વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાય, વિકલાંગના કુટુંબીજનને વીમા સહાય યોજના, વિકલાંગ લગન સહાય યોજના

Hits: 188

વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાય

વિકલાંગ વિધવા બહેનને મકાન સહાય મેળવવાની પાત્રતા:

૧૮ થી ૬૦ વર્ષ સુધીની ઉમરની વિકલાંગ વિધવા મહિલા

લાભ શું મળી શકે ?

વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રૂ.૪૭.૨૦૦/- ની  સહાય

લાભ કોને ન મળી શકે ?

ભારત સરકાર કે રાજ્ય સરકાર મકાન સહાયની અન્ય યોજનાનો લાભ મળેળ હશે તેને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. આ યોજનામાં આવકની કોઈ મર્યાદા નથી.

વિકલાંગ વ્યક્તિના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવા બાબત

લાભ કોને મળી શકે:

રૂ.૨.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિકલાંગ ઓળખકાર્ડ ધરાવનારને

લાભ શું મળે?

 • અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% ટકા એટલે કે રૂ.૧ લાખ.
 • અકસ્માતને કારમે બે આંખ કે બે અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં ૧OO એટલે કે રૂ.૧ લાખ.
 • અકસ્માતને કારણે એક આંક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% ટકા એટલે કે રૂ.૧ લાખ.
 • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પ૦% એટલે કે રૂ.૫૦ હજાર.

લાભ મેળવવા અરજી કોને કરવી :

સ્વલેખિત અરજી જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને.

મંજૂર કરનાર અધિકારી:  

વીમા નિયામકશ્રી. વીમા લેખા ભવન. બ્લોક નં.૧૮. ડૉ. જીવરાજ મહેતા ભવન. ગાંધીનગર

વિકલાંગ લગન સહાય યોજના(નવી યોજના)

વિકલાંગ લગન સહાય કોને મળે (પાત્રતા)

 • કન્યાની ઉમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
 • વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઈએ.

સહાયમાં શું મળી શકે?

 • રૂ.૨૦,૦૦૦/- આર્થિક સહાય.
 • યોજનાનો લાભ તમામ વર્ગની બહેનોને મળવાપાત્ર થાય છે.
 • અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી, ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે.

અરજીપત્રક સાથે સામેલ કરવના પુરાવા(બિડાણ)

 • વિકલાંગ ઓળખ કાર્ડ અથવા સિવીલ સર્જનનો વિકલાંગતાના દાખલાની પ્રમાણિત નકલ.
 • બન્નેના શાળા છોડયાના પ્રમાણ પત્ર (સ્કૃલ લીવીંગ સર્ટી.)ની પ્રમાણિત નકલ.
 • રેશન કાર્ડની પ્રમાણિત નકલ. ૪. બન્નેના સંયુક્ત ફોટા/લગન કંકોત્રી.
 • લગન રજીસ્ટ્રાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણ પત્રની પ્રમાણિત નકલ.
Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!