Hits: 225
આપણે ઘણી વાર આપણા દેશમાં, રાજ્યમાં, શહેરમાં, વિસ્તારમાં કે આજુબાજુમાં એવા બનાવો જોઈએ છીએ કે જેમાં પોલીસે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યા હોય છે. અને આવા અત્યાચાર બાદ જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરીઓ, સસ્પેનશન કે પછી આવા અધિકારી વિરુદ્ધ પોલીસ માં જ ફરિયાદો થઇ હોય છે કે માનવાધિકાર પંચ દ્વારા કાર્યવાહીઓ કરવામાં આવી હોય છે. અને જે તે પોલીસ અધિકારી ને દંડિત કરવાનો કે ભોગ બનનાર ને ન્યાય આપવાની કાર્યવાહી થઇ હોય છે.
તેમ છતાંય આવા બનાવો રોકાવાનું નામ લેતા નથી. અને રોજ બ રોજ આવી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે. આપણે વિદેશ ની પોલીસ વિશેના વ્યવહારો વિષે પણ જોવા જઈએ તો અમેરિકામા થોડા સમય પહેલા એક ગોરા પોલીસ દ્વારા કાળા નાગરિક ની હત્યા કરવા માં આવી હતી. તે બાદ પુરા અમેરિકા માં એટલા તોફાનો ફાટી નીકળ્યા કે દેશ ના પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ બંકર માં જવા સુધી ના નિર્ણયો લેવા પડ્યા. છેવટે સમગ્ર પોલીસ પ્રશાસને ઘૂંટણિયે પડી ને દેશ ના નાગરિકો ની માફી માંગી ત્યારે મામલો શાંત પડ્યો. એટલું જ નહીં આરોપી ને 10 લાખ ડોલર નો દંડ કરવા માં આવ્યો. આ કેસ ચાલી જશે તો આરોપીને લગભગ 25 વર્ષ ની સજા પણ થશે જ.

અત્યાચાર ની ઘટનાઓ:
ગુજરાત માં પોલીસ અત્યાચાર ની ઘટનાઓ નો તાગ મેળવવો મુશ્કેલ છે. કેમ કે ગુજરાત માં જ નહિ દેશ માં અવારનવાર પોલીસ દ્વારા અત્યાચાર ની ઘાટના નો રાફડો ફાટ્યો છે. વર્ષો પહેલાથી અને હાલ માં પણ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. ઘણી વાર પોલીસ વિરુદ્ધ માં કોઈ પુરાવા હોતા નથી એટલે આવા દોષિતો બચી જાય છે અને ભોગ બનનાર વધુ હેરાન થાય છે.
પોલીસ ને જે અધિકારો આપવામાં આવ્યા છે તે અધિકારો નો ઉપયોગ કરતા ગેરઉપયોગ વધુ થાય છે. પોલીસ પોતાના હિત માં ક્યાંતો ભ્રસ્ટાચાર ના કારણે અથવા તો રાજનીતિક દબાણ ના કારણે આવા અત્યાચારો કરતી જોવા મળે છે. પાટીદાર આરક્ષણ ના સમય માં પોલીસ દ્વારા લોકો ના ઘરમાં ઘુસી ને લોકો ને મારવામાં આવ્યા હતા, ત્યાર બાદ આવી ઘટનાઓ માં કોઈ પણ સખત કે યોગ્ય કોઈ કાર્યવાહી થઇ ન હતી. સમઢીયાળા ના દલિતો પર અત્યાચાર ના મામલે પણ એનું એજ જોવા મળ્યું છે, કોઈ પણ ઘટના દેશ ને હચમચાવી નાખનારી હોવા છતાંય કોઈ ઠોસ કામગીરી જોવા મળતી નથી.
આવું કેમ ?
પોલીસ અત્યાચાર ને લગતા ગુનાઓ માં કોઈ ઠોસ કામગીરી કે પરિણામ મળતું નથી. આવું કેમ ? આ પ્રશ્ન દરેક લોકો ના મન માં એક વાર તો ઉદ્ભવે જ છે. આ સવાલ નો જવાબ આપણે પોતે જ છીએ.
પોલીસ કે કોઈ અન્ય વિભાગો માં ભ્રસ્ટાચાર નો ફેલાવો આપણે સામાન્ય નાગરિકોએ જ કર્યો છે. ઓળખાણનો સહારો લઈને પોલીસ સ્ટેશન માં પણ આપણે જ જઈએ છીએ. અને પોલીસ ના નામનો ડર પણ આપણે જ આપણા મન માં રાખીએ છીએ. આવા પરિબળો પોલીસ ને તેના અધિકારો નો બેફામ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે.

પોલીસ ના વ્યવહાર અને તમારું કામ:
પોલીસ સાથે તમારો વ્યવહાર સારો હોય તો પણ પોલીસ દ્વારા તમારી સાથે તોછડાઈ કરવા મા આવે એ સ્વાભાવિક રીતે બનતું હોતું નથી. તમે કોઈ તમારા કામ થી પોલીસ સ્ટેશન પર જાઓ છો ત્યારે અસામાન્ય હોય એવી ઘટનાઓ બનતી નથી. પરંતુ મોટા ભાગે આવી ઘટનાઓ કોઈ ને કોઈ બાબત થી પ્રેરિત હોય ત્યારે બને છે. આવી પ્રેરણા ભ્રસ્ટાચાર, અધિકારીઓ નું દબાણ અથવા રાજકારણીઓ ના પ્રભાવ જવાબદાર હોય છે.
ઘણી વાર આટલા કારણો સિવાય પણ અહંમ ના લીધે પણ અત્યાચાર ની ઘટના બને છે. અને આવી ઘાટનો સામે સામાન્ય જનતા એ કેવી રીતે જાગૃત થવું કે આવી ઘટના બને તો શું કરવું એ સારી રીતે સમજી .

“સાહેબ” નું દુષણ:
પોલીસ ના અધિકારીઓ પોતાને સાહેબ કહી ને બોલાવવા નું કહે છે. કોઈ પણ વ્યક્તિ કે પોલીસ અધિકારી અહમ સંતોષવા માટે સાહેબ કહેવડાવે છે. જે તદ્દન ગેરકાયદેસર છે. સામાન્ય રીતે કાયદામાં આની કોઈ જોગવાઈ નથી કે પોલીસ ને સાહેબ કહેવું પડે.
મોટા પોલીસ અધિકારી જેવા કે IPS કે GPS અધિકારી હોય અને તેને સાહેબ કહો તો તેના માટે માન હોય અને કહો તે વ્યાજબી છે. પરંતુ 50-100 ની કટકી લેવા વાળા કોન્સ્ટેબલ કે હેડ-કોન્સ્ટેબલ પણ પોતાને સાહેબ કહેડાવતાં જોવા મળે છે.
સુરત જેવા સીટી માં મેં અનેક વાર જોયું છે કે ટ્રાફિક બ્રિગેડ સાથે વાતચીત કરતા લોકો પણ કાયદા ના અજ્ઞાન ને કારણે કે ટ્રાફિક બ્રિગેડ એ પોલીસ છે એવું માની તેને પણ “સાહેબ” થી સંબોધિત કરતા હોય છે. આ ખુબ મોટું ફેક્ટર છે જે તમને તમારા અધિકાર થી વંચિત કરે છે અથવા તો તમને તેના વ્યવહારિક બોજ નીચે દબાવે છે.

કાયદાની જોગવાઈઓ:
કાયદાની જોગવાઈઓ ની વાત કરી એ તો પોલીસ ને તમને કોઈ પણ રીતે પ્રતાડિત કરવાનો કોઈ અધિકાર હોતો નથી.
(1) પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન ન કરી શકે.
(2) પોલીસ તમને પોલીસ સ્ટેશન માં વધુ સમય રોકી ન શકે.
(3) પોલીસ તમને કોઈ પણ સંજોગો માં માર મારી ન શકે.
(4) પોલીસ તમને સી.આર.પી.સી. ની કલમ 160 મુજબ નો સમન્સ આપ્યા વગર પોલીસ સ્ટેશન માં તમારા જવાબ માટે બોલાવી ન શકે.
(5) પુરુષ પોલીસ કોઈ પણ સ્ત્રી ની ધરપકડ ન કરી શકે, અને ધરપકડ દિવસ ના જ થઇ શકે.
(6) પોલીસ સ્ટેશન માં પોલીસ તમને (જો તમે આરોપી હોય તો પણ) થર્ડ ડિગ્રી ટોર્ચર ન કરી શકે
(7) પોલીસ જો તમને કોઈ બાબત પૂછે અને તમે જે બાબત વિષે કઈ કહેવા ન માંગો તો તમે ચૂપ રહી શકો છો. એ તમારો અધિકાર છે.

પોલીસ વિરુદ્ધ ફરિયાદ:
જો પોલીસ દ્વારા તમારા ઉપર અત્યાચાર કરવા માં આવે તો તમે જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો, આવી ફરિયાદ લેખિત સ્વરૂપે કરો તેમજ જો કોઈ સાક્ષી હોય તો તે તેમજ પુરાવા હોય તો તે પણ ફરિયાદ સાથે જોડી શકાય છે.
તમે પોલીસ દ્વારા કરવા માં આવેલ અત્યાચાર વિરુદ્ધ…
(1) પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડન્ટ ને
(2) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ને
(3) ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ને
(4) ગુજરાત હાઇકોર્ટ ને
(5) ગુજરાત કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ને
(6) ગુજરાત સ્ટેટ પોલીસ કંપ્લેન્ટ ઓથોરિટી ને
(7) ગૃહ વિભાગ ને
… ફરિયાદ કરી શકો છો.
આપના દ્વારા કરવા માં આવેલી ઉપરોક્ત પૈકી કોઈ પણ ફરિયાદ નો યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી તમે લાડવા માટે તૈયાર હશો તો તમને ન્યાય જરૂર મળશે. કારણ કે આ દેશ માં ન્યાય મેળવવો થોડો અઘરો છે. જો તમે કોઈ પણ તબક્કે હાર માની લેશો તો ન્યાય મળવામાં મુશ્કેલી થશે, અથવા તો ન્યાય મળવાની સંભાવના રહેશે નહી.
આ લડત નહિ કરવાના કારણે જ પોલીસ અત્યાચાર માં વધારો થયો છે અને આ આંકડો એટલા માટે જ દિવસે ને દિવસે વધતો જાય છે.
ખેર આપણે આખિયે વાત નો સાર કાઢીએ તો પોલીસ અત્યાચાર બાબતે પોલીસ થી ડરવાની જે લોકો ની માનસિકતા છે તેના કારણે જ સામાન્ય નાગરિકો એ વેઠવું પડે છે.
બાકી બધું બરાબર છે. જય હિન્દ, જય ભારત.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.