બમ્પ બનાવવામાટેનો કાયદો શું છે ? શું છે નિયમ મુજબનું માપ ?

Hits: 365

શું તમે જાણો છો કે સ્પીડ બ્રેકર્સને બનાવવા માટેના પણ કાયદા છે ? ખૂબ ઓછા સરકારી અધિકારીઓ અને વાહનચાલકો આ કાયદાઓ અને ડિઝાઇનની વિશેષતાઓથી વાકેફ છે. આ લેખમાં ભારતીય સ્પીડ બ્રેકર્સ અંગેના કાયદાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

સ્પીડ બ્રેકર્સ ટ્રાફિક મેનેજમેન્ટ ડિવાઇસ છે જે તેમની ઉપરથી પસાર થતા વાહનોને ધીમું કરવા માટે વર્ટીકલ ડિફ્લેક્શનનો ઉપયોગ કરે છે.સ્પીડ બ્રેકર (બમ્પ ) બનાવવાનો હેતુ શું છે ?

સ્પીડ બ્રેકર (બમ્પ ) રસ્તા ઉપર જરૂરી એટલા માટે છે કે કોઈ પણ વાહન ચાલાક વાહનની સ્પીડ ઘટાડી ૨૫ કી.મી પર કલાક સુધીની લિમિટમાં આવી જાય.

કઈ જગ્યાપર બનાવી શકાય છે સ્પીડ બ્રેકર (બમ્પ ) ?

સ્પીડ બ્રેકર (બમ્પ ) કઈ કઈ જગ્યાએ બનવાનું હોય છે એ ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ (IRC) માં એકદમ સ્પષ્ટપણે સૂચવેલ છે.

 1. સ્કૂલ,કોલેજ તથા ધાર્મિક સ્થળો જેમાં વધારે લોકો ભેગા થઇને રસ્તો ક્રોસ કરતાંહોય ત્યાં બમ્પ બનાવી શકાય છે.
 2. વાહનચાલકો તેમની ગતિ ઓછી કરે તેની ખાતરી કરવા માટે, બમ્પ ટોલ બૂથની નજીક અને પુલો અથવા સાંકડા રસ્તાના પ્રવેશ પર બમ્પ મૂકવામાં આવે છે.
 3. નાના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો માટે માત્ર શહેરી વિસ્તારોમાં સ્પીડ બ્રેકર્સનો ઉપયોગ કરવાનો હોય છે. શહેરી હદ બહારના હાઇ સ્પીડ રસ્તાઓ અથવા હાઇવે પર સ્પીડ બ્રેકર્સની ભલામણ કરવામાં આવતી નથી.
 4. નાના રસ્તાઓ મોટા રસ્તાઓમાં ભળે અને ટી-જંકશન બનતું હોય, અને જે નાના રસ્તા પર પ્રમાણમાં ઓછા ટ્રાફિક દ્વારા વર્ગીકૃત થયેલ છે, પરંતુ ખૂબ વધારે ગતિમાં વાહનો ચાલતું હોઈ, આવા સ્થળો પર જીવલેણ અકસ્માતોનો ઉચ્ચ રેકોર્ડ હોઈ તો આ નાના રસ્તા પર સ્પીડ બ્રેકરની ભલામણ કરવામાં આવે છે.


કેટલું હોવું જોઈએ આદર્શ બમ્પનું માપ ?

 1. ઇન્ડિયન રોડસ કોંગ્રેસ (IRC) ૧૯૯૬ મુજબ ખરેખર સ્પીડ બ્રેકરની ઉંચાઈ ૧૦ સેન્ટિમીટરથી વધુ ના હોવી જોઈએ.
 2. સ્પીડ બ્રેકરની પોહળાઈ ૫.૦૦ મીટર હોવી જરૂરી છે.
 3. બે બમ્પ વચ્ચેનું અંતર IRC મુજબ ૧૦૦ થી ૧૨૦ મીટર હોવું જોઈએ.
 4. વાહન ચાલકને આગળ બમ્પ છે એ ખ્યાલ આવે એના માટે રોર્ડ પર માહિતી સૂચક બોર્ડ હોવું જરૂરી છે.

બિનઆયોજિત અથવા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર્સ શા માટે નુકસાનકારક છે ?

 1. એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો અને ફાયર ફાઈટર જેવા ઇમરજન્સી વાહનોની ગતિ ધીમી પાડે છે.
 2. બમ્પ પાસે ટ્રાફિક ભીડ અને અચાનક બ્રેક મારવાનું કારણ બને છે.
 3. ઇંધણની કાર્યક્ષમતા ઘટાડે છે અને વાહનોનું પ્રદૂષણ વધે છે.
 4. વાહનોના વધારે અને ઝડપી મેન્ટેનન્સનું કારણ બને છે.
 5. બમ્પની અસર દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે.
 6. અચાનક બ્રેકિંગ, હોર્ન મારવાના , ટ્રાફિક ભીડને કારણે અવાજ પ્રદૂષણમાં વધારો થવાનું કારણ બને છે.
 7. ગ્રાઉન્ડ ક્લીયરન્સ ઓછું હોય એવા વાહનોની નીચેના ભાગને નુકશાન કરી શકે છે.
 8. કંટ્રોલ ગુમાવાથી વાહનો (ખાસ કરીને 2 વ્હીલર્સ) અટકી જવા અને અથડામણનું કારણ બની શકે છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કોલ :-૧૫૫૩૦૩
મેઈલ : ccrs@ahmedabadcity.gov.in
એસ.એમ.એસ : “AMCCRS NEW” લખીને ૫૬૦૭૦ પર મુકલો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
કોલ :- ૦૨૬૧ ૨૪૫ ૧૯ ૧૩
વોટસએપ :- ૦૭૬૨૩૮ ૩૮૦૦૦
મેઈલ : commissioner@suratmucipipal.org

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
કોલ :- ૧૮૦૦ ૨૩૩ ૦૨૬૫ , ૦૨૬૫ ૨૪૩૩૧૧૬
મેઈલ : commissioner@vmc.gov.in

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
કોલ :- ૦૨૭૮ ૨૪૨૪૮૦૧
મેઈલ : commissioner.bmcgujarat@gmail.com

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
કોલ :- ૦૨૭૮ ૨૪૨૪૮૦૧
મેઈલ : commissioner.bmcgujarat@gmail.com


Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!