Hits: 533
કોઈ પણ સમાજે પોતાના સમાજ ના સંગઠન ને સફળ બનવવા માટે કે સામાજિક સેવા કરવા માટે નીચે જણાવ્યા મુજબ ની શરતો ને આધીન જો કોઈ સંગઠન બનાવવામાં આવે તો તે ચોક્કસ સફળ થઇ શકે.
(1) એક સમાજ એક સંગઠન.
(2) રાજ્ય કક્ષાનું એક સામાજિક સંગઠન હોય. જેમાં 1 અધ્યક્ષ, 2 ઉપાધ્યક્ષ, 4 મહામંત્રી, 8 અન્ય સભ્યો.
(3) દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ અને ગામ કક્ષાએ રાજ્ય ની જેમ 15 જણાની એક ટીમ તૈયાર કરવામાં આવે.
(4) રાજ્યના તમામ નાના મોટા સામાજિક સંગઠનો ને નાબૂદ કરવામાં આવે.
(5) જે તે સમાજ ના લોકો અન્ય તમામ સંગઠનો પરના પોતાના હોદ્દા છોડીને માત્ર એક જ સામાજિક સંગઠન હેઠળ કામ કરે.
(6) સંગઠન નો મુખ્ય હેતુ માત્ર સેવાકીય પ્રવૃત્તિ નો જ હોય.
(7) રાજ્ય કક્ષાની મુખ્ય ટીમ જ રાજ્યમાં થનાર દરેક પ્રવૃત્તિ નો નિર્ણય લે અને જિલ્લા તથા તાલુકા કે ગામ ની ટીમ તેને અનુસરે.
(8) ટીમ માં 50 ટકા મહિલાઓ ને સ્થાન આપવામાં આવે.
(9) અધ્યક્ષ નું કાર્યકાળ 2 વર્ષથી વધુ ના હોય.
(10) એક વ્યક્તિ બે થી વધુ વખત અધ્યક્ષ ન બની શકે.
(11) દર ત્રીજા વર્ષે મહિલા અધ્યક્ષ ની વરણી કરવામાં આવે.
(12) સંગઠન કોઈ પણ રાજકીય પાર્ટી ને મહત્વ ન આપે.
(13) જો સંગઠન માંથી કોઈ પણ વ્યક્તિ રાજનીતિ માં જવા માંગે તો તેને રોકવાના બદલે પ્રેરણા આપવામાં આવે.
(14) આવું સામાજિક સંગઠન કોઈ પણ રાજનીતિક ગઠબંધન ન કરે અને સમાજ માંથી જે કોઈ પણ વ્યક્તિ રાજકારણ માં હોય તેનો વિરોધ પણ ન કરે કે સમર્થન પણ ન કરે.
(15) સંગઠન ક્યારેય પણ કઈ પાર્ટી ને મત આપવો એ નિર્ણય જાહેર ન કરે, કેમ કે મત આપવો એ વ્યક્તિગત નિર્ણય છે. તેને કોઈ પણ રીતે પ્રભાવિત ન કરે.
જો ગુજરાતના તમામ સંગઠનો માત્ર ને માત્ર એક સમાજ એક સંગઠન ની વિચારધારા પર ચાલીને પોતાના નાના મોટા સંગઠનો બંધ કરીને , પોતાના પદ કે હોદ્દા ને બાજુમાં મૂકીને માત્ર સામાજિક સેવા ના કામો કરે તો જ સમાજ સંગઠિત બને અને સમાજ ની સાચી સેવા થઇ શકે.
આ મારા અંગત અનુભવો ના આધારે તૈયાર કરેલ લેખ છે. આ મુદ્દાઓ ને જો અનુસરવા માં આવે તો ચોક્કસ કોઈ પણ સંગઠન ને મજબૂતી આપી શકાય અને સફળતાથી સમાજ ને સંગઠિત કરી શકાય.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.