Adv K D Sheladiya - Arbitrator & Advocate

નેતાઓ વિરુદ્ધ ભ્રસ્ટાચાર ની ફરિયાદ ક્યાં કરવી? કોણ સાંભળે છે આપની ફરિયાદ ?

Hits: 81

ગુજરાત માં નેતા ઓ દ્વારા કરવા માં આવતા ભ્રસ્ટાચાર ની પોલ ખોલવા જઈએ તો એક પણ નેતા ભ્રસ્ટાચાર વગર નો જોવા માં નહિ આવે. કેમ કે આપણા દેશ માં જે સિસ્ટમ લાગુ છે એ સિસ્ટમ સરકારી પૈસાઓ થી કામગીરી ક્યાં કરવા માં આવે છે અને કેટલો ખર્ચ થાય છે તે જાહેર જનતા સમક્ષ લાવવા માં નથી આવતો. અને આનો સીધો ફાયદો સત્તા માં રહેલા નેતાઓ જ નહિ પણ તમામ રાજકીય નેતાઓ કોઈક ને કોઈફ ફાયદો કે હિત મેળવતા હોય છે.

આને લોકો ને સમજ માં આવે એવી સીધી ભાષા માં સમજાવીએ તો કોઈ પણ નેતા જયારે જાહેર જીવન માં આવે છે ત્યારે તેની પાસે જે આવક ના સંસાધનો હોય છે અને તેની જે પ્રથમ ઈલેક્શન એફિડેવિટ ની આવક હોય છે તે સામાન્ય માણસ જેટલી જ હોય છે. પરંતુ જેવા આ નેતાઓ ઈલેક્શન જીતી ને ખુરશી પાર બેસે છે તેમના તેવર અને રહેણી-કહેણી થી લઇ ને તમામ બાબત માં મોટો ફેરફાર જોવા મળે છે. રાજકીય નેતાઓના પગાર અને ચૂંટણી ખર્ચ જોવા જઈએ તો તેમની આર્થિક પરિસ્થિતિ માં ખાસ ફેરફાર થવો જોઈએ નહિ, પરંતુ આ નેતાઓ કરોડપતિ ક્યાં તો અબજોપતિ થઇ જતા હોય છે. આ પૈસા આવે છે ક્યાંથી ?

જો આપ સાહસી છો અને હિંમતવાન છો તો તમે આવા નેતાઓની બેનામી અવાક સામે ફરિયાદ કરી શકો છો. આવી ફરિયાદ આપ ગુજરાત ના લોકાયુક્ત ને કરી શકો છો.

ગુજરાત ના ચોથા લોકાયુક્ત જસ્ટિસ ડી. પી. બુચ છે. જે રિટાયર્ડ જસ્ટિસ છે અને તેમની નિમણુંક ગુજરાત ના લોકાયુક્ત તરીકે 2013 માં 5 વર્ષ માટે કરવા માં આવી હતી. ત્યાર બાદ કોઈ પણ લોકાયુક્ત ની નિમણુંક કરવામાં આવી નથી.



લોકાયુક્ત સમિતિ ની વિગત:

લોકાયુક્ત ગુજરાત રાજ્ય ના જાહેર કાર્યકર્તાઓ પરના આરોપોની તપાસ કરે છે, જેમ કે:

1) મુખ્યમંત્રી, રાજ્યમંત્રી, નાયબ પ્રધાન અને સંસદીય સચિવ સહિતના મંત્રી.
2) અધ્યક્ષ અથવા વાઇસ ચેરમેન અથવા બિન-સત્તાવાર ડિરેક્ટર અથવા કોઈ સરકારી કંપનીના બિન-સત્તાવાર સભ્ય.
3) અધ્યક્ષ અથવા વાઇસ ચેરમેન અથવા બિન-સત્તાવાર ડિરેક્ટર અથવા કોર્પોરેશન અથવા બોર્ડના બિન-સત્તાવાર સભ્ય.
4) ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીના કુલપતિ

સંપર્ક માહિતી:

લોકાયુક્ત ભવન, સેક્ટર -10 બી,
સામે પોલીસ સ્ટેશન,
ગાંધીનગર.
ફોન: 079 – 232 56670
ઈ-મેઈલ: gujaratlokayukta@gmail.com

ગુજરાત ના લોકાયુક્ત ને ઓનલાઇન કમ્પ્લેન કરવા માટે અહીં ક્લિક કરો.


નોંધ: ગુજરાત માં “ગુજરાત લોકાયુક્તનો કાયદો, 1986” અમલ માં છે. અને એ કાયદાની ગુજરાતી કોપી મેળવવા માટે અહીં ક્લિક કરો. તેમજ “ગુજરાત લોકાયુક્ત રુલ, 1989” માટે અહીં ક્લિક કરો. અથવા વધુ કાયદાઓ મેળવવા માટે લાઈબ્રેરી પેજ પર જાઓ.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!