલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તો મારા ખિસ્સા માં છે.” વગેરે વગેરે શબ્દો ખુબ જ સાહજિકતા થી વપરાય છે અને લોકો આ તમામ બાબતો પર ભરોસો પણ કરે છે. કેમ કે પોલીસ ની અંદર દેખીતો ભ્રસ્ટાચાર જોવા મળે છે. જો કે એ વાત સ્વીકારવી પડે કે દેશ માં જો 100 રૂપિયાનો ભ્રસ્ટાચાર થતો હોય તો પોલીસ નો એમાં 1 % હિસ્સો પણ નહિ હોય. તેમ છતાંય તેનો ભ્રસ્ટાચાર લોકો ની વચ્ચે થતો હોય જેના કારણે પોલીસ બદનામ થઇ છે અને થાય છે.

કોઈ પણ કામ કરાવવા માટે પોલીસ ને પૈસા આપવા પડે છે. ફરિયાદ નોંધાવવા માટે પૈસા ન આપો તો પોલીસ એફ.આઈ.આર. નથી કરતી. અને જો કોઈ પૈસા આપે તો પોલીસે ન નોંધવા જેવા કે સમાધાનકારી ગુના માં પણ ફરિયાદ નોંધી હોય છે. જે છેલ્લે કોર્ટ પર ભારણ વધારે છે. આમ એક જગ્યા એ થતો ભ્રસ્ટાચાર અનેક જગ્યા એ અસર કરે છે. અને આની સૌથી મોટી અસર “પોલીસ” શબ્દ ને થાય છે. લોકો માં એ ઘૃણા ઉત્પન્ન કરે છે. અને તેથીજ પોલીસ સાચા સેનાની હોવા છતાંય લોકો વગોવી નાખે છે.રાજનૈતિક દબાણ:

આજે રાજનેતાઓ એ પોલીસ હથિયાર તરીકે વાપરવાનું શરુ કરી દીધું છે. અને જેથી જ આવા લોકો એ પોલીસ ને રાજનૈતિક ગુલામી તરફ ધકેલી દીધી છે. પોલીસ ની અંદર ભ્રસ્ટાચાર છે એટલું પૂરતું નથી, પોલીસ નો ઉપગયો પણ ભ્રસ્ટાચાર માટે કરવા માં આવે છે.

તમે કોઈ નેતા વિરુદ્ધ કંમ્પ્લેઇન લખાવવા જાવ તો શું થશે ? પોલીસ તમારી કંમ્પ્લેઇન લેશે ? નહિ. ઉલટાનું તમને પોલીસ કહેશે કે, “ભાઈ મને આવી બાબતો માં ના ઘસેડો. અમારી બદલી થઇ જશે.” એ શું દર્શાવે છે…. રાજનેતાઓ નો પોલીસ પ્રશાસન પર કાબુ દર્શાવે છે. પોલીસ કોઈ બનાવ ની ફરિયાદ લેવા જાય અને તેમાં જો કોઈ નેતા કે મોટી ઓળખાણ ધરાવતા વ્યક્તિ નું નામ આવે તો કાયદાઓ કાયદા નું કામ કરતા અટકી જશે. બીજી ભાષા માં કહીએ તો તેવા સમયે પોલીસ આવા કાયદાઓ ને થોડીવાર માટે તેનું કામ કરતા અટકાવી દેશે. અને તેથીજ પોલીસ પર લોકો ને વિશ્વાસ રહ્યો નથી.પોલીસ ની કામગીરી પર પ્રશ્ન:

પોલીસ જો સામાન્ય સંજોગો માં કામગીરી કરતી હોય તો સારી કરે છે. અને જ્યાં નાણાકીય બાબતો આવી જાય, કોઈ ઓળખાણ ધરાવતા વ્યક્તિ એ પોલીસ ની મદદ લેવાની આવી જાય, ભ્રસ્ટાચાર ને લાગતો કોઈ કેસ આવી જાય તો પોલીસ ની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે. પોલીસે આવી કામગીરી કરવા માંથી બચવું જોઈએ.

પોલીસ ને તેની કામગીરી બાબતે સવાલ કરવાનો હક શાષકોનો નહિ પરંતુ જાણતા નો હોવો જોઈએ. અને લોકશાહી ની પરિભાષા માં પોલીસ લોકો ની તરફેણ ની હોવી જોઈએ, નહિ કે સરકારી સૂચનાઓ (મૌખિક) ના અમલીકરણ વળી. એટલે જ કોઈ પોલીસ વાળો મારે છે ત્યારે એક ભ્રસ્ટાચારી ઓછો થયો એક પાપી ઓછો થયો. એવી ભાવના લોકોના મનમાં જોવા મળે છે.પોલીસ નો પગાર:

પોલીસ જેવી ડ્યુટી સરકારી નોકરીમાં અન્ય કોઈ પણ વિભાગ ની જોવા મળતી નથી. પોલીસ ની કામગીરી 24 કલાક ની હોય છે. અને એ સેવા મુજબ નો એમને પગાર મળવો જોઈએ એ પણ નરી વાસ્તવિકતા છે. મારા ઘણા મિત્રો પોલીસ પ્રશાસન માં ફરજ બજાવે છે. તેઓ નું માનવું એ છે કે જો પોલીસ ને પૂરતો પગાર મળતો હોય તો ભ્રસ્ટાચાર માં નોંધપાત્ર ઘટાડો નોંધી શકાય છે.

પોલીસ નો પગાર દરેક રાજ્ય માં અલગ અલગ છે. અને ઓછા પગાર ના કારણે પણ ઘણી વાર ભ્રસ્ટાચાર નું ધોરણ ઉંચુ જાય છે. જો પોલીસ ની સેવા ને યોગ્ય અને કાયદા ને અનુરૂપ કરવી હોય તો તેઓના પગાર વધારા ના પ્રશ્ન પર પૂર્ણવિરામ જરૂરી છે.પોલીસ નો ભૂતકાળ:

આઝાદી પહેલા પોલીસ શબ્દ નો મતલબ અને ઉપયોગ બંને અંગ્રેજી શાશન ની સેવા માટે નો જ હતો. આઝાદી પહેલા પોલીસ નો ઉપયોગ દેશ ના લોકો ને એકજુથ થતા અટકાવવા તેમજ લોકો આઝાદી ની ચળવળ ચલાવી શકે નહિ એ માટે કરવામાં આવતો હતો. પોલીસ હંમેશા પ્રજા વિરોધ જ હતી. અને એ માટે જ પોલીસ ના તમામ કાયદાઓ પણ જે તે સમય ની સરકાર ની સેવા અને સરકાર ના રક્ષણ માટે ના હતા. એના કારણે પોલીસ ને આજ દિન સુધી કોઈ સન્માન ની નજરે જોતું નથી. આઝાદી બાદ જે ફેરફારો આવવા જોઈએ તે આવી શક્ય નથી.

જુના પોલીસ કાયદા:

પોલીસ ને લગતા તમે કાયદાઓ આઝાદી પહેલા ના છે. આઝાદી પહેલાના કાયદાઓ અંગ્રેજો ની ગુલામી ટકાવી રાખવા માટે અને દેશ ની પ્રજા સાચી હકીકતો ને લઇ ને માથું ઊંચું કરી ન શકે કે કોઈ પણ સરકાર ને પ્રશ્ન ન કરી શકે એવા બનાવવા માં આવ્યા હતા. અને જે કાયદાઓ માં મૂળ માંથી ફેરફાર કરવા જોઈએ એવા કાયદાઓ ને બંધારણ સભા એ આઝાદ ભારત માટે પણ સ્વીકૃત કર્યા. જેના કારણે આજે દેશ માં લોકશાહી હોવા છતાંય પોલીસ લોકો માટે નહિ સરકાર અને રાજનેતા ની ભાષા થી રક્ષક ની જગ્યા એ ભક્ષક બની કામગીરી કરતી જોવા મળે છે.

એટલા માટે જ આવા જુના અને લોક હિત ન જાળવતા કાયદા માં ફેરફારો કરવા જરૂરી છે. જેમ કે જોવા જઈએ તો રાજદ્રોહ કે દેશદ્રોહ ના કાયદાની જરૂરી અંગ્રેજો ને હતી. એટલે ભરતીય દંડ સંહિતા માં એનો ઉપયોગ કરવા માં આવ્યો હતો. જેને દૂર કરવું અતિ આવશયક છે. ભરતીય નાગરિક પર આવી કલમોનો ઉપયોગ હિતાવહ નથી. સરકાર ની નિસ્ફળતા સામે આવાજ ઉઠાવતા લોકો સામે આવા ગુના દાખલ કરવા માં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ પણ રાજદ્રોહ ને ભારતીય દંડ સંહિતા માંથી દૂર કરવા માટેની વાત કરી હતી.સાચી સેવા:

મારી નજર માં જો લોક સેવા નું સૌથી ઉત્તમ અને સૌથી સારું માધ્યમ હોય તો એ પોલીસ ની નોકરી છે. પરંતુ ઉપર જણાવેલ તમામ કારણો ના કારણે પોલીસ હંમેશા વગોવાતી રહે છે. પોલીસ તેને મળતી લોક સેવા ની સત્તા નો સદુપયોગ કરે તો એ સમાજ ની સાચી સેવા છે. અને જે દેશ ને અને પ્રજા ને ખુબ જ મોટા ખતરા માંથી બચાવી શકે છે.

सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥પોલીસ નું લોકો સાથે વર્તન:

પોલીસ ને કોઈ દિવસ સામાન્ય નાગરિક સાથે વિનમ્રતા થી વાત કરતા જોઈ છે? મારો પોતાનો અનુભવ છે કે જયારે મેં વકીલના વ્યવસાય ની શરૂઆત કરી હતી. એ સમયે પોલિસ સ્ટેશન માં ગયા એટલે પોલીસ ના ખોટેખોટા સવાલો, અભદ્ર ભાષા નો પ્રયોગ અને તોછડાઈ વાળું વર્તન જ જોવા મળે. જો આવા સમયે આપણે આપણી ઓળખાણ વકીલ તરીકે આપીએ તો એમાં બહુમોટો તફાવત જોવા મળે.

અહીંયા કહેવાનો મતલબ એ જ છે કે પોલીસ ખરેખર તો સામાન્ય લોકો ના રક્ષણ માટે જ છે. અને આ સામાન્ય લોક જે કોઈ વસ્તુ નો ઉપયોગ કરે છે કે અવાક મેળવે છે તેમાં જે ટેક્ષ ભારે છે એના પૈસા માંથી જ પોલીસ પગાર મેળવે છે. તો સામાન્ય માણસ સાથે તેનું વર્તન ખરાબ કેમ !

પોલીસ ની પ્રત્યે લોકો ને સન્માન જગાડવા માટે પોલીસે પહેલા સામાન્ય લોકો ને માન એવું પડે. દુનિયા ની તાસીર છે કે માન ના બદલે માન અને અપમાન ના બદલે ઘૃણા. અહીં એ વસ્તુ સત્ય હકીકત બની ને આંખ સામે તરી આવે છે કે પોલીસ પર લોકો ને ઘૃણા કેમ છે…

  • લેખક – કે. ડી. શેલડીયા
    આર્બીટ્રેટર અને એડવોકેટ
Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!