શું તમે જાણો છો: તમને હથકડી પહેરવાનો અધિકાર પોલીસને નથી

Hits: 305

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે, પોલીસ જયારે પણ કોઈ ગુનેગાર ને પકડે છે ત્યારે તેને હાથકડી જરૂર પહેરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા પર જ્યાં સુધી લગાવેલા આરોપો સિદ્ધ ન થાય ત્યાં સુધી તમને પોલીસ હાથકડી પહેરાવી શકે નથી. એમ પણ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર જ્યાં સુધી આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ ગુનેગાર નથી.

આરોપી નો મતલબ એ થાય છે કે, જે તે વ્યક્તિ પર કોઈ ગુનો કરવા નો કે કર્યા નો આરોપ મુકાયો છે. તે આરોપ મુકવા માત્ર થી ગુનેગાર સાબિત થઇ જતો નથી. એટલે તેમને સામાન્ય વ્યક્તિ ને મળે તે જ અધિકારો પણ મળવા પાત્ર છે, અને એ અધિકાર આપણને આપણા દેશ નું બંધારણ આપે છે.સુપ્રિમ કોર્ટ નું અવલોકન:

સુપ્રિમ કોર્ટ કહે છે કેઃ “કોઈ પણ વ્યકિતને ધરપકડ કરતી વખતે, ઘરેથી પોલીસ સ્ટેશન લઇ જતી વખતે કે એક જેલમાંથી બીજી જેલમાં લઈ જતી વખતે હથકડી પહેરાવી શકાય નહીં. પોલીસ અને જેલનાં અધિકારીઓને મેજીસ્ટ્રેટના આદેશ વગર કોઈ પણ ગુનેગારને હથકડી પહેરાવાનો અધિકાર નથી. અમુક પરિસ્થિતિઓમાં હથકડી પહેરાવાની પરવાનગી હોય છે જેમકે કોઈ ખૂની, માનસિક રીતે બીમાર કે ખુંખાર આતંકવાદી”.

Reference: ભારતીય નાગરિક vs. આસામ રાજય અને બધાઃ 1996 LJ 3247

કાનૂન અને બંધારણ ની મર્યાદા:

કોઈ પણ આરોપ હેઠળ આરોપી ને પકડવા માં આવે છે ત્યારે આરોપી તરીકે જે તે વ્યક્તિ ને ઘણા બંધારણીય અને કાનૂની હકો મળેલા છે. જો આવા હકો તેને આપવા માં આવે તો જ કાનૂન અને બંધારણ ની મર્યાદા જળવાઈ કહેવાય. તેમાંથી આ એક હક છે કે પોલીસ સામાન્ય માણસ ને આરોપી તરીકે જયારે અરેસ્ટ કરે છે ત્યારે તેને હાથકડી પહેરાવી શકતી નથી. જેમાં પણ કેટલાક અપવાદો છે.

જો પોલીસ આવા કોઈ આરોપી સાથે ગુનેગાર તરીકે કરે તો જયારે પણ કોર્ટ માં આરોપી ને રજૂ કરવા માં આવે ત્યારે તે જજ સમક્ષ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. અને આવી ફરિયાદ જજ દ્વારા તાત્કાલિક સાંભળવામાં આવે છે અને તેનો તાત્કાલિક અમલ કરવા નો પોલીસ ને હુકમ પણ થાય છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો પોલીસ નો વ્યવહાર લોક પ્રત્યે સન્માનજનક હોતો નથી અને તેના કારણે પોલીસ ની અહેમિયત તેના કામ જેટલી કરવા માં આવતી નથી. કેટલાક પોલીસ અધિકારી કાયદા કાનૂન પોતાના ખિસ્સા માં લઇ ને ફરતા હોય તેમ કાયદાનો છડેચોક ભંગ કરતા હોય છે. પરંતુ તેની સામે કોઈ અવાજ ઉઠાવવા વાળું ન હોવા ના કારણે પોલીસ નો ખૂંખાર ચહેરો વધુ મોટો થતો જાય છે. ખરેખર પોલીસ બંધારણ અને કાયદાની મર્યાદામાં રહી ને કામગીરી કરતી જોવા મળે તો દેશ ના લોકો પોલીસ જવાનો પ્રત્યે સેના ના જવાનો જેટલું જ માન આપી શકે છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!