Hits: 676
તમારા વ્હાલસોયાને બાળકની જેમ ખીલવાનો – જીવવાનો મોકો આપો તેને માનવ બનાવો, મશીન નહિ. દેખા-દેખી અને આંધળી દોટ મૂકી શા માટે શિક્ષણ ના વ્યાપાર માં લૂંટવા જાવ છો ? બાળક માટે નાનપણથી મોટા ખર્ચ કરી ને તમે શું મેળવી રહ્યા છો ? યંત્ર જેવું બાળક માવતર, કુટુંબ અને સંસ્કારોથી વિમુખ બની રહ્યું છે. શું તમને આ પરવડશે ?
જરા વિચારો…… શા માટે તમારા બાળક ને ખાનગી શાળામાં દાખલ કરવું ? શા માટે સરકારી શાળા શ્રેષ્ઠ છે ? નીચેની વિગતો જુઓ અને સજાગ બની તફાવત પર નજર કરો.

તફાવત:
(1) યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા અને વિષયો નું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો શૈક્ષણિક સ્ટાફ
(2) પ્રાથમિક કક્ષાએથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ સાથે નવોદય, NMMS (જે માત્ર સરકારી શાળા ના બાળકો જ આપી શકે છે, તેમજ રૂ. 48,000/- સુધીની આર્થિક સહાય પ્રાપ્ત કરી શકે છે.) જેવી પરીક્ષાઓ માટે બાળકો ને સજ્જ કરાવતી શાળા
(3) પાઠ્ય પુસ્તકો, ગણવેશ, દફતર, શિષ્યવૃત્તિ જેવા અઢળક લાભો અને એ પણ તદ્દન મફત
(4) તમામ નવા સુધારાઓ અને આધુનિક અભ્યાસક્રમ થી જાણકાર એવા શિક્ષકો સાથે નો માત્ર 35 બાળકો દીઠ 1 વર્ગશિક્ષક ધરાવતો વર્ગ.
(5) નવા જમાના મુજબ ની આધુનિક 11 કમ્પ્યુટર ધરાવતી લેબ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ, વિજ્ઞાન પ્રયોગશાળા, વિશાલ લાઈબ્રેરી, ટી.વી., સ્પીકર, માઈક સેટ, પ્રોજેક્ટર જેવી સુવિધાઓ ધરાવતી શાળા.
(6) શાળા માં જ ભોજન અને નાસ્તા ની નિઃશુલ્ક વ્યવસ્થા તેમજ દર વર્ષે દરેક બાળક ને નિઃશુલ્ક દાક્તરી તાપસ અને સંપૂર્ણ સારવાર.
(7) દરેક વિષયના દરેક એકમ બાદ દર અઠવાડિયે નિયમિત યુનિટ ટેસ્ટ, બાળકૌશલ્ય ખીલવણી કરતી સ્પર્ધાઓ
વાલી મિત્રો, તાજેતર માં જ લેવાયેલ GPSC ક્લાસ 1-2 ની પરીક્ષા માં પાસ થેયલ 438 ઉમેદવારો માંથી 409 ઉમેદવારો સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે. અને પોતાની આ સફળતાનો શ્રેય સરકારી શાળા ના પાયાનું જ્ઞાન આપનાર શિક્ષકો ને આપે છે. આજે પણ તેમના ચારણ સ્પર્શ કરી ગૌરવ લે છે. દરેક વિદ્યાર્થીની સાથે પારિવારિક લાગણી થી તાદાત્મ્ય સાધી ને એ શિક્ષક બાળકો ને વિકસાવે છે. પ્રેરણા આપે છે અને એક ઉત્કૃષ્ટ નાગરિક બનાવે છે.

ખર્ચ ની દ્રષ્ટિએ તફાવત:
ક્રમ | વિગત | ખાનગી શાળા (અંદાજિત રકમ) | સરકારી શાળા |
1 | શિક્ષણ ફી | 12,000/- | મફત |
2 | વાહન ભાડું | 5,000/- | મફત |
3 | નાસ્તા ભોજન ખર્ચ | 2,500/- | મફત |
4 | યુનિફોર્મ | 1,500/- | મફત |
5 | વિવિધ સુવિધા ખર્ચ | 5,000/- | મફત |
6 | પાઠ્ય પુસ્તક ખર્ચ | 1,500/- | મફત |
– | કુલ રકમ | 27,500/- | મફત |
વળી મિત્રો વિચારો… ઉપરના કોષ્ટક મુજબ ની રકમ જો યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માં આવે તો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયે 8 વર્ષે અંદાજે 5 લાખ જેવી માતબર રકમ થાય છે. આટલી રકમ એક ખીલતા ગુલાબ ને મશીન બનવવા માટે આપ ખર્ચી રહયા છો. શું આ યોગ્ય છે.
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.