વીજબિલ અને વેરાબિલની માફીનું આંદોલન યોગ્ય છે કે નહિ ?

Hits: 260

કોરોના મહામારી ના સમય માં ભારત દેશ માં જ નહિ પરંતુ દુનિયા 160 થી વધુ દેશો ને વર્લ્ડ બેન્ક દ્વારા 2 થી 3 બિલિયન (આશરે 7500 થી 15000 કરોડ રૂપિયા) ની સહાય કરી છે. આ સહાય કરવાનો વર્લ્ડ બેન્ક નો હેતુ દેશ માં વસતા લોકો ને આર્થિક રીતે મદદ કરવા નો હોય છે. દેશ માં લોક ડાઉન ની પરિસ્થિતિમાં વ્યાવસાયિકો અને ખાનગી નોકરિયાતો ને પગાર કે આવક મળતી નથી. જેથી રોજ-બ-રોજ ના ખર્ચાઓ ને પહોંચીવળવું મુશ્કેલ બને છે. આવક બંધ હોય છે પરંતુ સામાન્ય ખર્ચાઓ ચાલુ જ રહે છે.

સૌથી મહત્વના મુદ્દા પર રોજ-બ-રોજ ના ખર્ચાઓ જોઈએ તો, ખાવા-પીવાના, દવાના, લાઈટબીલ અને વેરા ઉપરાંત એજ્યુકેશન ખર્ચ નો સમાવેશ થાય છે. સરકાર જો જનહિત માં વિચારે તો સૌથી પહેલા આ મુદ્દાઓ ઉપર ધ્યાન એવું જરૂરી બને છે.

ખાવાપીવાના ખર્ચ:

લોકડાઉન દરમિયાન આપણે બધાએ જોયું કે સરકાર દ્વારા સામાન્ય લોકોને ખાવાપીવાની વ્યવસ્થા તો કરવા માં આવી હતી, પરંતુ એ વ્યવસ્થા પૂરતી હતી નહિ. ખાનગી લોકો, સંસ્થાઓ અને એન.જી.ઓ. વગેરે એ માનવતા ના દર્શન કરાવ્યા અને લોકો ને ખાવા પીવા ની તમામ સુવિધા સારામાંસારી રીતે આપવા ના તમામ પ્રયત્નો કર્યા જે સાર્થક નીવડ્યા. અને જેના કારણે મોટી મુસીબત માંથી નિકાલ થયો.

દવા ના ખર્ચ:

સરકારી દવાખાનાઓ અને સિવિલ માં જોઈએ એવી સુવિધા ન મળી, પરંતુ મોટાભાગ ના લોકો ને આ અંગે સુવિધાઓ પ્રાપ્ત થઇ હતી. જેથી આ મુદ્દે વધુ પડતો ખર્ચ લોકો એ ભોગવવો પડ્યો નથી.

લાઈટબીલ ના ખર્ચ:

લાઈટબીલ ના મુદ્દા માં વીજપુરવઠો પૂરો પડતી સરકારી અને ખાનગી કંપનીઓ એ લોકો ને લૂંટવા નું કામ કર્યું છે. સરકારે પણ આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન આપ્યું નથી. વીજ પુરવઠો પૂરો પાડતી સરકારી અને ખાનગી કંપનીઓ એ મીટરો ના રાઇડિંગ લીધા વગર પણ ઘણી જગ્યાઓ એ આડેધડ મસમોટા બીલો આપ્યા છે. અને આ વીજળી બિલ માં સરકરે રાહત આપવી જોઈએ.

વેરા બિલ ના ખર્ચ:

વેરાબિલ ના મુદ્દા માં આપણે વાત કરી એ તો સરકારે આ રાહત આપવાથી સરકાર ને મોટા નુકશાન ની શક્યતા નથી. કેમકે આ લોકડાઉન ના સમય દરમિયાન સરકાર ને વહીવટી ખર્ચ ઉપરાંત વધારાના અન્ય ખર્ચાઓ માં એટલું નુકશાન ગયું નથી. વળી આ સરકાર દ્વારા સીધો ઉઘરાવવા માં આવતો વેરો છે. એટલે આ મુદ્દે સરકાર ધારે તો સીધા મદદ કરી શકે છે.

આંદોલન:

આપણે જોવા જઈએ તો લોકો ની આવક બંધ હોવાથી જો લાઈટબીલ અને વેરા બિલ માં માફી મળે તો લોકો ને રાહત માઇ શકે છે. જેથી આ મુદ્દે લોક દ્વારા ઉઠાવવામાં આવતો અવાજ યોગ્ય ગણી શકાય. જેમ આપણે અગાઉ વાત કરી એમ, વર્લ્ડ બેન્ક દ્વારા ભારત ને અંદાજે 3 બિલિયન ડોલર ની સહાય મળી છે. જેના દ્વારા ભારત સરકાર લોકોની મદદ કરી શકે એમ છે. પરંતુ આ પૈસા નો યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે.

જો લોક આક્રમકઃ રીતે બે મહિના નું વીજબીલ અને 6 મહિના નું વેરા બિલ માફ કરવા માંગણી કરે નહિ. અને સામાન્ય રીતે આવેદનો કે માંગણી ની કાર્યવાહી કરે તો સરકાર દ્વારા આવી કોઈ માંગણી સંતોષાઈ શકે એવી કોઈ સંભાવના નથી. જેથી આ મુદ્દે આંદોલન એક માત્ર ઉપાય છે કે સરકાર ને સચોટ અને સ્પષ્ટ રીતે લોક ને આ બાબતે રજૂઆતો કરવી જરૂરી છે. લોકો એ એક થઇ ને એક અવાજે આ મુદ્દે ઉભા થવું પડશે.

લોકો કે સંસ્થાઓ કે અન્ય કોઈ પાર્ટી કે કોંગ્રેસ દ્વારા આ મુદ્દા ને ઉઠાવવાના પ્રયત્નો કરવા માં આવ્યા છે. આ મુદ્દે કોઈ પણ સંજોગો માં કોઈ પણ રીતે માંગણી ઓ ચાલુ રહેવી જરૂરી છે. જો આ માંગણી ને વધુ ને વધુ તેજ બનાવવા માં આવે તો જ સરકાર આ મુદ્દે કોઈ નીરાણકરણ લાવે, અન્યથા આવા ઘણા મુદ્દાઓ આવી ને ચાલ્યા ગયા છે અને કોઈ પરિણામ મળ્યું નથી.

જનતા એ જાગૃત થઇ ને સરકાર ને જનહિત ની માંગણીઓ પહોંચાડવી એ જ એક માત્ર ઉપાય છે. આ મુદ્દે રાજકારણ કરતા લોક હિત ના મુદ્દા પર વધુ ભાર મુકવામાં આવે તો યોગ્ય પરિણામ મેળવી શકાય.

જય હિન્દ, જય ભારત…..

લેખક: કે. ડી. શેલડીયા
એડવોકેટ – આર્બીટ્રેટર
મોબાઈલ: 9825170799

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!