પતિ પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકે, તો પછી પત્ની તેના પતિના ઘરમાં રહી શકે ખરી ?

Hits: 181

કૌટુંબિક હિંસાના કાયદા હેઠળ પતિના ઘરમાં રહેવાનો અધિકાર બાબતે અહીં આપણે આ મુદ્દે વિગત વાર ચર્ચા કરીશું.

સુપ્રિમ કોર્ટનો ચુકાદો (બન્દ્રા vs. બત્રા, માર્ચ ૨૦૦૭) તમામ મા બાપ માટે ખુબ મહત્વનો છે. આ ચુકાદો રહેઠાણમાં હીસ્સાની વ્યાખ્યા આપે છે. તમે જે ઘરમાં રહો છો તે ઘર તમારા મા-બાપ કે ભાઇ બહેનનું હોય તો તમારી પત્નીને કૌટુંબીક હિંસાના કાયદા હેઠળ ઘરમાં રહેવાનો અધિકાર નથી. આ અધિકારનો ઉપયોગ કરવો એ માત્ર તમને સતાવવાનું એક કારણ છે.

શું તમે કલ્પી શકો છો કે તમારા ઘરડા મા-બાપ ને કેટલો ત્રાસ વેઠવો પડશે. સુરક્ષા અધિકારી આ અધિકારને કોઇ પણ સંજોગમાં માન્ય રાખશે કારણકે તે નીયમોથી અજાણ છે. પોતાના જ ઘરમાં મનની શાંતિ નહીં મળે તો બિચારા વડીલો કયાં જશે?રહેઠાણમાં હિસ્સેદારી:

સુપ્રિમ કોર્ટ આ ચુકાદામાં કહે છે કે “પતિ અને પત્ની લગ્ન સબંધે જોડાય ત્યારથી તેમનું રહેઠાણ એક જ હોય છે. આ સંબંધને કારણે તેઓ રહેઠાણમાં હિસ્સેદારી ધરાવે છે. પણ આનો અર્થ એમ નથી કે બને નો મિલકતમાં પણ હિસ્સો છે.”

મિલકતમાં પણ બરાબરનો હિસ્સો:

જો આ અધિકાર માન્ય રાખવામાં આવે તો એનો અર્થ એ થાય કે ઘરની સાથે સાથે પત્નીને મિલકતમાં પણ બરાબરનો હિસ્સો છે.

કૌટુંબિક હિંસા ના કાયદા હેઠળ આ બધી જગ્યાએ રહેવાનો અધિકાર?

પતિ અને પત્ની તો કેટલા બધા રહેઠાણમાં જોડે રહેતા હોય છે દા.ત. પતિના બાપના ઘરમાં, દાદાનાં ઘરમાં, નાના-નાનીનાં ધરમાં, કાકા-કાકી, ભાઈ, બહેન, ભાણેજ વિગેરે-વિગેરે તો આનો અર્થ એવો થાય કે પત્નીને કૌટુંબિક હિંસા ના કાયદા હેઠળ આ બધી જગ્યાએ રહેવાનો અધિકાર છે. આ અયોગ્ય છે. અને આવું થાય તો કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય.

તરુબા બત્રાએ કલમ ૧૯(૧) (૮) ના આધાર પર બીજા રહેઠાણની માંગણી કરી હતી. અમારી દ્રષ્ટીએ આ માંગણી પતિનાં મા-બાપ પાસે કરી શકાય નહીં, માત્ર પતિ પાસે જ કરી શકાય.પતિની માલિકી ના ઘરમાં જ રહેવાનો અધિકાર:

કલમ ૧૭(૧) પ્રમાણે એક પત્ની માત્ર પોતાના પતિએ ખરીદેલા કે ભાડે રહેતા ઘરમાં જ હિસ્સો માંગી શકે. પતિ સહકુટુંબમાં રહેતો હોય અને ઘરની માલિકી ઘરાવતો હોય તો પણ આવી માંગણી કરી શકાય.

અહીંયા દર્શાવેલ કિસ્સામાં અમીત બત્રાનું પોતે ખરીદેલું કે ભાગનું કોઈ ઘર ન્હોતું અને સહકુટુંબનું ઘર પણ તેની માલિકીનું હોતું. ઘરની માલિક તેની મા હતી. આથી કૌટુંબિક હિંસાના કાયદા હેઠળ અમીત બત્રા પોતાની પત્નીને રહેઠાણમાં હિસ્સો આપી શકે નહીં.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!