જો કોઈ તમારી માનહાની/બદનક્ષી કરે તો શું કરવું? IPC માં તેની જોગવાઈ શું છે?

Hits: 714

બદનક્ષી અથવા માનહાની એ અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર છે, કે જેમાં કોઈ પણ વ્યાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો કરવા, લખાણો પ્રગટ કરવા કે નિશાનીઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો અને અભિવ્યક્તિનો અધિકાર છે; પરંતુ એનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની બદનક્ષી ન કરી શકે. ભારતમાં બદનક્ષી એ એક અપકૃત્ય અને ગુનો ગણવામાં આવે છે.

કોઇ પણ વ્યક્તિ અન્ય માટે જાહેરમાં કોઇ એ‌વી વાત કરે કે જેના લીધે તે વ્યક્તિને માનસિક, સામાજિક અથવા તો પારિવારિક હાનિ પહોંચે તો એ બદનક્ષીનો ગુનો બને છે અને તે માટે સજા પણ થઇ શકે છે.

કોઇ વ્યક્તિ જાણીજોઇને કંઇ કહે જેનાથી બીજી વ્યક્તિના હિતને હાનિ પહોંચે એમ હોય તેને બદનક્ષી કહેવામાં આવે છે. આ માટે કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે.

બદનક્ષી ક્યારે કરી કહેવાય ?

ભારતીય દંડસંહિતા (ઈંડિયન પેનલ કૉડ,1860) મુજબ જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની આબરુને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરુને નુકસાન પહોંચશે એમ જાણવા છતાં, અથવા, એમ માનવાને કારણ હોવા છતાં, બોલી અથવા વાંચી શકાય તેવા ઈરાદાવાળ શબ્દોથી, અથવા ચેષ્ટાથી, અથવા દેખી શકાય તેવી આકૃતિથી એના પર આરોપ મૂકે અથવા પ્રસિદ્ધ કરે, તો તેણે તે વ્યક્તિની બદનક્ષી કરી કહેવાય.

સામાન્ય ભાષા માં કહીએ તો, જે કોઈ વ્યકિત કોઈ બીજી વ્યકિતની આબરૂને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તો તેણે તે વ્યકિતની બદનક્ષી કરી કહેવાય.

વ્યંગોક્તિથી મૂકેલા આળથી પણ બદનક્ષીનો ગુનો બની શકે. જે આળથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજાની દૃષ્ટિએ કોઈ વ્યકિતની નીતિમતા અથવા બુદ્ધિમતા નીચે પડે નહીં અથવા તેની જ્ઞાતિ કે ધંધા અંગે તેની પ્રતિષ્ઠા હલકી પડે નહીં અથવા તેની શાખ હલકી પડે નહીં અથવા શરીર ઘૃણાજનક હાલતમાં અથવા સામાન્ય રીતે શરમજનક ગણાય એવી હાલતમાં છે એમ માનવામાં આવે નહીં તેવા આળથી તે વ્યકિતની આબરૂને હાનિ પહોંચી કહેવાય નહીં. કોર્ટની કાર્યવાહીના રીપોર્ટની પ્રસિદ્ધિમાં પણ બદનક્ષી થતી હોય છે.


આરટીઆઈ વિષે જાણવા માટે આ ઇમેજ પર ક્લિક કરો

બદનક્ષી કરવા બાદ કાયદામાં જોગવાઈ:

જો કોઈ વ્યક્તિ એ તમારી માનહાની કરી છે કે પછી કોઈ સંસ્થા કે ન્યુઝપેપર કે ન્યુઝ પોર્ટલે તમારું માન ભંગ કરેલ છે તો તમે તેના પર કાયદેસર કાર્યવાહી કરી શકો છો. આ કાર્યવાહી માટે ભારતીય દંડસંહિતા (ઈંડિયન પેનલ કૉડ, 1860) ની કલમ 499 અને 500 માં બદનક્ષી ના ગુના ની જોગવાઈ કરવા માં આવી છે. જે કાયદા ની રૂએ આપ માનહાની કરનાર ને પોલિસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી શકો છો.

બદનક્ષીનો ગુનો ક્યારે બની શકે:

કોઈ મરહુમ વ્યકિત હોય અને તેના પર કોઇ પ્રકારનું આળ મૂકવાથી તેની આબરૂને હાનિ પહોંચે અને જે તેના કુટુંબને અથવા નજીકના સગાવહાલાઓની લાગણી દુભાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય તેવું આળ તે મરહૂમ વ્યકિત પર મૂકનાર વ્યક્તિનું કૃત્ય બદનક્ષીનો ગુનો બની શકે.

કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યકિતઓના સમૂહ ઉપર કંઈ આળ મૂકવાથી બદનક્ષીનો ગુનો બની શકે.

જાહેર હાનિના ગુણદોષ:

કોઈ હાનિ લોકોના અભિપ્રાય માટે રજૂ થયાનું સૂચવતા તેના કર્તાના કૃત્યો દ્વારા રજૂ કરી શકાય. જે વ્યકિતને કોઈ બીજી વ્યકિત ઉપર કાયદાથી મળેલા અથવા તેની સાથે થયેલા કાયદેસરના કરારથી મળેલો કોઈ અધિકાર હોય તે વ્યકિત એવા કાયદેસરના અધિકારને લગતી બાબતોમાં તે બીજી વ્યકિતના વર્તન અંગે તેને શુદ્ધબુદ્ધિથી ઠપકો આપે તે બદનક્ષી નથી.અધિકૃત વ્યકિત સમક્ષ શુદ્ધબુદ્ધિથી આરોપ મૂકવા બાબત:

આરોપીની બાબત અંગે કોઈ વ્યકિત ઉપર જેમને કાયદેસર અધિકાર હોય તેમાંની કોઈ સમક્ષ તે વ્યકિત ઉપર શુદ્ધબુદ્ધિથી આરોપ મૂકવા તે બદનક્ષી નથી. કોઈ વ્યકિતના ભલા માટે અથવા જાહેર હિતમા અપાયેલી હોય એવી ચેતવણી એક વ્યકિતને બીજી વ્યકિત વિરુદ્ધ શુદ્ધબુદ્ધિથી ચેતવણી આપવી તે બદનક્ષી નથી પરંતુ એવી ચેતવણી જેને આપવામા આવી હોય તેનું અથવા જે વ્યકિતમાં હિત ધરાવતી હોય તેનું ભલું કરવાના ઈરાદાથી અથવા જાહેર હિતમાં તે અપાયેલી હોવી જોઈએ.

કોઈ અપવાદ લાગુ પડે છે કે કેમ તે ફરિયાદ કરતી વખતે વિચારવાનું હોતું નથી પરંતુ જયારે કેસ ચાલવા ઉપર આવે ત્યારે આરોપી બચાવરૂપે તેની પાસે કોઇ અપવાદ હોય તો રજૂ કરી શકે.

બદનક્ષીનો ગુનો બનવા માટે દ્વેષ હોવો જરૂરી નથી. જાહેર જનતામાંથી કોઈ વ્યકિતને કંઇ તે મોકલવામાં કે જણાવવામાં આવે પતિ-પત્ની સમક્ષ આક્ષેપ પ્રગટ કરે તો બદનક્ષી થાય છે.ભારતના કાયદા હેઠળ પતિ-પત્ની એક જ વ્યકિત છે એવી કોઈ ધારણા નથી.

બીજાએ ગુનો કર્યો છે તેવો આક્ષેપ જરૂર બદનક્ષી કરે તેવો છે. તેથી બીજાએ ખૂન કર્યુ છે, ચોરી કરી છે તેવો આક્ષેપ કરવાથી જરૂર બદનક્ષી થાય છે. આવા આક્ષેપથી વ્યકિતની આબરૂને હાનિ પહોંચે છે. કોઈ સ્ત્રી સામે આક્ષેપ મૂકવો કે વ્યભિચારી છે તો તેમ બદનક્ષી થાય છે.

કોઈ વ્યકિત વિશે સાચો હોય તેવો આક્ષેપ કરવો તે બદનક્ષી નથી. જો તે જાહેર હિતમાં ન હોય તો આક્ષેપનું સત્ય તેને બદનક્ષી થતાં નહીં અટકાવે. એક હકીકત પ્રગટ કરવી તે જાહેર હિતમાં હોય પણ તેની અયોગ્ય જાહેરાત કરવી તે જાહેર હિતમાં ન હોય તેવું હોય તો તેનું પ્રગટ કરવું એ અપવાદ હેઠળ સુરક્ષિત ગણવામાં આ‌વતું નથી.

હકીકતનું નિરુપણ સાચુ હોવું જોઇએ:

જાહેર પ્રશ્નને સ્પર્શતા કોઈ વ્યકિતના વર્તન વિશે અને એના વર્તનમાં પ્રતીત થતાં અને એથી કોઈ ભિન્ન નહીં એવા ચારિત્ર વિશે શુદ્ધબુદ્ધિથી કોઈ પણ અભિપ્રાય વ્યકત કરવા એ બદનક્ષી નથી, પરંતુ શુદ્ધબુદ્ધિથી કોઇના ચારિત્ર પ્રત્યે અભિપ્રાય વ્યકત ના કર્યો હોય એ બદનક્ષી ગણાય.અદાલતોની કાર્યવાહીના અહેવાલનું પ્રકાશન:

કાર્યવાહીમાં અદાલતના નિર્ણય અને હુકમ ઉપરાંત વાંધાજનક ફરિયાદ અને નિવેદનોનો પણ સમાવેશ થાય છે. અધિકૃત વ્યકિત સમક્ષ શુદ્ધબુદ્ધિથી મૂકેલું તહોમતમાં અગત્યની શરત એ છે કે જે વ્યકિત સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોય તેની સામે પગલાં લેવાની સત્તા હોવી જોઈએ.

ફરિયાદકર્તા કરતાં અન્ય કોઇ વ્યક્તિ દ્વારા કાર્યવાહી કરી શકે છે. ગુનેગારની વય અઢાર વર્ષથી ઓછી હોય તો તે ગુનો ગણાતો નથી અન્યથા અઢાર વર્ષ કે તેથી મોટી વય હોય તો ગુનો સ્પષ્ટ થાય છે જે કોઈની બદનક્ષી થવાથી સજાને પાત્ર પણ ઠરી શકે છે. જો ફરિયાદી ફરિયાદ કરે અને તે સાબિત થાય તો બદનક્ષી કરવા માટે ઘણી વાર જેલની સજા અથવા તો અમુક રકમ સુધીના દંડની ચૂકવણીની સજા અથવા બંને થઇ શકે છે. સ્ત્રીઓ માટે આ કાયદાની જાણ હોવી ખાસ જરૂરી છે જેથી જરૂર લાગે તો તેઓ આનો ઉપયોગ કરી શકે.

બદનક્ષી બદલ સજા:

જો માનહાની કરી છે અને તેમ માટે કોઈ પણ વ્યક્તિ ઉપર કે સંસ્થા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી હોય તો જયારે ચાર્જશીટ પછી કેસ ચાલી જાય અને જજ આરોપી ને ગુના માં દોષિત કરાર આપે તો ત્યારે સજા માટે ની જોગવાઈ મુજબ બદનક્ષી ના ગુનાની સજા માટે ૨ વર્ષ સુધીની કેદ કે દંડ અથવા બંનેની કાયદા (કલમ: 499, 500)માં જોગવાઈ કરવામાં આવી છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!