પોલીસ પુછપરછ કે તપાસના બહાને પોલીસ સ્ટેશનમાં રોકી રાખે તો શું કરવું?

Hits: 1579

પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી હંમેશા લોકો ના હિત માં જ હોતી નથી કે લોકો ની વિરોધ માં જ નથી હોતી. પરંતુ પોલીસ સ્ટેશન ની કામગીરી હંમેશા વિવાદાસ્પદ રહી છે. એનું કારણ એ છે કે પોલીસ અધિકારીઓ મોટા ભાગે પોતાની મનમાની કરતા હોય છે. અને આ મનમાની એક જ પ્રકારના હોદ્દા થી નથી થતી, પરંતુ ઉપરથી લઇ ને નીચેના હોદ્દા સુધી તમામ જગ્યા એ આ મનમાની નો સિલસિલો ચાલુ છે, અને રહેશે.

પોલીસ સ્ટેશન માં જયારે કોઈ એક વ્યક્તિ ફરિયાદ અરજી કરે તો સામાં વાળા પક્ષ ને પોલીસ સ્ટેશન માં બોલાવવા માં આવે છે, અને તેમનો જવાબ નોંધવામાં આવે છે. ઘણી વખત એવું પણ થાય છે કે ફરિયાદ પક્ષ પોલીસ સાથે સાંઠગાંઠ કરી લેતો હોય છે અને એવા કિસ્સામાં જયારે પોલીસ ફરિયાદ કાનૂની રીતે શક્ય ન હોય તો સામાવાળા પક્ષ ને હેરાન પરેશાન કરવા માં આવે છે અને તેના પાસેથી જે ફરિયાદ પક્ષ ની જે જરૂરિયાત હોય તે સંતોષવામાં આવે છે.

આ રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ ઘણી વાર પક્ષકારોને પોલીસ સ્ટેશન માં લાવી ને કે બોલાવીને બેસાડી રાખતી હોય છે. આ રીતે ફક્ત પૂછપરછ ના બહાના હેઠળ કોઈ પણ વ્યક્તિ ને બેસાડી રાખવા એ ગેરકાયદેસર કૃત્ય છે.સુપ્રિમ કોર્ટ ના કેસ “અશાક હુસૈન અલ્લાહ દેથા, અલીયાસ સીદીકકી અને અન્ય વિરુદ્ધ કસ્ટમનાં આસીસટન્ટ કલેકટર (પી) મુંબઈ અને અન્ય” ના 1999 એલ.જે. 2201, મુંબઈ માં સુપ્રીમ કોર્ટ કહે છે કે,

“પુછપરછનાં અધિકારીઓ કોઈ ગુના હેઠળ આરોપીને હવાલાતમાં લઈ શકે અથવા પોલીસ સ્ટેશનમાં રોકી શકે. પણ અમસ્તી પુછપરછ કરવા કોઈ સામાન્ય વ્યકિતની અટકાયત પોલીસ સ્ટેશનમાં થઈ શકે નહીં, કોઈ ગુના વગર સ્વાધીનતાનું શોષણ એ કાયદાનો ભંગ છે. પુછપરછ અધિકારીને ગુના વગર કોઈ પણ વ્યકિતની અટકાયત કરવાનો કોઈ હક નથી. ફરજીયાત અદાલતી તપાસવાળા ગુનાની પોલીસે નોંધણી કરવી જરૂરી બને છે.”આ કેસનો સીધો અને સરળ મતલબ એ થયો છે પોલીસ કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ ઠોસ કારણ વગર પોલીસ સ્ટેશન માં બોલાવીને બેસાડી રાખી શકે નહિ.

પોલીસ દ્વારા જો કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા માં આવે તો તેની વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકો છો. આ માટે પોલીસ અધિકારી ના ઉપરના અધિકારીને, કોર્ટ ને, કે ગૃહ વિભાગ ને, મુખ્યમંત્રી ને તેમજ પોલીસ અધીકારીઓ વિરુદ્ધ ની ફરિયાદ સાંભળતા વિભાગ ને ફરિયાદ કરી શકાય છે. તેમજ માનવાધિકાર પંચ ને પણ આ અંગે ફરિયાદ કરી શકાય છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!